ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં ૧૮૩ દેશોનું સમર્થન મેળવી બીજી વખત ચૂંટાઈ આવેલા જસ્ટીસ દલવીર ભંડારીનો ભવ્યાતિભવ્ય વિજય ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિશ્ર્વભ્રમણથી સ્થાપિત થટેલા સંબંધોને આભારી છે. એમ જણાવી યુવરાજ માંધાતાસિંહજી જાડેજાએ ઉમેર્યું હતુ કે જેમને વિકાસ નજરે પડતો નથી. એમણે વિનાવિલંબે આંખોની દાકતરી તપાસ કરાવવી જરૂરી છે. કદાચ મોતીયો આવ્યા પછી તે પાકી ગયો હશે એટલે ઓપરેશન પણ કરાવી લે. વિકાસ ગાંડો થયો કે એમ કહીને ગુજરાતની ગરીમાને લાંછન લગાડવા અવિરત નફરત ફેલાવતા ગુજરાત વિરોધીઓને ઓળખી લઈએ અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ ‚પાણીના નેતૃત્વ તળે પૂન: ભાજપા સરકારને શાસનધૂરા સોંપવા પ્રત્યેક વ્યકિત મતાધિકારનો ઉપયોગ કરે તેમજ વધારેમાં વધારે મતદાન થાય તે માટે પોતાનો સમય ફાળવે તેવી હાર્દિક અપીલ કરતા યુવરાજશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે ખૂબજ ટુંકાગાળામાં વિજયભાઈ ‚પાણીએ લીધેલા પ્રજાલક્ષી નિર્ણયોમાં ઉડીને આંખે વળગતી પારદર્શિતા, સંવેદનશીલતા અને ક્રિયાશીલતાનો પડઘો વિશ્ર્વભરમાં પડી રહ્યો છે. ત્યારે ગુજરાતની અસ્મિતા, શાંતિ સૌહાર્દ અને પ્રગતિની ગાથાને આગળ ધપાવવાના મહાયજ્ઞમાં એક જાગૃત નાગરીક તરીકે સપરિવાર મતદાન કરવા સંકલ્પ બધ્ધ થઈએ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!