વિશ્વભરમાં 29 સપ્ટેબરને હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે.હૃદયરોગ માટે જાગૃતિ ફેલાવતા આ દિવસને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પૂરતું મહત્ત્વ અપાતું નથી તેવી જ રીતે હૃદયરોગ વિશે જાગૃતિ પણ ઓછી છે. તેના કારણે જ રાજકોટ અને સૌરાષ્ટ્રના યુવાનો પર હૃદય રોગના શિકાર બનવા લાગ્યા છે.
હૃદયરોગમાં મૃત્યુના કારણોમાં ધુમ્રપાન મોખરે છે. કુલ મોતમાં 27 ટકા ધુમ્રપાન, 22 ટકા બલ્ડ પ્રેશર અને 15 ટકા ડાયાબિટીસને કારણે આવેલા હૃદયરોગના હુમલા છે.
તમાકુ આધારિત વ્યસનો સૌરાષ્ટ્ર માટે ચિંતાજનક બાબત છે. ભારતમાં નાની ઉંમરે હૃદયરોગના બનાવોમાં વધારો થયો છે. 2000ની સાલમાં હૃદય રોગથી 13 લાખ મોત થયા હતા જે ચાલુ વર્ષે 30 લાખ છે અને ત્રીજા ભાગના એટલે કે 10 લાખ કરતા વધુ લોકોની ઉંમર 40 વર્ષ કરતા પણ ઓછી હતી.