સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. 1993ના રોજ  સયુંક્ત રાષ્ટ્રીય સંઘની સામાન્ય સભામાં ૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.

ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યના કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ઘણી મોટી છે.

મનુષ્યની પાણીની જરૂરિયાત દિવસે-દિવસે વધતી જાય છે. તેમાં ઘટાડો થવાની સંભાવના નથી. પરંતુ પ્રાપ્ત થતુ જળ ઘટતું જવાનું છે. માટે પાણીનો સંચય અને સંરક્ષણ અતિ મહત્વના છે. પૃથ્વી પરના જીવનના દરેક સ્વરૂપમાં જળચક્ર વાહક સંસાધન છે. માનવ જીવનનાં તમામ પાસાંઓ પર, આરોગ્ય અને સ્વચ્છતાથી લઈને આરાર સુધી બે અસર કરે છે. જળ આપણી જૈવિકરચના અને પર્યાવરણનું ખૂબ આવશ્યક, અભિન્ન અંગ છે તથા આપણી વિકાસ શક્તિની તે ઊર્જા છે. વસતિ વધારો, જમીન વપરાશના પ્રકારો અને જળવાયુ પરિવર્તનને કારણે આ પરિમિત સંસાધન આજે અસાધારણ દબાણ હેઠળ છે.

તો હવે પ્રશ્ન થાય કે એકબાજુ પાણી ની અછત છે અને બીજી બાજુ શુદ્ધ પાણી પણ શરીર માટે અત્યંત આવશ્યક છે.

70% રોગો પાણીજન્ય છે. કોલેરા, ઝાડા, ઉલટી, મલેરિયા, ટાઇફોઈડ, હીપેટાઇટીસ A,.  લીડ પોઇઝનીંગ અને ફ્લોરોસીસ જેવા અનેક રોગો અશુદ્ધ અને દૂષિત પાણી થી થાય છે. જેનાં એક માત્ર વિકલ્પ છે, RO Technology.

RO Technology નાં રિજેક્ટમા નીકળતું અશુદ્ધ પાણીને અન્ય જગ્યાને વાપરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે.

RO Technologyના વેસ્ટમા નીકળતું અશુદ્ધ પાણીને આપણે ટોયલેટ ક્લીનીંગ તેમજ બગીચા માં કરી શકીયે અને તેં કરવો જ જોઇયે તેનો આગ્રહ રાખવો જોઇયે.

જે પાણીમા ઓછા ક્ષાર(TDS) હોય ત્યાં UV કે  UF technology વાપરી શકાય જેનાથી પાણી શુદ્ધ પણ થાય અને પાણી નો બગાડ ન થાય.

આધુનિક વોટર technology ના ફ્ળ સ્વરુપ water recycle કરવું અત્યંત સહેલું થયું છે, તેં દ્રારા આપણે લાખો ગેલન પાણી બચાવી શકાય.

વરસાદ એ કુદરતની અમુલ્ય ભેટ છે. ઇઝરાયલ જેવા દેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ 6 ઇંચ પડે છે તો પણ તે લોકોએ હરિયાળી ક્રાંતિ કરી છે. તો આપણે પણ સજાગ થવું પડશે. વરસાદી પાણી ને ટાંકામા સંગ્રહ કરીને આખું વર્ષ પીવાના પાણી તરીકે વાપરી શકાય અને વરસાદી પાણી ને જમીનમાં ઉતારી શકાય અને આ રીતે ભગવાનના પ્રસાદ રૂપ પાણી નો સંગ્રહ કરી શકીયે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.