આજરોજ ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 19મી નવેમ્બર “વિશ્વ શૌચાલય દિવસ” નિમિતે ડાંગ જિલ્લા કલેટક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર મહેશ પટેલ તેમજ ઉપસ્થિત જિલ્લાના અન્ય ઉચ્ચાધિકારીઓના હસ્તે લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજુરી પત્ર વિતરણ કરાયા હતા. ડાંગ જિલ્લામાં વર્ષ 2014 થી વર્ષ વર્ષ 2023 સુઘીમાં 50 હજાર 235 જેટલાં શૌચાલયો બનાવવામાં આવ્યાં છે. તેમજ વર્ષ 2024-25 ના વર્ષમાં કુલ 1325 શૌચાલયોનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમજ આગામી 10 ડિસેમ્બર 2024 સુધી ચાલનાર આ અભિયાનમાં શૌચાલયનો લક્ષ અને સ્વચ્છતા બાબતે કાર્ય કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમ સહિત યોજાયેલ સ્વચ્છ ભારત મશિન-ગ્રામીણ ફેઝ-રના સુચારૂ અમલીકરણ માટે ડાંગ ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય, OLD PLUS મોડેલ વિલેજ, 311 ગામોમાં પિવાના પાણીના વ્યવ્સથા તેમજ ઉકાઇ ડેમ આધારિત મંજુર થયેલ 866 કરોડની યોજનાનું કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓ તથા સરપંચઓ, લાભાર્થીઓ ઉપસ્થિતી રહ્યા હતા.
ડાંગમાં જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ‘વિશ્વ શૌચાલય દિન’ની કરાઇ ઉજવણી
"World Toilet Day" was celebrated in Dang under the chairmanship of District Collector Mahesh Patel