- પૃથ્વીના મીઠા પાણીનો 70 ટકા ભાગ બરફના રૂપમાં અસ્તિત્વમાં !
2023માં હિન નદીઓએ 600 ગીગાટનથી વધુ પાણી ગુમાવ્યું, જે બે અબજ લોકો પીવા, ખેતી અને ઉર્જા ઉત્પાદન માટે હિન નદીઓ, બરફ પીગળવા અને પર્વતીય પ્રવાહમાંથી નીકળતા પાણી પર આધાર રાખે છે
જુના સમયમાં જયારે કુવાઓ, તળાવો, નદીઓ, નહેરો દરેક જગ્યાએ જોવા મળતા હતા, પણ હવે પાણીનું સ્તર ધીરે ધીરે ઓછું થઇ રહ્યું છે, જેના કારણે વિશ્ર્વભરમાં જળ સંકટ ઉભુ થયું છે. કદાચ આવનારુ વિશ્ર્વ યુઘ્ધ પાણીને કારણે થશે તેવી ચર્ચા અને ભીતી ે. 1992માં બ્રાઝિલ ખાતે સંયુકત રાષ્ટ્રે વિશ્ર્વ જળ દિવસ ઉજવવાનું નકકી કર્યુ હતું. 1993માં પ્રથમવાર આ દિવસ ઉજવીને વિશ્ર્વભરના લોકોને જાગૃત કરાયા હતા. પાણી આપણાં જીવન માટે અમુલ્ય છે. અને તે લોહી કરતાં પણ કિંમતી છે. આપણું શરીર પણ 70 ટકા પાણીથી ભરાયેલ છે. વિશ્ર્વભરમાં અને પૃથ્વી પરનાં 71 ટકા પાણી પૈકી માત્ર 3 ટકા જ પાણી પીવા લાયક છે, એમાં પણ પ્રદુષણને કારણે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પૃથ્વીના મીઠા પાણીનો 70 ટકા ભાગ બરફના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે. 2023 માં હિમ નદીઓએ 600 ગીગાટનથી વધુ પાણી ગુમાવ્યું જે પ0 વર્ષમાં નોંધાયેલ સૌથી મોટું નુકશાન ગણાય છે. પૃથ્વી પરના બે અબજ લોકો પીવા, ખેતી અને ઉર્જા ઉત્પાદન માટે હિમ નદીઓ, બરફ પીગળવા અને પર્વતીય પ્રવાહમાંથી નીકળતા પાણી પર આધાર રાખે છે. આ વર્ષની ઉજવણી થીમ : હિમ નદી સંરક્ષણ છે, જે ભવિષ્ય માટે થીજી ગયેલા જળ સંશાધનોના રક્ષણ કરવા બાબતે સૌને જાગૃત કરે છે. ગ્લેશિયર્સ સંરક્ષણ એ એક અસ્તિત્વ ટકાવી રાખવાની વ્યુહરચના છે. ઝડપથી પીગળી રહેલા હિમ નદીઓના પાણી પ્રવાહમાં અનિયમિતતા પેદા કરતાં પૃથ્વી પર ઉંડી અસર પડી છે. આ વિશ્ર્વ જળ દિવસ પર આબોહવા પરિવર્તન અને વૈશ્ર્વિક જળ સંકટનો સામનો કરવા આપણે સૌએ સાથે મળીને કામ કરવું જ પડશે. પૃથ્વી પરના તમામ જીવો પાણીમાંથી જ ઉત્પન્ન થયા છે, અન્ય ગ્રહ પર વૈજ્ઞાનિક દ્વારા પાણી છે કે નહી તેની શોધખોળ ચાલુ છે. પાણી એ જ જીવન છે, કારણ તેના વગર જીવનની કલ્પના શકય જ નથી. પૃથ્વીના 71 ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે. બાકીના ભાગમાં માણસો, પ્રાણીઓ, જંગલો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો કે પર્વતો આવેલા છે. દરેક જીવ પાણી પર નિર્ભર છે. પાણીની કટોકટીના કારણોમાં તેનો બગાડ, વસ્તી વધારો અને ઔદ્યોગિકીકરણ છે. માણસ અને પ્રાણીઓના જીવનમાં પાણીને પ્રાથમિક અપાય છે, પણ માનવ જાત તેના સંરક્ષણમાં હજુ ઘણી પાછળ છે. પૃથ્વી 71 ટકા પાણીથી ધેરાયેલી છે. પણ તેમાંથી 97 ટકા પાણી પીવા લાયક નથી. માત્ર ત્રણ પાણી પર સમગ્ર દુનિયા જીવીત છે.
