મુસ્લિમ મહિલાઓને પણ આજે પોતાના પગભર થવા સામાજીક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે
સમય બદલાયો છે, પરિવર્તનનો પવન ફૂંકાયો છે, બધા જ દાવા વચ્ચે આજે કયાંક અબળા સબળા થવા માટે મથામર કરી રહી છે. સાચુ વુમન એમ્પાવરમેન્ટ મહિલાઓની મજબૂરી નહીં પરંતુ તેને પોતાની સ્વતંત્ર્તા મુજબ જીવન જીવવાનો અધિકાર આપે તો જ શકય છે. જરૂરીયાત હોય અને કમાવવું અને પોતાના મિશન પુરા કરવા બન્ને પરિસ્થિતિ વચ્ચે મહિલાઓ આજે પણ સમાજમાં કેટલીક અડચણોનો સામનો કરી રહી છે. કહી શકાય કે, સશક્તિકરણ અને પુરુષ સમોવડી મહિલાઓ માટે દિલ્હી ઘણી દૂર છે.
કહેવાય છે કે, મજબૂરી કા નામ મહાત્મા, તેવી જ સ્થિતિ મહિલાઓની પણ છે. આજે મુસ્લિમ મહિલાઓ પણ પગભર થવા પોતાના સામાજિક પડકારો વચ્ચે કયાંક જુજી રહી છે. જયાં સુધી મહિલાઓ પોતાની સ્વતંત્ર્તા અને વિચારોને તરતા નહીં મુકે ત્યાં સુધી સમોવડીની તો માત્ર વાતો જ રહી.
આજે સમાજ રાજકારણ અને આર્થિક રીતે મહિલાઓનો કેટલીક જગ્યાએ માત્ર ઉપયોગ જ કરવામાં આવે છે. મહિલાઓને કેટલાક ક્ષેત્રે અનામત આપવામાં આવ્યું છે. વળી આ હોદ્દો એટલા માટે નથી અપાતો કે તેઓ સક્ષમ છે પરંતુ સ્ત્રીઓને બિચારી માનીને તેનું કયાંકને કયાંક શોષણ કરવામાં આવી રહ્યું છે જે ખરેખર ચિંતાજનક છે. શું મહિલાઓને રબ્બર સ્ટેમ્પ પુરતા જ સીમીત રાખવામાં આવશે.
જો આ જ સ્થિતિ રહી તો ખરા અર્થમાં એમ્પાવરમેન્ટ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે અને ત્યાં સુધી પરિણામો શકય નથી. મહિલાઓને આજે પણ કેટલીક જગ્યાએ દયાની ભાવનાથી જોવામાં આવે છે. સમાજમાં આજે પણ તેમને સ્વતંત્ર્તા તો મળે છે પરંતુ કયાંક પિંજરામાં બંધ રૂપાળા પક્ષીઓ સમાન સ્થિતિ છે જેને અઢળક આકાશ હોવા છતાં ઉડવાનો અવસર ભાગ્યે જ મળે છે. જો મહિલાઓએ ખરેખર ઈમ્પ્રુવ થવું હોય તો તેને સ્વચ્છનતાથી દૂર રહેવું પડશે. સશકત કોઈ અન્ય નથી કરી શકતું પોતાની અંદર રહેલી આવડતને દુનિયાના રંગમંચ સમક્ષ પ્રસ્તુત કરી તાળીઓનો ગડગડાટ મેળવવો તે સાચી આવડત.
‘યસ્ત પૂજયંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા’ એટલે કે જયાં નારીની પુજા થતી હોય છે ત્યાં દેવતા નિવાસ કરતા હોય છે, ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ વર્તમાનની સ્થિતિ જોતા ચિંતાજનક વાત પણ છે પરંતુ કયાંકને કયાંક આજની સ્ત્રીઓ અત્યાચાર સામે પગલા લેવા માંડી છે.
સ્ત્રીઓની સુરક્ષાની વાત હોય કે ભણતરની વાત હોય હવે સ્ત્રીઓ પગભર થવા માંડી છે. નાના ગામથી શહેરોમાં ભણવા આવતી દિકરીઓને સમાજ તરફથી તથા પરિવાર તરફથી જે પ્રશ્ર્નો ઉભા થાય છે તે માટે તે કેવી રીતે તેનો સામનો કરે છે તે હિંમત છે સશકિતકરણ.
