• દર વર્ષે 1 નવેમ્બરે ઉજવાય છે વર્લ્ડ વીગન ડે
    જાણો શું છે વેજીટેરિયન લાઈફસ્ટાઈલના ફાયદા
    ડાયેટ ફૉલો કરતા પહેલાં જાણી લેજો ફાયદા-નુકસાન

World Vegan Day: દર વર્ષે 1 નવેમ્બરના દિવસે દુનિયાભરમાં વર્લ્ડ વીગન ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ લોકોને વેજીટેરિયન લાઈફસ્ટાઈલ ફોલો કરવાના ફાયદા વિશે જણાવવાનો છે.

લોકોને પ્લાંટ બેસ્ડ ભોજનના ફાયદા વિશે જણાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 1 નવેમ્બરે વર્લ્ડ વીગન ડે ઉજવવામાં આવે છે. ફિટનેસ ફ્રિક લોકોની વચ્ચે હાલ વિગન ડાયેટનો ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે વીગન ડે પહેલી વખત 1994માં ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન હેલ્ધી રહેવા માટે ભોજનનું હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે.

પ્લાન્ટ બેસ્ડ ડાયેટને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. આ પ્રકારની ડાયેટમાં ફાઈબર વધારે અને કોલેસ્ટ્રોલ ઓછુ હોય છે. જેમાં ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. પરંતુ તેનાથી ઘણા પોષક તત્વોની કમી પણ થઈ શકે છે. તો જાણો વીગન ડાયેટના આવા જ ફાયદા અને નુકસાન વિશે.

વીગન ડાયેટના ફાયદા

હાર્ટ હેલ્ધ

HEART

શાકાહારી ભોજનમાં સેચ્યુરેટેડ ફેટ્સ ઓછી હોય છે. તેનાથી હાર્ટની બીમારીનો ખતરો ઓછો રહે છે.

વજન પર નિયંત્રણ

વજન પર નિયંત્રણ

શાકાહારી ભોજન વજન ઓછુ કરવા અને તેને મેન્ટેઈન રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં કેલેરીનું પ્રમાણ ઓછુ હોય છે.

કેન્સરનો ખતરો ઘટાડે

કેન્સર

અમુક સ્ટડીઝથી સંકેત મળ્યા છે કે શાકાહારી ભોજનથી ઘણા પ્રકારના કેન્સર થવાનો ખતરો ઓછો થાય છે. જેમ કે કોલોરેક્ટલ કેન્સર.

બ્લડ શુગરમાં નિયંત્રણ

બ્લડ શુગર

શાકાહારી ભોજનથી બ્લડ-શુગર સામાન્ય રહે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

પાચન રહે છે

PACHAN

સ્વસ્થ્ય શાકાહારી ભોજનમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી પાચન ક્રિયા સારી રહે છે અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.

વીગન ડાયેટના નુકસાન

પોષક તત્વોની કમી

શાકાહારી ભોજનથી વિટામિન બી-12, વિટામિન-ડી, કેલ્શિયમ, આયર્ન અને ઓમેગા-3 ફેટી એસિડ્સની કમીનો ખતરો રહે છે. એવામાં ઉચિત સપ્લીમેન્ટ્સ લેવા જરૂરી છે.

પ્રોટીનની કમી

શાકાહારી લોકોના શરીરમાં હાઈ ક્વોલિટી પ્રોટીનની કમી રહી શકે છે. તેમને છોડથી મળતા પ્રોટીન્સને ખૂબ સંતુલિત માત્રામાં લાવવાની જરૂર પડી શકે છે.

ઓછી કેલેરી

અમુક લોકોને શાકાહારી ભોજનથી જરૂરી કેલેરી નથી મળતી. જેનાથી તેમનામાં ઉર્જાની કમી જેવી સમસ્યા થઈ શકે છે.

ભોજન રાંધવાનો પડકાર

પ્લાન્ટ બેઝ ભોજન રાંધવા માટે સામાન્ય રીતે વધારે તૈયારીની જરૂર પડે છે. કારણ કે અમુક જગ્યાઓ પર જ આ વસ્તુઓ મર્યાદીત પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.