જિલ્લાની શાળા કોલેજો, સંસ્થાઓ અને નગરજનો અનેક લોકો યોગમાં જોડાયા
યોગ એ માનસિક અને નૈતિક મૂલ્યો સંબંધી શિક્ષણ છે. વ્યકિતની છૂપી શકિતઓને સંતુલિતપણે સુધારવાની અથવા વિકસાવાની એક પધ્ધતિ છે તે પોતાની જાતને સંપૂર્ણપણે જાણવાના સાધન પૂરાં પાડે છે.
ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગને વિશ્વમાં સ્વીકૃતિ મળતા આજ ૨૧ જૂનના ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખંભાળીયા ખાતે નવા સેવા સદનની બાજુમા ચેરમેનશ્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લની શાળા કોલેજો, સ્વૈચ્છીક સંસ્થાઓ નજગરજનો વગેરે હજારો લોકો સ્વૈચ્છાએ યોગમાં જોડાયા હતા.
આ તકે મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, વિશ્વ યોગ દિવસે દેશ અને દુનિયાના વિવિધ યોગ પ્રેમિઓ સમુહમાં યોગ અને ધ્યાન કરીને સમર્પિત ભાવ પ્રદર્શિત કરીને યોગ થકી રોગ મૂકતિના રસ્તે આગળ વધે તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણીએ તેમના નેતૃત્વમાં રાજય સરકારે પણ વિશ્વ યોગ દિને લોકો યોગ કરીને ઉજવણી કરી તન મનને તંદુરસ્ત બનાવે તે માટે સુંદર આયોજન કર્યું છે તેમ જણાવ્યું હતું. અને રાજય સરકાર વતી દેવભૂમિ દ્વારકાના નાગરિકોને યોગ દિવસ નિમિતે હાર્દિક શુભકામનોઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાળકો માટે દુધ અને બિસ્કિટો આપવામાં આવેલ.
આ યોગના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી શ્વેતાબેન સુકલા, દેવભૂમિ દ્વારકાના કલેકટરશ્રી જે.આર.ડોડીયા, જીલ્લા વિકાસ અધિકારીશ્રી આર.આર.રાવલ, જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ, પ્રાંત અધિકારીશ્રી જોશી, નાયબ કલેકટરશ્રી માંડોત, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિઠલાણી,
જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ભાવેશ રાવલીયા, શિક્ષણાધિકારીશ્રી ડુમરાણીયા, ભાજપ આગેવાન હિતેશભાઇ પિંડારીયા, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, સ્વૈચ્છિક,સામાજિક, વ્યવસાયિક સંસ્થાઓ, નગરશ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, વ્યાયામ શિક્ષકો તથા મોટીસંખ્યામાં શાળા કોલેજનોના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેરામોરા સ્કુલના શિક્ષકશ્રી ચૌધરીએ કયું હતુ.