એમએસડબલ્યુ કરતી એક વિદ્યાર્થિનીને પુછવામાં આવ્યું કે આગળ જતા સમાજ માટે શું કરવાની તમે ઈચ્છા રાખો છો ત્યારે જવાબમાં તેણે કહ્યું કે, એક સોશિયલ વર્કર તરીકે હું મારી ભૂમિકા જવાબદારીથી પૂર્ણ કરીશ તથા સમાજમાંથી સ્ત્રીઓ જે સૌથી વધુ વિચારતી હોય છે કે ‘કયાં કહેંગે લોગ ?’ એટલે કે લોકો શું કહેશે તે ડર હું સંપૂર્ણપણે નાબુદ થાય તેવું કાર્ય કરીશ. આજ સ્ત્રીસશકિતકરણની વાતો વધુ થાય છે પરંતુ બદલાવ તે હિસાબે આવતો નથી તે પર જવાબ આપવા એક વિદ્યાર્થીનીએ કહ્યું કે ‘હવે ફરજીયાતપણે માર્શલ આર્ટસની ટ્રેનીંગ લેવી જોઈએ જેવી એ ફીઝીકલ રીતે પણ પોતાના ઉપર થનાર અત્યાચારોને પણ તે પહોંચી શકે.
કયાંય પાછળ ન રહે. ફેમીલી તથા સમાજ આજે શું સપોર્ટ કરે છે તે વિશે કહ્યું કે, આજે માતા-પિતા સમાજ કરતા વધુ અમારી ઉપર વિશ્ર્વાસ રાખીને અમારે ભણવા માટે નાના પ્રદેશમાંથી રાજકોટ મોકલ્યા છે તે મારી માટે ગર્વની વાત છે, પરંતુ હજી પણ અમારા ગામમાં ઘણી એવી છોકરી છે જે ભણી નથી શકતી તે માટે તેઓના મા-બાપે વિચાર બદલવાની જરૂર છે. જયારે દિકરીને ભણવા ન મોકલવાના કારણ વિશે પુછયુ ત્યારે જવાબ આપ્યો કે, હજી પણ કયાંક ને કયાંક એવા તત્વો છે સમાજમાં જેથી દિકરી સુરક્ષિત નથી તથા તે માટે જો કાંઈક અનિચ્છનીય બનાવ બનશે તો સમાજ કહેશે કે પેરેન્ટસ એ પોતાની જવાબદારી ન નિભાવી.
અબતક સાથેની વાતચીતમાં વકિલ નયનેશ ઠકકરે જણાવ્યું હતું કે, આજની નારી જે કહેવામાં આવે છે નારી તું નારાયણી અને વુમન્સ ડે પર શું છે તેમના વિચાર? ૮ માર્ચ એટલે વુમન્સ ડે આજની નારી જે કયાં હતી ને કયાં પહોંચી જાય છે. કોન્ફીડન્સ લેવલથી માંડી અને કોઈપણ વસ્તુમાં સૌથી આગળ મહિલાઓ હોય છે તેમની ઓફિસમાં તમામ સ્ટાફ મહિલાઓની છે તેમના સ્ટાફની મહિલાનું લેવલ ખુબ જ સારું છે જે જોઈને તેમને લાગે છે કે આ આપણા દેશનું ઉજજવળ ભવિષ્ય છે.
જે વુમન્સની કેપેસીટી છે જેને આજ સુધી બધા એવોઈડ કરતા હતા જોઈએ તો ખરેખર એવું નથી મહિલા ખરેખર પુરુષથી કમ નથી તે પુરુષ સમોવણી જ છે ને માટે તે પોતે જ મહિલાઓને કાર્યમાં આગળ વધવા વધુને વધુ તક આપવા માંગે છે. આજકાલની જનરેશનમાં યુવક કરતા યુવતીઓ ડબલ આગળ છે. તેમની સમજ વધારે છે કે જે યુવતીઓ પોતાનો ગોલ નકકી કરે છે તેમાં એ પોતે બહુ જ ધ્યાનથી તેમાં આગળ વધે છે તેથી તેમનું એવું માનવું છે કે વુમન્સ ડેની જે ઉજવણી થાય છે તે ખરેખર યોગ્ય છે.
