ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને 4 દિવસ પૂરા થઈ ગયા બાદ આજે પાંચમાં દિવસે પણ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. જો કે બપોરબાદ મેચ શરૂ થાય તેવી શકયતા હતી. ટૂર્નામેન્ટના પહેલા અને ચોથા દિવસે વરસાદને કારણે મેચ ધોવાઈ ગયો હતો જેથી 23 જૂનના રોજ રીઝર્વ ડેનો ઉપયોગ પણ કરવાનું નક્કી કરાયું હતું. આજે પાંચમો દિવસ બન્ને ટીમના પ્રદર્શનથી મેચની દિશા નક્કી કરશે. જો કે હવે એવું નક્કી જ છે કે, વરસાદે ભારતની આબરૂનું ધોવાણ થતું બચાવ્યું હોય કેમ કે, ભારતે આજે મેચ શરૂ થાય તો પણ ન્યુઝીલેન્ડને લીડ આપે તે પહેલા જ ઓલઆઉટ કરવાનો ટાર્ગેટ રાખવો જ પડે અને જો આવું શક્ય ન બને તો કીવી નિશ્ર્ચિતપણે જીતી શકે તેમ છે. જો કે હવે મેચ લગભગ ડ્રો જ થશે અને ડબ્લયુટીસીની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ સરખી હિસ્સે વહેંચી લે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોથા દિવસની જેમ પાંચમા દિવસે પણ વરસાદ પડી શકે છે. મંગળવારે સાઉથ હેમ્પટનમાં 65 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે તેવામાં આજે પણ ફેન્સ નિરાશ થયા હતા. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રી થી મહત્તમ 17 ડિગ્રી સેલ્સીયસ રહે તેવી સંભાવના રહેલી છે. પીચના રીપોર્ટની વાત કરીએ તો મેચ મોડેથી શરૂ થાય અને દિવસે જો સૂર્ય પ્રકાશ રહે તો સ્પીનરોને મદદ મળી શકે તેમ છે. અત્યારે ભારતના અશ્ર્વિન અને ઈશાંતે 1-1 વિકેટ ઝડપી છે. અશ્ર્વિને ટોમ લેશનને કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો જ્યારે ઈશાંતે 54 રન પર બેટીંગ કરી રહેલા ડેવોનને આઉટ કર્યો હતો.

આઈસીસીએ જાહેરાત કરી તે મુજબ ફાઈનલ મેચમાં જીત પ્રાપ્ત કરનાર ટીમને આશરે 12 કરોડ રૂપિયા આપવામાં આવશે જ્યારે ફાઈનલ મેચમાં સામનો કરનાર રનર્સ ટીમને 6 કરોડ રૂપિયા આપવામાં આવશે જો આ મેચ ડ્રો થશે તો 50-50 ટકા ધન રાશી વહેંચી દેવામાં આવશે.

વળી ત્રીજા સ્થાનની દાવેદાર ટીમને 3.3 કરોડ રૂપિયા આપવામાં આવશેે. તેમજ ચોથા ક્રમાંકને 2.5 કરોડ અને પાંચમાં ક્રમાંકને 1.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. અન્ય 5 ટીમોને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા બદલ 73 લાખ રૂપિયા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.