સાઉથેમ્ટમાં રમાઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ શરૂ થઇ ગઇ છે. આજે છઠ્ઠો અને નિર્ણાયક દિવસ છે. બીજી ઇંનિગ્સ શરૂ થયાને થોડા જ સમયમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે આઉટ થઇ ગયા હતા. ભારતે છ વિકેટ ગુમાવી 142 રન કરી લીધા છે. હાલ ક્રિઝ પર પંત અને અશ્વિન બેટિંગ કરી રહ્યાં છે. ભારતે 110 રનની લીડ મેળવી લીધી છે. આજે છેલ્લા દિવસે કુલ 98 ઓવર ફેંકવામાં આવશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડના સાઉથેમ્ટનમાં રમાઇ રહેલી ફાઇનલ મેચનો આજે એટલે છે છઠ્ઠો દિવસ નિર્ણાયક સાબિત થશે. શરૂઆતમાં બે-ત્રણ દિવસ સુધી વરસાદના વિઘ્નને કારણે રમત રોકવાની ફરજ પડી હતી.જો કે વરસાદની શક્યતાને કારણે ICCએ અગાઉથી જ છઠ્ઠો દિવસ રિઝર્વ રાખ્યો હતો. છેલ્લા દિવસે બંને ટીમ જીત માટે એડીચોટીનું જોર લગાવશે. જો કે વરસાદના વિઘ્નને કારણે દર્શકો પ્રાર્થના કરી રહ્યાં છે કે નિર્ણાયક દિવસે વરસાદ ન પડે. ત્યારે હાલ સાઉથેમ્ટનના હવામાનની વાત કરીએ તો ત્યાં સૂર્ય ઉગી નિકળ્યો છે અને રમત દરમિયાન આખો દિવસ વરસાદ પડવાની શક્યતા નહિવત છે.
We are clear for the FINAL Day! ?
This has been the best weather so far I've been here.Final assignment for Weatherman DK ✅#WTCFinal #WTC21final pic.twitter.com/PUUEM7rb69
— DK (@DineshKarthik) June 23, 2021
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચની વાત કરીએ તો પાંચમાં દિવસના અંતમાં ભારત, ન્યૂઝિલેન્ડ કરતાં 32 રન આગળ છે. બીજી ઇનિંગ્સમાં ભારતે બે વિકેટના નુકશાન પર 64 રન બનાવી લીધા છે. હાલ કેપ્ટન વિરાટ કોહલી 8 અને ચેતેશ્વર પુજારા 12 રન બનાવી રમી રહ્યાં છે. ન્યૂઝિલેન્ડ માટે ટીમ સાઉદીએ બંને વિકેટ ઝડપી છે. આ પહેલા પાંચમાં દિવસે ન્યૂઝિલેન્ડની પ્રથમ ઇનિંગ્સ 249 રનમાં સમેટાઇ ગઇ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4, ઇશાંત શર્માએ 3 અને અશ્વિને 2 વિકેટ ઝડપી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલ મેચના પાંચ દિવસના અંતે મેચ વધુ રસપ્રદ બની ગયો છે. આજે રિઝર્વ ડેના સ્વરૂપમાં ૬ઠ્ઠો દિવસ છે. કિવિઝ દ્વારા ૩૨ રનની લીડ મેળવી છે ત્યારે ભારત પાસે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે હજુ ૮ વિકેટ હાથમાં છે ત્યારે ભારતે ૨૦૦+ રન કરવા જરૂરી છે. જો ભારતીય ટીમ ૨૦૦+ રન કરી શકે તો ભારતીય ટીમ ડ્રાઇવિંગ સીટ પર આવી જશે અને જીત તરફની કેડી સરળ બની જશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલ મેચના પાંચમા દિવસની રમતના અંતે ભારતીય ટીમે ૬૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ ઇનીંગમાં ૨૧૭ રન કર્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ ઇનીંગ રમતા ૩૨ રનની લીડ મેળવી હતી. રોહિત શર્મા અને શુભમન ગીલ બીજી ઇનીંગને રમવા માટે મેદાને ઉતર્યા હતા. ગીલ ૮ અને રોહિત ૩૦ રન કરીને વિકેટ ગુમાવી બેઠા હતા. ૨ વિકેટે ૬૪ રન કરીને ૩૨ રનથી ભારત રમતમાં આગળ રહ્યુ હતું.
ભારતીય ટીમે ૩૦ ઓવરની રમત રમી હતી. દિવસના અંતે વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર રહ્યા હતા. કોહલી એ ૮ રન અને પુજારા ૧૨ રન પર રમતમાં હતા. રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદ બંનેની જોડીએ કિવી બોલરોનો સામનો કર્યો હતો.
સવારે વરસાદની અડચણથી રમત નિયત સમય કરતા થોડી મોડી શરુ થઇ હતી. પાંચમાં દિવસની શરુઆત ૨ વિકેટે ૧૦૧ રનથી શરુ કરીને, રમતને ન્યુઝીલેન્ડે આગળ વધારી હતી. મહંમદ શામી અને ઇશાંત શર્માની બોલીંગ સામે આજે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો મુશ્કેલ સ્થિતીમાં નજર આવ્યા હતા. ન્યુઝીલેન્ડ એ ૨૪૯ રનની પ્રથમ ઇનીંગ રમી હતી. આમ ૩૨ રનની લીડ ભારત સામે મેળવી હતી. શામી એ ૪ અને ઇશાંત શર્માએ ૩ વિકેટ ઝડપી હતી.
૨૪૯ રને ઝડપથી ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડીયાને બેટીંગનો યોગ્ય સમય મળી રહ્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગીલ બંનેની જોડી પ્રથમ ઇનીંગની માફક લાંબુ ટકી શકી નહોતી. બંને એ ૨૪ રનની ભાગીદારી રમત પ્રથમ વિકેટ માટે રમી હતી. ત્યારબાદ ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માએ રમતને આગળ વધારી હતી. જોકે રોહિત ૮૧ બોલની રમત રમીને ૩૦ રન કર્યા હતા.
ન્યુઝીલેન્ડના બોલરોએ કસીને બોલીંગ કરી, ભારતીય બેટ્સમેનો પર દબાણ વધારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ શુભમન ગીલની વિકેટ બાદ રમતના દિવસના અંત સુધી ન્યુઝીલેન્ડના બોલરો સંઘર્ષ કરતા રહ્યા હતા. રોહિત શર્મા અને પુજારાએ કિવી બોલરો સામે ધૈર્ય દર્શાવી રમત રમવા પ્રયાસ કર્યો હતો. જોકે ટિમ સાઉથી બંને ઓપનર ખેલાડીઓની વિકેટને એલબીડબ્લ્યુ ઝડપી હતી.