વિશ્ર્વ ટીબી દિવસમાં 1882માં જયારે રોર્બટ કોકસએ સંશોધન કર્યુ કે જે વ્યક્તિમાં હાલમાં જે ટીબીના લક્ષણો છે, તે કાઇ ખોટી માન્યતા, કે અંધવિશ્ર્વાસ નથી, તે માત્ર બેકટેરીયાથી ફેલાતોએ પ્રકારનો રોગ છે.
જયારથી આની શોધ થઇ ત્યારથી વિશ્ર્વભરમાં 24 માર્ચને ટીબી દિવસ તરીકે ઓડખવામાં આવે છે.
પહેલાના સમયમાં ટીબીને રાજરોગ કહેવાતો હતો કારણે ત્યારે તેની સારવાર માટે તેટલી દવાઓ કે સુવિધાઓ ઉપલબ્ધ ન હતી. સાથે તે ખુબ જ મોઘી પણ હતી. ફકત રાજા રજવાળામાં જ પોસાઇ શકે, તેવુ હતુ. ત્યારે હાલ ભારત સરકાર દ્વારા બધી જ જગ્યાઓ ટીબીની મફતમાં સારવાર થાય છે.
લોકોમાં પણ ટીબી વિશે ઘણી જાગૃતતા આવી ગઇ છે. તે કે તે રોગ ચેપી રોગ છે. અને માણસથી માણસમાં ફેલાય છે. ટીબીના લક્ષણોમાં, ઉઘરસ આવતી હોય એબ બે અઠવાડિયાથી સાંજ સુધી થાકી ગયેલુ મહેસુસ થાય, ભુખ ન લાગવી, ખોરાક ઘટવો, વજન ઘટવો અને ઘણી વાર ગળફામાંથી લોહી પણ નિકળતુ હોય છે. ટીબી એ હવાથી ફેલાતો રોગ છે. તેથી જેને તે બીમારી થાય છે તેના પરિવારજનો તેનુ પુરતુ ધ્યાન રાખે સાથે ઉઘરસ આવતી વખતે મોં ઢાંકી દેવુ, એ બધી સામાન્ય બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.
પણ વ્યક્તિને ટીબીના લક્ષણો દેખાઇ છે. તો હાલ સરકાર તરફથી આરોગ્ય કેન્દ્રો પર વિના મૂલ્યે તેનુ નિદાન કરવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રો પ્રાઇમરી સ્ટેજથી લઇ કઇ પ્રકારની દવાઓ લેવી જોઇએ સાથે ખાણી-પીણી અને રેગ્યુલર ચેક અપની પરતી તકેદારી રાખવામાં આવે છે.
અને જો કોઇ દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીનુ નિદાન અને સ્પેશ્યલ નિદાન સરકાર તરફથી તેના ઘર સુધી દવાઓ તથા પ્રોટીન યુકત ભોજન પહોચે તેવી તકેદારી રાખવામાં આવે છે. છ મહિનાથી 18 મહીના સુધી જયા સુધી દર્દી સાજો ન થઇ જાય ત્યાં સુધી તમામ સુવિધાઓ અપાય છે. સાથે દર મહિને 500 રૂપિયા પણ બેંક એકાઉન્ટમાં જમા થઇ જાય છે. સાથે ભારતને 2025 સુધી ભારત સંપૂર્ણ ટીબી મુકત થાય, માણસથી માણસ ફેલાવો ઓછો થાય હેલ્થકેર સીસ્ટમ વધુ સારી થાય, પબ્લિક સેકટરને ઇન્વોલ્વ કરવામાં આવે, તે બેઝ ઉપર ભારતમાં લોકોમાં અવેરનેસ લાવવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાં ટીબીના સીવિયર દર્દીમાંથી 80% રોગ મુકત થાય તેવા ઝુંબેશથી 2025 સુધી ભારત સંપૂર્ણ ટીબી મુકત થાય તે તરફ વળી રહ્યા છીએ.
રાજકોટ જીલ્લાને સબ નેશ્નલ એવોર્ડ આપવામાં આવ્યો છે. 2015થી લઇ હાલ સુધી જેટલા ટી.બી.ના દર્દીઓ હતા 2020 સુધી તેમાં 20% સુધીનો ઘટાડો થયેલ છે કે રાજકોટ જીલ્લાને 20% સુધી કેસમાં ઘટાડો થયા બદલ બ્રોન્ઝ એવોર્ડ અનાયત કરવામાં આવે છે જે રાજકોટ માટે ખૂબ ગૌરવની વાત છે. સાથે સમગ્ર ગુજરાતમાં રાજકોટએ એક અર્બન પોષ્યુલેશન ધરાવે છે, જેને બ્રોન્ઝ એવોર્ડ આપવામાં આવ્યો છે.
થે જ જે દર્દીઓ ટી.બી.ના થડે સ્ટેજમાં હોય, તો તેની દવા ખૂબ જ મોંઘી હોય તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉપાડે છે. સાથે જ તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. સાથે જ આ દવા ખુબ જ મોંઘી હોવાથી, કે કોઇ પણ પ્રાઇવેટ સેકટર કે હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી તે ફકત સરકાર દ્વારા જ આપવામાં આવે છે. સાથે જ તેનું સંપૂર્ણ મોનેટરીંગ કરવામાં આવે છે.
દર મહિને ગરીબ દર્દીઓને પ્રોટીન યુકત રાશનકિટ આપવામાં આવે છે: ડો.એસ.જી.લકકડ
વિશ્ર્વ ક્ષય દિવસ નિમિતે ડો.એસ.જી. લકકડ, તબીબી અધિકારી, જીલ્લા ક્ષય કેન્દ્ર રાજકોટએ અબતક સાથે વાત ચિત કરી હતી અને જણાવ્યુ હતું કે રાજકોટમાં જે ગરીબ દર્દીઓ હોય છે જે ખર્ચ નથી ઉપાડી શકતા તેને જે લોકો સક્ષમ છે અને ટીબીની બીમારી બાદ સાજા થયા હોય તેવા દાતાઓ મારફતે દર મહિને 60 ટી.બી.ના દર્દીઓને રાશન કીટ આપવામાં આવે છે જેમા આઠ પ્રકારના કઠોળ, ગોળ, ચણા, ડાળીયા વગેરે પ્રોટીન યુકત ભોજનની રાશન કીટ આપવામાં આવે છે.