વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી માટે સરકારી તંત્રની સાથો સાથ શહેરના રમતવીરો, સામાજિક સંસ્થાઓનો અભૂતપૂર્વ સહકાર

ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દુરદેશી ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્ર્વના જુદા જુદા દેશોને યોગના વિચારો આપેલ જેના અનુસંધાને યુનો દ્વારા ર૧મી જુન વિશ્ર્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું મંજુર કરવામાં આવેલ છે. યોગ દિવસની ઉજવણી પુરા ગુજરાતમાં ઉત્સાહભેર થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના વડપણ હેઠળ તમામ તંત્ર તૈયારી કરી રહેલ છે. રાજકોટ શહેરમાં પણ યોગ દિવસની શાનદાર ઉજવણી થાય તે માટે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની ધાર્મિક, સામાજીક, વ્યાપારિક, ઔઘોગિક સંસ્થાઓ તેમજ સોસાયટીઓના હોદેદારઓ સાથે રાજકોટ મહાનગરપાલિકામાં મીટીંગ યોજાઇ હતી.

યોગ દિવસની શાનદાર ઉજવણી માટે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ નાના મવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ પેરેડાઇઝ હોલ પાસેનું મેદાન, રણછોડદાસ આશ્રમ સામેનું ગ્રાઉન્ડ, પારડી રોડ પર કોમ્યુનીટી હોલ પાસે આવેલ મેદાન ખાતે ર૧મી જુનના રોજ સવારના ૬.૩૦ વાગ્યેથી ૭.૩૦ વાગ્યા સુધી શહેરના બહોળી સખ્યામાં યુવાનો-યુવતિઓ મહિલાઓ, સીનીયર સીટીઝન્ટ, તબીબો,  ઉઘોગપતિઓ સહીતના વિવિધ ક્ષેત્રના નાગરીકો તેમજ યોગાપ્રેમીઓ દ્વારા યોગ કરવામાં આવશે. જેમાં રેસકોર્સ ગ્રાાઉન્ડ ખાતે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કૃષિ શહેરી અને ગૃહ નિર્માણ મંત્રી વલ્લભભાઇ વઘાસીયા અને પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નીતીનભાઇ ભારદ્વાજ, મ્યુનિ. કમિશનર બંછાનિીધી પાની, અને શાસક પક્ષ દંડક રાજુભાઇ અઘેરા, તથા પારડી રોડ ખાતે પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઇ પટેલ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાઘ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, અને મેયર ડો. જૈમન ઉપાઘ્યાય તથા નાના મવા ખાતે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા દિનેશ ટોળીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ તથા સાધુ વાસવાણી રોડ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ તથા કુવાડવા રોડ આશ્રમ (રણછોડદાસબાપુ) વંડા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા ગુજરાત ગૌ સેવા આયોગના ચેરમેન ડો. વલ્લલભભાઇ કથીરીયા શાસક પક્ષ નેતા અરવિંદ રૈયાણી સહીતના મહાનુભાવો દ્વારા સંચાલન હેઠળ યોગ કરવામાં આવશે.

યોગ સાધનામાં ઓમના ઉચ્ચારણથી હળવી શારીરિક કસર ત્યારબાદ વૃક્ષાસન, શશાંકાસન, મકરાસન, ભુજંગાસન, તાડાસન, ભદ્દાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, વજાસન, ઉત્તાનમંડુકાસન, પવનમુકતાસાન શવાસનની ક્રિયાઓ કરાવાશે. અને ત્યારબાદ ભ્રામરી પ્રાણાયામ, અને ઘ્યાન વિગેરે નિષ્ણાંત યોગ શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે. યોગથી તન અને મનની અને તંદુરસ્તી માટે ઉર્જાનો સંચાર થાય છે.

યોગથી શારિરિક તંદુરસ્તી સાથે વિચારો તંદુરસ્ત અને મજબુત બનશે અને ભવિષ્યમાં મજબુત રાષ્ટ્રનું નિર્માણ થશે. જેથી આ યોગ દિવસની શાનદાર ઉજવણી થાય અને શહેરના તમામ ક્ષેત્રના નાગરીકો ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામા જોડાયા તે માટે પુષ્કરભાઇ પટેલ તથા જયમીનભાઇ ઠાકરે અપીલ કરતાં જણાવેલ છે કે ભારતના વડાપ્રધાનશ્રી દ્વારા વિશ્ર્વ યોગ ડે ઉજવવાનું નકકી કરી સમગ્ર વિશ્ર્વ ભારત દેશની સંસ્કૃતિની નોંધ લે તેવું આયોજન કરેલ છે.

ગત વર્ષે વિશ્ર્વના લગભગ તમામ દેશોના નાગરીકોએ યોગ દિન ની શાનદાર ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાઇને ભારતીય સંસ્કૃતિની આ અમુલ્ય ભેટની નોંધ લીધેલ છે. તે મુજબ આ વર્ષે પણ સમગ્ર દેશ ગુજરાત રાજય તેમજ રાજકોટ શહેરના તમામ ક્ષેત્રે સાથે જોડાયેલા નાગરીકો ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં જોડાઇને પોતાની શારીરિક માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરે તેમ અંતમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમીતી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.