ઓપરેશન વગર પેશાબની નળી માંથી સૌથી મોટી 24.5×8mm ની પથરી કાઢી “WORLD RECORDS INDIA”માં નોંધાવ્યું નામ.ફક્ત હોમિયોપેથીક સારવારથી બે મહિનામાં ઓપેરેશન વગર પથરી કાઢી.
ગુજરાત હોમિયોપેથીક કોઉન્સિલના પ્રમુખ ડો.હરેશ પટેલ ના હાથે સર્ટિફિકેટ,મેડલ,શિલ્ડ આપી કરાયું સન્માન. જેમના દ્વારા અગાઉ પણ 20×9.5mm ની પથરી કાઢી “GOLDEN BOOK OF WORLD RECORDS”  માં નોંધાવ્યું હતું નામ અને કર્યો હતો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ અને ત્યાર બાદ 21.3 mm ની પથરી કાઢી “World records India” તેમજ “Vajra World Records” માં નોંધાવ્યું હતું નામ અને કર્યો હતો બીજો વર્લ્ડ રેકોર્ડ.
botad ma doktare fari nodhavyu wold rekord sthan Matar and photo 3
બોટાદના હોમિયોપેથીક ડો. જીજ્ઞેશ હડિયલ પાળીયાદ રોડ ઉપર આવેલ બસ સ્ટેશનની બાજુમાં ભાગ્યોદય કોમ્પ્લેક્ષમા “નિરામય હોમિયો કેર” નામનું પોતાનું પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે.પોતે પોતાના ક્લિનિક માં અસંખ્ય દર્દીઓની પથરીઓ ઓપેરાશન વગર કાઢે છે અને દર્દીઓને પોતાના દુઃખમાંથી રાહત આપે છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના પાળીયાદ રોડ પર આવેલ રેવાનગરમાં રહેતા મેહુલભાઈ દિનેશભાઇ ઉમરાણીયા ઉ.વ.33 ને પેટમાં અસહ્ય દુખાવો થતા બોટાદની સ્થાનિક હોસ્પિટલમાં ઉપચાર માટે ગયેલ ત્યાં તેમને ડૉક્ટર દ્વારા સોનોગ્રાફીનો રિપોર્ટ કરતા 25mm ની પથરી પેશાબની નળીમાં હોવાનું જણાવ્યું.
સામાન્ય રીતે આટલી મોટી પથરી ઓપેરાશન વગર કઢાવી શક્ય ન હોતા દર્દીને ઓપરેશન કરાવા માટે જણાવ્યું.પરંતુ દર્દીને તેમના સંબંધી દ્વારા પાળીયાદ રોડ, બસ સ્ટેશનની બાજુમાં ભાગ્યોદય કોમ્પલેક્ષમાં આવેલ નિરામય હોમિયો કેર ના ડો. જીજ્ઞેશ હડિયલ સાહેબને બતાવવા જણાવેલ.ત્યારબાદ મેહુલભાઈ સારવાર અર્થે ડો.હડિયલ પાસે આવ્યા અને ત્યાંથી હોમિયોપેથીક સારવાર શરૂ કરેલ.જ્યાં ડો. પાસેથી ફક્ત બે મહિના જ સારવાર લેતા ઓપરેશન વગર પથરી નીકળી ગઈ અને આ પથરી નીકળતા જ દર્દીએ રાહતનો શ્વાસ લીધો.
આ બાબતે ડો.હડિયલનો સંપર્ક સાંધતા તેઓએ જણાવેલ કે મેહુલભાઈ ને પથરીની તકલીફ હોય જેને લઈને તેઓ મારા ક્લીનિકે આવતા 25mm ની પથરીનું જણાવેલ.જ્યાં પથરી માટે દર્દીને હોમિયોપેથીક સારવાર શરૂ કરાવતા ફકત બે મહિનામાં 24.5×8 mm ની પથરી ઓપરેશન વગર હોમિયોપેથીક દવાથી નીકળી ગયેલ.આ પથરી નીકળતા જરૂરી રિપોર્ટ,સોનોગ્રાફી રિપોર્ટ,પથરી તેમજ જરૂરી તમામ પુરાવા વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયામાં મોકલવામાં આવ્યા જ્યાં તેમની ટીમ દ્વારા તમામ પુરાવાની પૂરતી ખરાઈ કર્યા બાદ વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું અને બન્યો ત્રીજો વર્લ્ડ રેકોર્ડ.વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા તરફથી ડો.હડિયલને સર્ટિફિકેટ,મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કારવામાં આવ્યા.
આગળ તેમને જણાવ્યું કે ભવિષ્યમાં તેઓ કિડનિમાંથી પણ સૌથી મોટી પથરી ઓપરેશન વગર કાઢી કિડનીમાંથી પણ સૌથી મોટી પથરી કાઢવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્લાન છે.
આ સિદ્ધિને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લા હોમિયોપેથીક એસોસિએશન દ્વારા ડોક્ટર ડે ની ઉજવણી ના દિવસે ગુજરાત હોમિયોપેથીક કોઉન્સિલના પ્રેસિડન્ટ ડો.હરેશ પટેલ દ્વારા સર્ટીફીકેટ તેમજ બોટાદ એસોસિએશન ના લીગલ એડવાઇઝર ડો.કે.કે.પટેલ દ્વારા મેડલ અર્પણ કરવામાં આવ્યા.આ સમગ્ર કાર્યક્રમમાં કોઉન્સિલના અન્ય બે સભ્ય ડો.હડિયા,ડો.પટેલ તથા બોટાદ એસોસિએશન ના પ્રમુખ ડો.દેવાંગ પટેલ,ડો.ધર્મેશ કણજરીયા,ડો.અલ્પેશ પટેલ તથા બોટાદ જિલ્લા ના તમામ તાલુકા તેમજ તમામ ગામડાના ડોક્ટરોએ હાજરી આપેલ હતી.
આ સિવાય ગાંધીનગર,અમદાવાદ,પાટણ,બનાસકાંઠા,ભાવનગર,મહુવા,ઢશા,લીંબડી,સિહોર વગેરે…શહેરના પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ અન્ય ડોક્ટરો એ હાજરી આપેલ.
આવી રીતે ડો.હડિયલ દર વર્ષે ઘણા બધા દર્દીઓને ઓપેરાશન વગર પથરીઓ કાઢી દર્દીઓને ઓપરેશન ના ખર્ચ તેમજ ઓપરેશનથી બચાવે છે.સાથે સાથે ગરીબ દર્દીઓને ફ્રી માં પણ દવાઓ આપે છે અને પથરી કાઢી આપે છે.પોતાના આવા ઉમદા કાર્યો અને વર્લ્ડ રેકોર્ડ થકી ડો.હડિયલે બોટાદની શાન વધારેલ છે અને બોટાદ જિલ્લાની સમગ્ર ભારત દેશમાં આગવી ઓળખ ઉભી કરી બોટાદ જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.