વિશ્વ ક્ષય દિવસ: થીમ ” Yes ! WE CAN # End TB, Commit, Invest, Deliver ! — નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર, દ્વારા ‘ટીબી મુક્ત ભારત, જન આંદોલન “જન જાગૃતિ રેલોનું આયોજન કરી જનજાગૃતિનો સંદેશ આપ્યો — જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી પ્રારંભાયેલી રેલી સફેદ ટાવર, સંતોષ ચોકડી, તાલુકા આરોગ્ય કચેરી ટેકરા ફળિયા, રાજપીપલા ખાતે પૂર્ણાહુતી — રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં “૨૪ મી માર્ચ, ના રોજ વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વર્ષની થીમ ” Yes ! WE CAN # End TB, Commit, Invest, Deliver ! અંતર્ગત “ટીબી હારેગા દેશ જીતેગા” ઉજવણી ના ભાગરૂપે નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર, દ્વારા ‘ટીબી મુક્ત ભારત, જન આંદોલન “જન જાગૃતિ રેલીને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા ક્ષય કેન્દ્રના કેમ્પસ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું.
આ પ્રસંગે આરોગ્ય સમિતીના ચેરમેન રશ્મિકા વસાવાએ જણાવ્યુ હતુ કે, ૨૪ મી માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરી ટીબી મુક્ત ભારત વિશે આરોગ્ય કર્મચારીઓએ જનજાગૃત વિશે માહિતી આપી અને જનજાગૃતિની રેલી યોજી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આરોગ્ય વિભાગને અભિનંદન પઠવાતા જણાવ્યુ કે, નર્મદા જિલ્લાની ૪૪ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત બની છે. રેલીમાં સહભાગી નોંધાવીને એમ.ઓ.ડી.ટી.સી ડો. હેતલ નાયકે જણાવ્યુ હતું કે, જિલ્લા કક્ષાની રેલીનુ આયોજન કરી લોકોને ટીબી વિશે જનજાગૃતિ કરવામાં આવી હતી. રેલી જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદા, જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેથી પ્રારંભાયેલી રેલી સફેદ ટાવર, સંતોષ ચોકડી, તાલુકા આરોગ્ય કચેરી ટેકરા ફળિયા, રાજપીપલા ખાતે પૂર્ણાહુતી થઈ હતી. રેલીમાં નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ, આરોગ્ય કર્મીઓ મોટી સંખ્યામાં જોડાઈને વિવિધ સ્લોગનના ઉચ્ચારણ અને પ્લે-કાર્ડ, બેનર્સ સાથે ટીબી જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
આ વેળાએ ટીમ બીરસામુંડા નર્સીગ કોલેજના વિધાર્થીઓ દ્વારા ‘ટીબી મુક્ત ભારત’ અંગે નાટક રજૂ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વનિતા વસાવા, તાલુકા આરોગ્ય અધિકારી નાંદોદ ડો.એ.કે.સુમન, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મીઓ, નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.