જે ૮ માર્ચે વુમન્સ ડે ઉજવવામાં આવે છે તેમાં મારી દ્રષ્ટિએ તો રોજ વુમન્સ ડે હોવો જોઈએ. કારણક વુમન્સ ડે એટલે કે તમે સ્ત્રીને માન આપો, સન્માન આપો છો તેનો દિવસ છે. સ્ત્રીઓને માન, સન્માન તેનો આદર કરવો આવી વસ્તુ રોજ કરવી જોઈએ અને આવી વિચારધારા બધામાં હોવી જોઈએ. પુરુષોમાં મુખ્યત્વે પુરુષો એવા હોય છે કે જે મહિલાનું માન-સન્માન નથી જાળવતા એ લોકોને હું કહેવા માંગીશ કે પ્લીઝ સ્ત્રીની રીસ્પેકટ કરો. આજે સમાજનો ઘણો વર્ગ એવો છે. સ્ત્રી એક વર્ગ એવો છે કે જેને તમે પુજો છો. આપણે આપણા કુળદેવીઓ દેવતાઓ, માતાઓને જેમ પુજીએ છીએ એ માતાજી પણ એક સ્ત્રી જ છે. કારણકે સ્ત્રી એક શકિત છે એનું અનાદર કરવું એ પાપમાં પડવા જેવું છે.
આજની નારી સશકત બની છે?
હા ઘણી જગ્યાએ એવું છે કે જયાં સ્ત્રીઓને પોતાનો વિચાર બદલવાની જરૂર છે. ખાસ કરીને ગામડાઓમાં દીકરીઓને ભણાવવામાં નથી આવતી, બારે કાઢવામાં નથી આવતી તેમને બસ ૧૮ વર્ષની થાય એટલે પરણાવી દેવામાં આવે છે. ગામડામાં તો આવું જોવા મળે જ છે પણ શહેરમાં પણ ઘણી જગ્યાએ આવું જોવા મળે છે માટે આ વિચાર બદલવો પડશે જેથી સ્ત્રી આગળ વધી શકે. આના માટે સ્ત્રીએ પણ પોતાના વિચાર બદલવા પડશે. માત્ર માતા-પિતા કે પતિને જ નહીં પણ સ્ત્રીએ પણ પોતાનો વિચાર બદલવો પડશે. જેના માટે પહેલો પાયો છે ભણતર જો ભણશે જ નહીં તો આગળ વધી નહીં શકે માટે તેમને ભણાવો અને આગળ વધારો જેથી તે એક માંરૂ પત્ની કે બીજા ઘણા દરજજાઓ સરળતાથી પાર કરી શકે.
આજના આ ફાસ્ટ યુગમાં મહિલાએ કેવી રેતી રહેવું જોઈએ
આજનો યુગ એવો છે કે જે લોકો અને જેવા લોકો એવી માનસિકતા છે એવી રીતે એમની સાથે ઢળવુ પડે છે. સ્ત્રીએ અને આ સમય પ્રમાણે સ્ત્રીને હિટલર બનીને રહેવું પડે છે. કારણકે યુગ એવો થઈ ગયો છે કે સ્ત્રી અને પુરુષ હંમેશા સ્ત્રીને નીચે જ રાખવાની કોશીશ કરે છે. સ્ત્રીને વધારેને વધારે ભણવું જોઈએ એવું નથી કે માત્ર મેરેજ થઈ ગયાને છોકરાઓ ઉછેરવા પરંતુ ભણતરમાં પણ આગળ રહેવું જોઈએ. મેં પોતે પણ મારા મેરેજ પછી ભણવાનું ચાલું જ રાખ્યું હતું અને આજે હું એલ.એલ.બી.નું ભણુ છું.
