કાચબાનું આયુષ્ય 300 વર્ષ જેટલું હોય છે: વિશ્ર્વનો સૌથી મોટો કાચબો ‘આસેલોન’ પ્રજાતિનો હતો, જેનું વજન બે હજાર કિલો હતું: આજે લોકોમાં તેને પાળવાનો વધુ ક્રેઝ જોવા મળે છે
દુનિયામાં વિવિધ જીવસૃષ્ટિ માનવની સાથે વસવાટ કરી રહી છે. ગ્લોબલ વોમિંગને કારણે તથા બગડતા પ્રદુષણો ઘણા જીવજંતુ, પશુ પંખી અને પ્રાણીઓનું મુળ પર્યાવરણ અને રહેઠાણો છીનવી લીધા છે. વૈશ્ર્વિકસ્તરે આજે ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે. આ બધા જીવજંતુને કારણે આપણું પર્યાવરણ શ્રેષ્ઠ રહેતું હોવાથી તેની જરુરીયાત છે એ નગ્ન સત્ય છે. આજે વિશ્વ કાચબા દિવસ છે. ર000 ની સાલમાં અમેરિકન કાચબા બચાવ સંસ્થા દ્વારા આ દિવસ ઉજવવાનું નકકી કરતાં દર વર્ષે છેલ્લા બે દશકાથી વૈશ્ર્વિક સ્તરે આની ઉજવણી થકી લોકોમાં જનજાગૃતિ પ્રસરાવાય છે.
દરિયાઇ કે જમીની કાચબાની વિવિધ પ્રજાતિ છે. વિશ્વમાં ત્યારે ‘આર્સેલોન’ નામક કાચબા પ્રજાતિ લુપ્ત થઇ ગઇ છે. વિશ્વનો સૌથી મોટો કાચબો આ પ્રજાતિનો હતો. જેનું વજન બે હજાર કિલોનું હતું. તેની લંબાઇ 6 ફુટ હતી. કાચબો લાંબુ જીવતું જીવ છે. અગાઉ પ્રાચીન કાળમાં રાજા-રજવાડાના યુઘ્ધમાં તેની ઢાલ બનાવાતી જે ખુબ જ સખ્ત હોવાથી સ્વબચાવમાં ખુબ જ કામ આવતી હોવાથી તેનો ઉપયોગ થતો હતો. આજના દિવસે તેનો ઇતિહાસ, તેની સમજ વિગેરે વાતો તમારા સંતાનોને કહીને તેઓને શિક્ષત કરજો.
કાચબાની પ્રજાતિ વિશ્વમાં સૌથી જાુની પ્રજાતિઓ પૈકી એક છે જે ર00 મિલિયન વર્ષ જાુની છે. આપણી જાુની પ્રજાતિઓ ચકલીઓ, સાપ, ગરોડી પહેલા ધરતી ઉપર અસ્તિત્વ ધરાવે છે. દર વર્ષે અપાતી થીમ માં આ વર્ષે ‘દરેકને પ્રેમ કરો અને કાચબાને બચાવો છે’ કાચબો પૃથ્વી ના પર્યાવરણીય રચનામાં મહત્વની કડી છે. આ સરી સૃપ વિશ્વભરમાં વિવિધ વસવાટોની શ્રેણીમાં છે. આમ તો કાચબો જંગલ કે દરિયા, સરોવરમાં રહેતું પ્રાણી છે. પણ આજે લોકોને તેને પોતાના ઘરોમાં પાળવા લાગ્યા છે કાચબો 300 વર્ષ સુધી જીવી શકે છે.
ઘરે લાવો કાચબો, મળશે ખુબ લાભ!!
ચીની ફેંગસૂઇ અને ધાર્મિક માન્યતા અનુસાર ઘર અથવા આપણા કાર્ય સ્થળ પર કાચબો રાખવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. તેવી માન્યતાઓ છે. ફેંગશુઇ વિજ્ઞાન અનુસાર કાચબો રાખવાથી તેની જેમ ઘરના લોકોનું આયુષ્ય લાંબુ બને છે તેવી પણ લોકવાયકા છે. પૌરાણિક ગ્રંથોમાં પણ કાચબાનો ઉલ્લેખ જોવા મળે છે. હિન્દુ ધર્મ અનુસાર કાચબો શુભ અને સમૃઘ્ધનું પ્રતિક મનાય છે. ભગવાન વિષ્ણુએ સ્વંયે કાચબાનો અવતાર ધારણ કરેલો જેને કૂર્મ અવતાર પણ કહેવાય છે.