પિરામિડ પબ્લિકેશન દ્વારા મહિલા લેખકોનું કરાશે સન્માન

પિરામીડ પબ્લીકેશન-રાજકોટ કે જે છેલ્લા છ વર્ષથી સાત વિવિધ વિષયો ઉપર પુસ્તક પ્રકાશીત કરતું આવ્યું છે. રવિવારે વિશ્ર્વ મહિલા દિવસે ૮મું પુસ્તક પગલીનું પાનેતરનું ભવ્ય વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ગુજરાતના પ્રસિદ્ધ લેખકોના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લગ્ન સંસ્કાર, લગ્ન વિધી, લગ્ન પહેલા અને લગ્ન પછીની દીકરા અને દીકરીની જવાબદારીઓ, જેવા વિષયોને આવરી લઈ ફોરકલરનું સુંદર પુસ્તક ગુજરાતી ભેટ સ્વરૂપે તૈયાર થઈ ચુક્યું છે.

જેનું વિમોચન રાજકોટના જાણિતા સમાજસેવી અને સમુહલગ્નના પ્રણેતા કુંદનબેન રાજાણીના હસ્તે કરવામાં આવશે. રાજકોટના મેયર બીનાબેન આચાર્ય કાર્યક્રમનું અધ્યક્ષપદ શોભાવશે. મુખ્ય અતિથિમાં નરેન્દ્રભાઈ ઝીબા, પ્રતાપભાઈ પટેલ, અશોકભાઈ લશ્કરી, રેણુકાબેન યાજ્ઞિક, દર્શનભાઈ જાની, રાજુભાઈ ધ્રુવ, રામભાઈ મોકરીયા, દિવ્યેશભાઈ સાકરીયા, ભરતભાઈ યાજ્ઞીક, રીવાબા જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં જયેશભાઈ ઉપાધ્યાયનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે તથા સુંદરમ ગોલ્ડ વાળા અશોકભાઈ લશ્કરીનો પણ સહયોગ મળ્યો છે.

5 bannafa for site 1 2

વિમોચનની સાથે ૧૭ લેખકોનું અને ૪ મહિલા વ્યકિતત્ત્વનું પણ વિશેષ સન્માન થનાર છે. કાર્યક્રમ તા.૮ને રવિવારે સાંજે ૫:૪૫ થી ૮ સુધી સરસ્વતિ શિશુ મંદિર સ્કૂલ, મારૂતિનગર-૧, સદ્ગુરૂ એપાર્ટમેન્ટ પાછળ, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે યોજાશે. લાયન્સ કલબ ઈન્ટરનેશનલ દ્વારા મહિલા વ્યકિતત્વનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં આવવા માટે ફ્રી રજીસ્ટ્રેશન મો. નં. ૯૮૯૮૩૫૬૫૭૩, ૯૪૨૬૯ ૩૬૩૬૧ પર કરાવવું ફરજીયાત છે. આ કાર્યક્રમની વિશેષ માહીતી માટે ડો. પાર્થ પંડ્યા, વિપુલ પરમાર અને તરૂણ શાહે અબતક મિડીયાની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.