એકત્ર થયા વગર લોકો ઘરે રહી પરિવાર સાથે ઉજવશે યોગાદિન સવારે ૭ કલાકે ટેલિવિઝન અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોમન યોગા પ્રોટોકોલ મુજબનું યોગા સેશન યોજાશે
ભારતમાં યોગ અભ્યાસની પરંપરા અંદાજે ૫૦૦૦ હજાર વર્ષ જૂની છે ભારતના આગ્રહ પર સંયુકત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૧૫થી આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી આપણી પ્રાચીન પધ્ધતિ અંગે લોકો જાગૃત થાય તે અર્થે દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. યોગ એ માત્ર કસરત જ નહીં પરંતુ આપણામાં વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. યોગએ સ્વસ્થ જીવન જીવવા માટેની એક કલા તથા વિજ્ઞાન છે યોગએ આંતરિક વિજ્ઞાન છે.
આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં એકત્ર થયા વગર ‘યોગા એટ હોમ’ યોગા વીથ ફેમીલી’ સાથે ઉજવવાનં નકકી થયું છે. લોકો પોતાના ઘરે પોતાના પરિવારના સભ્યો સાથે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરી યોગીક ક્રિયાઓથી કોરોનાને હરાવવાના પ્રયાસો કરશે.
છઠ્ઠા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવાન કરાયું છે. ઉપરાંત આ વર્ષે વધુને વધુ લોકો યોગામાં જોડાય તે માટે ગુજરાત સરકાર દ્વારા યોગ કરીશું કોરોનાને હરાવીશું હેશટેગ સાથે રાજય કક્ષાએ યોગ સપ્તાહ કેમ્પેન શરૂ કરાયેલ છે. જેનો આજે છેલ્લો દિવસ છે. કેમ્પેનમાં અઢળક લોકોએ યોગ કરતા ફોટો અપલોડ કરી વિશ્વયોગાદિનની ભવ્ય ઉજવણી પ્રત્યે સમર્થન આપ્યું છે આમ આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં લોકો એકત્ર થયા વગર ઘેર વિશ્વયોગ દિનની ઉજવણી કરશે.
અત્યાર સુધીની યોગા થીમ
- ૨૦૧૫: સદ્ભાવ અને શાંતિ માટે
- ૨૦૧૬: યોગવડે યુવાનોને જોડવા
- ૨૦૧૭: આરોગ્ય માટે યોગ
- ૨૦૧૮: શાંતિ માટે યોગ
- ૨૦૧૯: પર્યાવરણ માટે યોગ
- ૨૦૨૦: કોરોનાને હરાવવા એકત્ર થયા વગર ‘યોગ એટ હોમ’ યોગા વિથ ફેમિલી