જેમ કે આપણા વિદેશમંત્રીએ પણ એક સ્ત્રી જ છે. સ્પેશમાં બેસીને યાત્રા કરનાર કલ્પનાબેન ચાવડાએ એક સ્ત્રી જ હતા. કરાટે-જુડો આવી વસ્તુ શીખી લ્યો ઘણી પ્રવૃતિઓ એવી છે જે શીખી અને સ્ત્રીઓ આગળ વધી રહી છે. આપણા વડાપ્રધાને ઘણી એવી યોજનાઓ બહાર પાડી છે કે જેના માટે ફી પણ ભરવી નથી પડતી.
સ્કોલરશીપ દ્વારા તેમને આગળ ભણવા પણ મળે છે. લગ્ન થઈ ગયા પછી પણ એમને પૈસા આપવામાં આવે છે. સ્ત્રીભૃણ હત્યાની વાત કરું તો અમારે કોર્ટમાં ૧૦-૧૨ જેવા કેસો એવા જ હોય છે જેમાં સ્ત્રીને મારવી, ફટકારવી, ડિવોર્સના કેસો આવુ બધું કયારે થાય છે. જયાં સુધી વિચારધારા નહીં બદલાય ત્યાં સુધી આવું થયા જ કરશે. બસ આટલું જ કહી શકે. વુમન્સ ડે એ દરરોજ ઉજવવો જ જોઈએ.
રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે સ્વિમીંગમાં પ્રતિનિધિત્વ કર્યું છે: આસ્થા ઠકકર
કણસાગરા કોલેજમાં અભ્યાસ કરનાર ઠકકર આસ્થાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સ્ટડી ઉપરાંત સ્પોર્ટસમાં પણ રસ ધરાવે છે. મહિલા દિવસ નિમિતે તે સૌ કોઈ નારીઓને એટલો સંદેશ આપવા માંગે છે કે, પોતાના અભ્યાસ કે કાર્ય ઉપરાંત જો કોઈ આવડત હોય તો તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આસ્થા ૮ વર્ષથી સ્વિમીંગ કરે છે અને સ્પોર્ટસમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકેલ છે. તેણે સ્વિમીંગમાં અત્યાર સુધીમાં ૩૫થી વધુ મેડલો મેળવેલ છે જેમાં ૧૦ જેટલા ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. એવું નથી કે સ્પોર્ટસના કારણે તે કોલેજનો અભ્યાસ સ્કિપ કરે પરંતુ ભણતરની સાથે-સાથે જ તે પોતાની આવડતને વિકસાવવા માટે તમામ પ્રયત્નો કરે છે.
એક નહીં પરંતુ દરેક દિવસ મહિલા વિના અધૂરો: ડિમ્પલ ઠકકર
ડિમ્પલ ઠકકરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્ત્રીઓ ખરેખર આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે પરંતુ કયાંકને કયાંક સામાજીક પડકારોનો સામનો તેમને કરવો પડતો હોય છે. વુમન્સ ડે એક દિવસ માટે નહીં પરંતુ વુમન્સ ડે રોજ હોવો જોઈએ કારણકે એક વકીલ તરીકે એક વકીલની વાઈફ તરીકે કહેવામાં આવે તો સ્ત્રી એક શકિત જ છે આપણે જેની પુજા કરીએ છીએ તે પણ એક સ્ત્રી જ છે જેમ કે દેવીઓ માતાજીઓ તે માટે સ્ત્રી એક શકિત કહેવામાં આવે છે તો આવી જ સ્ત્રીઓ ઉપર અત્યાચાર શા માટે કરવામાં આવે છે.
સ્ત્રીઓ ખરેખર પુરુષ સમોવડી: શ્ર્વેતા સાંચેલા
અબતક સાથેની વાતચીત દરમિયાન સ્વેતા સાંચેલાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં અત્યાચારનાં પ્રમાણ વઘ્યા છે ઘણા એવા જેન્સ છે જેને સ્ત્રી આગળ વધી છે તે જોવા નથી માંગતા સ્ત્રીઓને આગળ વધવું છે, સક્ષમ થવું છે પણ તેવું નથી થતું તેના કારણે કેસોનું પ્રમાણ વઘ્યું છે. તેમનું પોતાનું રેવન્યુ વર્ક છે તેમાં ઘણી લેડિસ ઓછી છે એમના મતે એવું માનવું છે કે જેન્સ હોય ઈજ આગળ વધી શકે એક લેડીસ પણ મહેનતથી આગળ આવી શકે છે તે પોતે જ એક મહિલા છે તે તેમની પોતાના કામ માટે ગમે ત્યારે ગમે ત્યાં આવી જઈ શકે છેને કામ કરી શકે છે એવું નથી કે જેન્સ હોય તો જ કામ થાય આજની મહિલા બધી જ વસ્તુમાં આગળ છે.
