આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે, આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ છે. આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ હોય જેના પ્રત્યે સંવેદના છે, આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રભકિત સમાજમાં છે, અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વહોરી લેનાર સમાજના સમરસ વિકાસ થશે. સોમનાથ મંદરિની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસી વીરોના બલિદાન એળે જવા દેવાશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામે લડયા હતા, ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કુરબાની આપી છે. અગાઉની સરકારોએ કયારેય આવા વીર સપૂતોને યાદ કર્યા નથી, પરંતુ આ સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરી આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો નિર્ણય કર્યો છે. તેથી જ આ દિવસને વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ઉજવાય છે જેથી કરીને આપણે આ દિવસે આદિવાસીઓ ને યાદ કરીએ..
આજે 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ છે બધા રાજ્યો માં આદિવાસી દિવસ ઉજવે છે પણ ખબર એ દિવસ ઉજવવા પાછળ નું કારણ એ દેશની લડાઈમાં શહિંદ થનારા વધારે આદિવાસી સમુદાયના જ હતા.જેથી આ દિવસને આપણે યાદ કરીને આદિવાસી જન-જાતિના લોકોને મદદરૂપ થઈએ.
આ દિવસને વિશ્વભરમાં વસવાટ કરતા મુળ નિવાસી સમુદાય એટલે કે આદિવાસી સમાજને એમનો હક્ક ,અધિકારો મળે અને તેઓ અન્ય સમાજની હરોળમાં આવી શકે એ હેતુથી યુનોની સામાન્ય સભાએ આ દિવસની ઉજવણી કરવાનું ઠરાવેલ છે.
અન્ય પછાતોની અનામત આંધીની ચકાચૌંધમાં, 9 ઓગસ્ટના રોજ ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની માધ્યમોએ ખાસ નોંધ ન લીધી. ગુજરાતની પૂર્વ પટ્ટીના જંગલો અને વનોના 17 ટકા વિસ્તારોમાં રહેતા અને 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને આપણે વિકાસના મુખ્ય ધારાપ્રવાહથી અલગ પાડી દીધા છે. આ વિસ્તારમાં રહેતા 1 કરોડ જેટલા આદિવાસીઓ કેવું જીવન જીવે છે તે અંગે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિન નિમિત્તે જણાવાય છે.