દર વર્ષે આજે રર માર્ચે આ દિવસની ઉજવણી લોકોને પાણી બચાવવાની પ્રેરણા આપે છે. વર્તમાન સમયમાં જળ સંકટ દિન પ્રતિદિન વિકટ સ્વરુપ ધારણ કરી રહી છે, ત્યારે જળ વ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે જરુરી પાણીની ભયંકર કટોકટીના પગલે વિશ્ર્વમાં સાઉથ મુશ્કેલી ભોગવી રહ્યા છે. આપણાં દેશમાં બેંગલોરમાં પણ 2031 સુધીમાં જળ સમસ્યા ધેરી બનશે એવી ચેતવણી આપી છે, કારણ કે ત્રીસ વર્ષ પહેલા કુવરની સંખ્યા માત્ર પાંચ હજાર હતી, જે આજે સાડાચાર લાખ પર પહોંચી જતાં જમીન તળ ખાલી થઇ ગયા છે. આ જ રીતે દેશના અન્યો શહેરો પણ ભવિષ્યમા આ મુશ્કેલીમા: આવશે. પૃથ્વીનું અસ્તિત્વ જળ, વાયુ અને વન્ય સૃષ્ટિ પર નિર્ભર છે, આજના દિવસે બધાએ સંકલ્પ કરવો જોઇએ કે પાણીને સાવ ‘પાણી’ ની જેમ વેડફી ન નાખી એ આપણા દેશ ભારત અને એમાં પણ ગુજરાત રાજયના કચછ, કાઠિયાવાડ, ઉતર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળ સમસ્યા વર્ષો જુની છે. નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતાં કારખાનાના ગંદા પાણી તેમજ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા આપણા દેશમાં ઘણી મોટી છે.
માત્ર 3 ટકા પાણી પર સમગ્ર દુનિયા જીવીત છે!
પાણીનું આપણાં જીવનમાં શું મહત્વ છે, તે સૌ કોઇ જાણે છે. દુનિયાનો 70 ટકા ભાગ પાણીથી ધેરાયેલો છે. જે પૈકી 97 ટકા પાણી પીવા લાયક નથી. માત્ર ત્રણ ટકા પાણી પર જ સમગ્ર દુનિયા જીવીત છે. આજે પણ કરોડો લોકો પીવા માટેનું શુઘ્ધ પાણી ઉપલબ્ધ નથી. એક સર્વેક્ષણ મુજબ 1.6 ટકા પાણી જમીનની નીચે જોવા મળે છે. પૃથ્વી પર જોવા મળતાં 97 ટકા પાણી દરિયા અને મહાસાગરોમાં છે. જે પીવા માટે લાયક નથી. પાણી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરુપે વાતાવરણમાં મળી આવે છે. ચોમાસાના સારા વરસાદથી પાણી સમસ્ય ઓછી થાય પણ દુષ્કાળ પડે ત્યારે સમસ્યા ઘણી વકરે છે.
આ વર્ષની ઉજવણી થીમ ‘હિમ નદી સંરક્ષણ’ છે, જે ભવિષ્ય માટે થીજી ગયેલા જળ સંશાધનોના રક્ષણ કરવા બાબતે જાગૃત કરે છે: ગ્લેશિયર્સનું સંરક્ષણએ એક અસ્તિત્વ ટકાવી રાખવાની વ્યુહ રચના છે