સામાજીક અડચણો ઉપરાંત પણ શિક્ષણ મેળવ્યું: ફાતેમા ભારમલ
ફાતેમા ભારમલે અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વુમન્સ ડે પર કે અત્યારે કેમ્પીંગ ચાલે છે. બેટી બચાવો, બેટી પઢાઓ અને વુમન્સ ડે ખરેખર વુમન્સ ડે ઉજવવો જ જોઈએ. અત્યારની નારી બધે જ આગળ જઈ તે પોતે દાઉદી વ્હોરા સમાજમાંથી આવે છે ને તેમની કાસ્ટમાં ભણવું ગણવું તે નથી તેમના ગ્રેજયુએશન એટલે છેલ્લું ગણવામાં આવે છે. આગળ નથી ભણાવવામાં આવતા પણ તેમની ફેમિલિએ તેમને આ તક ભણવાની આપી છે તેથી તે આગળ આવ્યા છે ને પોતાનું વકીલાતનું ભણતર પુરુ કરે છે ને તેમની સરકારના બનાવેલા કેમ્પીંગ પર ચાલીને તેમને આગળ ભણાવ્યા છે.
પગભર મહિલાઓ કોઈપણ પરિસ્થિતિમાં અડગ રહી સામનો કરવા સફક્ષમ: દિપીકા પ્રજાપતિ
માનસિક રીતે ચેલેન્જ હોય તેવી ગર્લ્સને દતક લઈ સેવા આપતા એનજીઓ ચલાવતા દિપીકા પ્રજાપતિના મતે આજની સ્ત્રીઓ ધણી બધી મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે જે માટે તે સમાજ પાસે અપેક્ષા રાખતી હોય છે. મહિલાઓને સન્માન આપવું ખુબ જ જરૂરી છે અને ત્યારબાદ શિક્ષણ આપવું જોઈએ.
મહિલાઓ જો પગભર હશે તો અન્યાય સહન નહીં કરે, તે પોતાનું વિચારી શકે એટલી તૈયાર થઈ શકશે, નારી એ જન્મથી જ શકિતનું ‚પ કહેવાય છે તેમાં ગજબ શકિત રહેલી છે જે એણે પ્રોત્સાહિત કરવામાં આવે તો આગળ વધતા કોઈ નહીં રોકી શકે. માનસિક રીતે ચેલેન્જ હોય તેવી દિકરીઓને સહારો આપી તેમણે શિક્ષણ આપવાની શરૂઆત કરી છે.
તે વિચાર કેવી રીતે આવ્યો તે વિશે તે કહે છે કે, ‘અમે જયારે જોયું કે માનસિક રીતે ચેલેન્જર હોય તેવી દિકરી પણ સમાજનું અવિભાજય અંગ જ છે પરંતુ તેની કાળજી રાખી શકે એ માટે કોઈ વ્યવસ્થા ન હતી જે વધુ દર્દનીય હતું તે માટે હું અને મારા પોતાએ તેમની કાળજી રાખવાના વિચારને કાર્યમાં પરિવર્તન કર્યું. શરૂઆતમાં ઘણી એવી મુશ્કેલીઓ પણ આવી પાંચથી છ વખત જગ્યા બદલવી પડે પરંતુ આજે ૩૬ દિકરીઓ સાથે અમે આ કાર્યને પુરુ કર્યું છે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય મુસ્લિમ સમાજની સ્ત્રીઓ માટે આશિર્વાદરૂપ: શાયેદા ફય્યાઝ સીદીકા
