અશ્વિનની બાદબાકી ભારતીય ટીમ માટે સંકટ ઉભું કરશે !!!
પ્રથમ દિવસે ટ્રેવીસ હેડે સદી ફટકારી, સ્મિથ પણ સદીથી 5 રન દૂર
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી રહી છે. બંને ટીમો પ્રથમ વખત ફાઈનલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમ 2013 બાદ પ્રથમ આઆઇસીસી ટ્રોફી જીતવા માંગશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં રવિચંદ્રન અશ્વિનને તક મળી નથી.
શરૂ થયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન આજના દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવીને 327 રન કર્યા છે. ટ્રેવીસ હેડ 146 રને અને સ્ટીવ સ્મિથ 95 રને રમતમાં છે. આ પહેલા ડેવિડ વોર્નર 43 રને, ઉસ્માન ખ્વાલા 0 રને, માર્નસ લાબુશેન 26 રને આઉટ થયો છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો લડાયક બેટીંગ કરી રહ્યા છે. જ્યારે ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્સન જોવા મળ્યું છે. ત્યારે ભારત તરફથી મોહમ્મદ સામી મોહમ્મદ સિરાજ અને શારદુલ ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી.
એ વાત સ્પષ્ટ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ સિલેક્શનમાં રોહિત શર્મા ગોથું ખાઈ ગયો હતો ત્યારે હવે તેના આ ડિફેન્સિવ નિર્ણયના કારણે ભારતના હાથમાંથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી સરકી જાય તેવી સ્થિતી ઉદ્ભવિત થઈ છે. ત્યારે ક્રિકેટ તજજ્ઞોનું માનવું છે કે રવિશ્ચંદ્રન અશ્વિન ને શું કામ બહાર બેસાડવામાં આવ્યો કારણકે ઓવલની વિકેટ ત્રીજા દિવસથી ટર્નિંગ લેશે ત્યારે જો અશ્વિન ટીમમાં હોત તો તેની અને જાડેજાની જોડી ખૂબ ઉપયોગી નીવડશે.
રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ પર સતત સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે અશ્વિનને પ્લેઈંગ ઈલેવનથી દૂર રાખવામાં આવ્યો અને બેન્ચ પર કેમ બેસાડવામાં આવ્યો. વર્તમાન ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન નંબર વન બોલર છે. ત્યારે ટીમમાં કોઈ ઓફ સ્પિનર નથી તો શા માટે આ નિર્ણય આવકાર્ય નથી. ત્યારે ફાસ્ટ બોલરો દ્વારા જે રીતે બોલીંગ કરવામાં આવી તેનાથી સંપૂર્ણ ડિફેન્સિવ રમત રમાઈ હતી. અને ભારતના બોલરો પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું નહતું. અશ્વિનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હોત તો તે બોલર ઓલ રાઉન્ડર તરીકે ટીમમા પોતાનું પ્રદર્શન કરી શકત. ઓસ્ટ્રેલિયા તરફથી ૫૦૦ રન બોર્ડ ઉપર નોંધાશે તો ભારતીય ટીમ માટે ચિંતા ઉભી થશે.