અંદાજે ૧૪૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહેશે

ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા રવિવારે સાંજે ૪:૩૦ કલાકે કર્ણાવટી પાર્ટી પ્લોટ ખાતે વિશ્ર્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં આશરે ૧૪૦૦થી વધુ બહેનો ઉપસ્થિત રહેશે. આઠમી માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એ મહિલા જગતની શકિતને ઉજાગર કરવાનો દિવસ છે. મહિલાઓમાં રહેલું જ્ઞાન, કલા, કૌશલ, પ્રેમ, કરૂણા અને વાત્સલ્યને સમજાવવાનો દિવસ છે. વિશ્ર્વ મહિલા દિન એ પુરુષ સામે સ્પર્ધામાં ઉતરવાનો દિવસ નથી પરંતુ મહિલાઓને જે વિશિષ્ટ વ્યકિતઓ કુદરત તરફથી મળી છે તે જાણવા, સમજવા અને તેને મહત્વ આપવાનો દિવસ છે.વિવિધ ક્ષેત્રમાં સફળ થયેલી અને સફળતા તરફ ડગ માંડતી તમામ બહેનોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અમે આમંત્રિત કરીએ છીએ. કોઈની સામે કોઈ સ્પર્ધાના ભાવ નથી પરંતુ પોઝીટીવ વિચારો લઈને અમારી શકિતઓ સમાજને ચરણે ધરવી છે કારણકે નારીની શકિતના ઉપયોગ વિના કોઈપણ

5 bannafa for site 1 2સમાજ પાંગળો છે તેને મહત્વ આપવું જ પડશે અને તેની શકિતને પીછાનવી જ પડશે. આ દિવસની ઉજવણી માટે ઉમિયા માતાજી મંદિર – સિદસર રાજકોટ શહેર મહિલા સંગઠન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આયોજનને સફળ બનાવવા માટે ભાઈઓની સંગઠન સમિતિ તથા યુવા ટીમ દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહિત મળ્યા છે. આ કાર્યક્રમની વધુ વિગતો માટે પ્રમુખ જયોતિબેન ટીલવા, ઉપપ્રમુખ ભાવનાબેન રાજપરા, મહામંત્રી વર્ષાબેન માકડિયા, કીર્તિબેન માકડિયા, ભાવનાબેન માકડિયા, રેખાબેન ત્રાંબડીયા, નયનાબેન માકડીયા, નીતાબેન ઘોડાસરા, ભાવનાબેન ભાલોડીયા, આરતીબેન રજોડીયા, નીતાબેન સોલીયાએ અબતક મીડિયાની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.