શાયેદા ફ્ય્યાઝ સીદીકાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મ અનુસાર કુરાનના સુરે તલાકમાં કહ્યું છે કે પતિ જો કોઈ કારણસર યા કોઈ તકલીફ હોય તો પત્નિને તલાક આપે, તેને તલાક તલાક તલાક કહેવાથી તલાક માનવામાં નથી આવતું કેમ કે અલ્લાહએ એમને કુકમ નથી કર્યો અલ્લાહએ તલાક પુરી કુરાનમાં નાઝીલ કર્યું છે કે તમે પોતાની પત્નિ સાથે અનબન હોય અને કે તમે પોતાની પત્નિ સાથે નથી રહેવા માંગતા તો તેમને પહેલી તલાક દેવામાં આવશે જયાં સુધી પહેલો માસિક ટાઈમ ન આવે ત્યાં સુધી ન તો તેમની પાસે જઈ શકીએ કે ના તો એમને બીજી તલાક દઈ શકીએ અને એક મહિના પછી ઈ બીજી તલાક એમની પત્નિને દઈ શકે છે ઈ બીજી તલાક પછી પણ તેમની રાહ જોવે છે કે બીજીવાર તે પીરીયડમાં થાય ત્યારે ઈ પાછો પોતાની પત્નિ સાથે નિકાહ કરવા છે તો પછી ત્રીજીવાર તલાક દેવાની હોય અને ત્યારે એવું લાગે છે કે ફરીવાર નિકાહ કરવા છે તો તે બન્ને ફરી નિકાહ કરી પોતાની આખી લાઈફ સાથે જીવી શકે છે.
મેં તોઈ પણ બંનેમાં અનબન છે તો પણ પાછો ત્રીજા તલાક દેવામાં આવે અને પોતાની પત્નિને નિકાહ કરવા છે. જો બંને વચ્ચે સુલેહ થઈ જાય છે તો કલાલા એટલે કે પહેલી પત્નિને બીજી વાર કોઈ બીજી વ્યકિત સાથે નિકાહ કરવું પડે છે. એક વસ્તુ ઈ કે દીકરીઓ છે તો આપણા ઘરનું સંસાર છે.
તેમના વગર આપણા ઘરની રોનક નથી તે નથી તો આપણે કાંઈ નથી પણ છોકરીઓ હર કોઈના નસીબમાં નથી હોતી. અલ્લાહને મંજુર હોય તેના જ ઘરે છોકરીયું હોય છે. એક વાત છે કે પહેલાના જમાનામાં સ્ત્રીઓને કાંઈ વધારે બહાર નિકળવું કે વર્ક કરવું એવું ન હોતું પણ ઈન્સા અલ્લાહ હવે ઈ પણ કહી શકીએ એવી દુવા એક હાથે તાલી નથી વાગતી તેવી જ રીતે માણસ એમની પત્નિ વગર અધુરો જ છે. એક વાત ઈ કે એક નારી સબપે ભારી અને ઈ નીકાહમાં તેમને તેમના સોહર સાથે એટલે પહેલાના પતિ સાથે નથી રહેવું તો. તેમને બીજી પતી સાથે રહેવાની પરવાનગી આપવામાં આવે છે.
આજની સ્ત્રીઓ દરેક ક્ષેત્રે પ્રગતિ પામી છે: વિદ્યાર્થીની
જીવનના એક ક્ષણે એવી પરિસ્થિતિ આવે કે કોઈ સ્ત્રી સાથે અન્યાય થાય પરંતુ જો તે ઉભરીને પોતાની વાતની રજુઆત સમાજ સમક્ષ નહીં કરે તો તેની મદદ અન્ય કોઈ કરી શકશે નહીં. છેલ્લા દસકામાં સ્ત્રીઓમાં કેટલા ફેરફાર આવ્યા તો વિદ્યાર્થીનીએ કહ્યું કે, ‘આજથી ૧૦ વર્ષ પહેલા સ્ત્રીઓ ઘરની બહાર નિકળતા વિચારતી હતી પરંતુ હવે એ રહ્યું નથી હવે સ્ત્રી ઘરની બહાર નિકળવા સક્ષમ બની છે તથા પગભર પણ થઈ છે,સમાજમાં બદલાવ આવ્યો છે અને અલગ-અલગ વિસ્તારો, પ્રદેશોમાં સ્ત્રીઓ આગળ વધી રહી છે તથા સ્ત્રીઓનું પ્રમાણ પણ વઘ્યું છે.