બંગલાઓ કે નવા બનતા ફલેટમાં અગાશી સિવાયની ખુલ્લી જમીનમાં વરસાદનું પાણી રોડ પર જાય છે તેને બચાવવા ગ્રાઉન્ડમાં રિચાર્જ બોર બનાવી પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરવી જોઇએ તેમ પર્યાવરણ પ્રેમી અને અગ્રણી સામાજીક કાર્યકર રમેશભાઇ ઠકકરે જળ સંચય દિને જણાવ્યું હતું.
રાજકોટમાં આજી, ન્યારી અને લાલપરી ત્રણ ત્રણ નદી છે ત્રણ ડેમ છે. પરંતુ વસ્તી વધતા પાણીનો ખૂબ વપરાશ ખૂબ જ વધ્યો છે. આજે સૌની યોજના નર્મદા માતાને સરકારએ દરેક જગ્યાએ પહોંચાડવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે પરંતુ કયાં સુધી ? જુના રાજકોટમાં પહેલા ડંકીમાં 35 થી 40 ફૂટે પાણી હતું આજે પાણીના સ્તર નીચે જતા 800 થી 1900 ફુટ સુધી બોર કરવા પડે છે. જમીનમાં પાણી ઓછુ થવાથી ગરમીનું પ્રમાણ વધે છે અને પાણીની ઘટ પણ સર્જાય છે આ માટે દરેક ગામ અને શહેરમાં મકાનોમાં અગાસી સીવાય ખુલ્લી જગ્યામાં પાકુ બાંધકામ અને રસ્તા પાકા થઈ ગયેલ હોવાથી ફળીયાનું પાણી ફલેટ અથવા બંગલાનું સંપૂર્ણ પાણી નીચે ઉતારવા માટે રાઉન્ડના પાણીને ઉતારવા માટે વધુ નવા બોર રીચાર્જ કરીએ કેમ કે આપણે બધા જ જમીનમાં બોર કરીને પાણી ખેંચીએ છીએ જે તે પાછું આપવા માટે ઘણી મોટી જગ્યા નીચે ખાલી પડી છે. આ માટે ડેમ કે ચેમડેમ કરવા કરતા ખર્ચ પણ ઓછો આવશે, પાણી પણ સુધરશે અને પાણીને ઘર ઘર સુધી પહોચાડવાનો ખર્ચ પણ ઓછો આવશે, આમ કરવાથી શુદ્ધ અને સાત્વીક અને જરૂરી મીનરલ સાથેનું પહેલાની જેમ જ પાણીની બચત થાય તેવું મારું માનવું છે,
હાલમાં જ રાજકોટના તેમજ અમદાવાદના મોટા ગજાના બીડરે આ વ્યવસ્થા પોતાના 200 ફલેટની કીમમાં અમલ કરેલ છે તેવું જાણવા મળેલા છે. બિહડ2 મિત્રો તેમજ નવા બનતા મકાન ધારકોને વિનંતી કે અગાસીનું પાણી રીચાર્જ બોર કરીએ છીએ તેવી રીતે આપણા ફળીયાનું કે ગાઉન્ડનું પાણી રીચાર્જ થાઈ તે માટે વધુ બોર બનાવીએ.
રાજકોટમાં શેડ બિલ્ડર્સે સીલ્વર હાઈટસ બીલ્ડીંગ 25000 વાર જગ્યામાં પ0 થી વધુ 6 ઈચના અને 200 ફૂટ ઉંડા બોર બનાવ્યા છે અને તેને અઢી ફૂટ ઉંડી ચેનલ દ્રારા જોડી દીધા છે જેથી વરસાદનું પાણી સંપૂર્ણપણે જમીનમાં ઉતરે અને આવું જ કાર્ય શહેરના ઘણાબધા બિલ્ડર્સ મિત્રોએ કર્યુ છે દરેક બીલ્ડર્સ, ફલેટ ધારકો, બંગલા ધાર કો, ટેનામેન્ટ તેમજ કોમર્શીયલ કોમ્પલેક્ષ ધારકો પોતાના કંપાઉન્ડનું પાણી જમીનમાં ઉતરે તે માટે રીચાર્જ બોર કરે.
હાલમાં દરે ક ઘરોમાં સંડાસ-બાથરૂમમાં એસીડ વાપરવામાં આવે છે અન્ય કેમીકલથી ધોવામાં આવે છે જેના હિસાબે પાણી બગડે છે અને ગટર દ્રારા આ પાણી ડેમમાં જતા અને તે પાણી ખેતરોમાં વપરાતા લીવર, કેન્સર અને સ્કીનના રોગોની ઉત્પતી થાય છે તો તેના ઉપર બેન મૂકીને જળની શુધ્ધતા સુધારી શકાય આ માટે યોગ્ય પગલા લઈ શકાય તેવી વિનંતી છે.