રૂ ૨૧૫ કરોડના ખર્ચે અલંગને વિકસાવવામાં આવશે
યાર્ડની કામગીરી મુલાકાતીઓ જોઇ શકે માટે ટાવર ઉપર દુરબીનો મુકાશે
એશિયાના સૌથી વિશાળ અલગ શીપ બ્રેકીંગ યાર્ડને વિકસાવવા હવે અલંગમાં યુઘ્ધજહાજો પણ તોડવામાં આવશે જે વિશ્વની એકમાત્ર જગ્યા બનશે જયાં યુઘ્ધના જહાજો તોડવામાં આવશે. રાજય પરિવહન અને હાઇવે, શિપીંગ, કેમીકલ ફર્ટીલાઇઝર્સના જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં વિશ્વભરના વહાણો માટેના બ્રેકીંગ યાર્ડની કોઇ સુવિધા નથી. માટે મંત્રાલયે અલંગને ઇકો ફ્રેન્ડલી યાર્ડ બનાવવા માટેની પહેલ કરી છે. મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે રૂ ૨૧૫ કરોડના ખર્ચે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને અલંગ શીપ રિસાઇકલ યાર્ડ એસોસીએશન દ્વારા અલંગનો વિકાસ કરવામાં આવશે. જહાજોના નિકાલની વ્યવસ્થા ન હોવાથી યુઘ્ધ જહાજો ગમે ત્યાં રાખી દેવામાં આવે છે.
હજારો વહાણો ખંઢેર હાલતમાં સડી રહી છે. અને અલંગ તેના માટેનું શ્રેષ્ઠ સ્થળ બની શકે છે આ બીઝનેસ કલ્પાનશિકત કરતાં પણ મોટો છે. યાર્ડના વિકાસ માટે ફેરસ ફંડ દ્વારા માળખાગત સુવિધા જેમ કે સવિસ રોડ પાણીની પાઇપ લાઇન, ફાયર ફાઇટર, એલએનજી અને પીએન્ડજી, બાઉન્ડ્રીની દિવાલો, અને પાણીના નિકાલ જેવી સુવિધાઓ ઉલપબ્ધ કરવામાં આવશે.
સુરક્ષાને ઘ્યાનમાં લઇ યાર્ડમાં સ્ટ્રેટેજીક પ્લેસ ઉપર ડીઝીટલ સિકયોરીટી કેમેરા રાખવામાં આવશે જે રાત્રીના સમયે પણ કાર્યરત રહેશે. અલંગના યાર્ડમાં છ થી સાત ટાવરનું નિર્માણ કરવામાં આવશે. ટાવરની ઉપર હાઇ કવોલીટીના દુરબીન રાખવામાં આવશે.
જયાંથી મુલાકાતીઓ શિપ બેકીંગ પ્રોસેસને જોઇ શકશે જથી આ બીઝનેસને બુસ્ટર ડોઝ મળશે અને અલંગનો વિકાસ પણ થશે આ મહત્વકાંક્ષી પ્રોજેકટને ઝડપથી પુર્ણ કરવા સરકાર તૈયારી કરી રહ્યું છે.