ભગવદ્ ગૌ મંડળ ગ્રંથના આધારે પૂર્વ 1280માં ગુજરાતીમાં પ્રથમ નાટક લખાયેલ બાદમાં 1851માં નર્મદે બુધ્ધિવર્ધક સંસ્થા શરૂ કરીને બાદમાં મુંબઈમાં સેકસપિયરના નાટકોની કલબ શરૂ થઈ
ગત્ માર્ચ 2020થી આજ દિવસ સુધી કોરોના કાળમાં કલાકારોનો કપરો કાળ ચાલી રહ્યો છે
સમગ્ર વિશ્વ આજે રંગભૂમિ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે પ્રવર્તમાન કોરોના મહામારીમાં સિનેમાઘરો-નાટયગૃહો સહિત રંભભૂમિની પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગી ગઈ છે. રંગભૂમિ કલાનો મૂળ આપણને વેદ-ઉપનિષદમાં પણ જોવા મળે છે. માનવનું જીવન એક નાટક જ છે. જીવનમાં આપણે વિવિધ સંબંધો સાથે કરતા વ્યવહારો એક પ્રકારે અભિનય જ છે.અત્યારે તો ફિલ્મો-નાટકોની સાથે સંકળાયેલા તમામ લોકો અને કલાકારો કપરાકાળમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે અમુકે બીજો ધંધો શરૂ કરી દીધો છે છેલ્લા 1 વર્ષથી કલાકારો માટે કપરો કાળ ચાલી રહ્યો છે. ત્યારે સંગઠને કલાકારોને સહાયભૂત થઈને થોડીરાત આપી હતી.
આજે હવે ધીમે ધીમે બધુ ચાલુ થઈ રહ્યું છે ત્યારે ફરી ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોના વધતા રંભભૂમિ સાથે સંકળાયેલા કલાકારોને મુશ્કેલી વધી છે. રાજકોટમાં છેલ્લા 30 વર્ષથી નાટક સાથે જોડાયેલા કલાકાર દિનેશવિરાણીએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે હાલ નાટકો માટે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. નાટકો એકાદ બે યોજાયાને ફરી બંધ થયા ત્યારે રાજકોટમાં કયારે શરૂ થશે એ એક પ્રશ્ર્ન છે. અમો બધા નાટકોની ત્રીજી બેલ સાંભળવા રાહ જોઈ રહ્યા છીએ. જાણીતા નાટક-ફિલ્મ કલાકાર મેહુલ બુચે અબતક સાથેની વાતચિતમાં જણાવેલ છે કે કોરોના કાળ પુરો થાય તોજ થિયેટર પાછુ ધબકતું થાય આજે તો વિશ્વરંગભૂમિના દિવસે જ કલાકારો ચિંતિત છે.હિન્દી ટીવી સીરિયલની અંદર ગુજરાતી કલાકારોનું મોટુ યોગદાન છે.ગુજરાતી થિયેટર ઘણું સ્ટ્રોંગ છે. તે સારા વાતાવરણે ફરી બેઠું થઈને લોકોને મનોરંજન માટે ફરી મહેનત કરવા લાગશે. હાલના કપરા કાળમાં સામાન્ય માણસને થોડા આનંદ સાથે હાસ્યની જરૂર છે જે ફિલ્મો અને નાટકોનાં આપી શકે છે.
જાણીતા ટીવી સિરીયલ -નાટક અને ફિલ્મ કલાકાર નયન શુકલાએ અબતક સાથેની વાતચિતમાં જણાવેલ કે રંગભૂમિ અજર-અમર છે. રંગભૂમિને કારણે મારા જેવા અસંખ્ય કલાકારો જીવી રહ્યા છે. ગુજરાતી રંગભૂમીને જીવંત રાખવા દરેક મા-બાપે તેના સંતાનોને ગુજરાતી ફિલ્મો નાટકો બનાવવા અને તેને જોવા પ્રોત્સાહન આપવાની તાતી જરૂરીયાત છે. આજે યુવાવર્ગ હિન્દી ફિલ્મ જોવા જશે પણ ગુજરાતી નાટકો-ફિલ્મો નહી આવું ચાલે નહી. અંગ્રેજી માધ્યમાં ભણતો વિદ્યાર્થી પણ ગુજરાતી ફિલ્મો નાટકો જોતો થાય તે જરૂરી છે. આજે ગુજરાતી કલાકારોને બોલીવુડમાં ધણું જ પ્રોત્સાહન મળતા ઘણા કલાકારોએ સારી નામના મેળવી છે.
જાણીતા ફિલ્મ-નાટક અને ગુજરાતી ટીવી સિરિયલના કલાકાર વિક્રમ મહેતાએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું છે કે આજે કોરોનાકાળમા ખરાબ સ્થિતિ ચાલે છે. ત્યારે લોકોએ નાટક જોવાનું ન છોડવું કારણ કે એ આપણી સંસ્કૃતિ છે. ફિલ્મ અને થીયેટર અલગ માધ્યમ છે. રિયલ ટેલેન્ટ થિયેટરમાં જ જોવા મળે છે. આજે વિશ્ર્વરંગભૂમિદિવસે તમામને શુભેચ્છા પાઠવતા વધુમાં જણાવેલ કે કોરોના કાળ પૂરો થાયતેની સૌ કલાકારો દર્શકોને નવુ નવું આપવાની રાહ જોઈને બેઠા છે. સિરીયલોની ટી.આર.પી. વધારવા ગુજરાતી કલાકારોનો સિંહ ફાળો છે.