જીવનમાં યોગની ભૂમિકા દર્શાવશે
આવતીકાલે 21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. યોગ એક ઉચ્ચ માનસિક અવસ્થા છે જેનાં દ્વારા રોગોને અલવિદા કહી શકાય છે. ત્યારે રાજયોગથી જીવનમાં મુલ્યોનુ પદાર્પણ થાય છે. બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિધાલય સંસ્થા સહજ રાજયોગની અનુભુતિ કેવી રીતે કરવી તે શીખવે છે.
સંબંધોમાં પરસ્પર મધુરતા લાવવા, તનની તંદુરસ્તી જાળવવા તથા મનને સશકત બનાવવા જીવનમાં યોગની મુખ્ય ભુમિકા છે. તથા રાજયોગની ગહન અનુભુતિથી મુલ્યો સહીત આંતરિક સુંદરતા અને વિવેકબુધ્ધિ જેવા સદગુણુનો વિકાસ થાય છે જે આજનાં સમયની પ્રબળ માંગ છે.
રાજકોટનાં બ્રહ્માકુમારીઝ પંચશીલ સેવા કેન્દ્ર સહીતનાં પ્રત્યેક સેવા કેન્દ્રોમાં રાજયોગ તેમજ યોગાસન ધ્યાન અને પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે. આ અભ્યાસમાં બ્રહ્માકુમારીઝનાં સમર્પિત બહેનો અને નિયમિત રાજયોગનો અભ્યાસ કરતા ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ અભ્યાસ દ્વારા યોગને સંગઠન શકિતથી વધુ પ્રબળ બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ત્યારે યોગ કે યોગા એટલે શું એનાથી તો કદાચ સૌ કોઇ વાકેફ હશે. પરંતુ રાજયોગ એટલે શું તેનાથી હજુ ઘણા લોકો અવગત નહીં હોય. તો ચાલો આજે સર્વ યોગમાં શ્રેષ્ઠ રાજયોગ શું છે તેનાં વિશે થોડુ જાણીએ.
પહેલા જાણીએ ‘યોગ’ એટલે શું તો ‘યોગ’ એટલે જોડ- સંબંધ અથવા સરળ ભાષામાં કહીએ તો યોગ એટલે મન -બુધ્ધિ દ્વારા કોઇ વ્યકિત, વસ્તુ અથવા પરીસ્થીતીને યાદ કરવી તેને યોગ કહેવાય. હવે જો આ સુંદર અવસ્થા એટલે કે મન-બુધ્ધિ દ્વારા જો આપણે પરમાત્માને યાદ કરીએ તો તેને કહેવાય છે ‘રાજયોગ’ રાજયોગ એટલા માટે કારણકે પરમાત્મા સર્વ શ્રેષ્ઠ, સર્વોપરિ અને સર્વ મહાન છે તેની ગહન યાદમાં મન-બુધ્ધિને એકાગ્ર કરવા એ જીવનની સૌથી રાજાયી અવસ્થા છે. તેનાથી ઉચ્ચ અવસ્થા એક વ્યકિત માટે બીજી કોઇ ના હોય શકે.