ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ એક સમારંભમાં ભારતીય ઈકોનોમી, આગામી સમયની જરૂરિયાત અને પોતાની સફળતાના અંદરૂની મંત્રો વિશે મન મુકીને વાતો કરી હતી.
મુકેશ અંબાણીએ કરેલી મુખ્ય વાતો :
આગામી ત્રણ દાયકા માત્ર ભારત અને ચીનના રહેશે. આ સમયગાળામાં ભારતની આઝાદીને 100 વર્ષ અને ચીનના જન્મ, રીપબ્લિકન ચીનને 100 વર્ષ થશે
ભારતની આઝાદીના 100 વર્ષ પહેલાં જ ભારત વિશ્વની મોટી ઈકોનોમી બની જશે વિશ્વની મુખ્ય ત્રણ ઈકોનોમીમાં પોતાનું મજબૂત સ્થાન હાંસલ કરશે,ગઈકાલે જ નીતિ આયોગના VC રાજીવ કુમારે આ વાત ઉચ્ચારી હતી અને જેટલીએ સમર્થન પણ કર્યું હતુ
2030 સુધી ભારતની ઈકોનોમી 10 લાખ કરોડ ડોલરને ક્રોસ કરી જશે એવી આશા પણ વ્યકત કરી હતી
ભારતનું અર્થતંત્ર 2024 સુધીમાં 5 લાખ કરોડ થશે
યુથના હાથમાં સરળ અને સારી ટેક્નોલોજી આવતા ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રનો પ્રથમ ક્રમાંકનો દેશ બનશે
ભારતની 65% જનજાતિ યુવાવર્ગ છે અને જો આ યુવાવર્ગના હાથમાં દેશનો વિકાસ હશે
તો ભારત વિશ્વ માટે ગ્રોથનું મોડલ બનશે આધારનો ફાયદો દેશને લાંબાગાળે થશે. આધાર સૌથી મોટું ઈકોનોમીક રિફોર્મ બનશે
ટેલિકોમ વેન્ચર ‘જિયો’ વિશે નિવેદન :
ડેટા જ ભારતની અને વિશ્વની ડેસ્ટીની હશે
ભારતમાં જે રીતે આર્થિક અને ટેકનોલોજિકલ ફેરફાર થઇ રહ્યા છે તે એક રીતે સિવિલાઇઝેશન રિ-બર્થ છે
હું ડિજિટલ ક્રાંતિનો ખૂબ મોટો સમર્થક છું
જિયોના પદાર્પણ બાદ US અને ચીન કરતા ભારતમાં વધુ ડેટાનો વપરાશ થઈ રહ્યો છે
ડિસેમ્બર અથવા વધુમાં વધુ માર્ચ કવાર્ટર સુધીમાં જિયો નફો કરતી થશે,તેમ જિયોની પેરન્ટ કંપની RILના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે