• બોલરો બાદ બેટસમેનોના તરખાટથી શ્રીલંકા ઘૂંટણીયે

સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ધમાલ મચાવી છે.  રવિવારે (28 જુલાઈ) બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ઝ20 સિરીઝની બીજી મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવી હતી.  આ સાથે શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે.  ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઝ20 મેચમાં શ્રીલંકાને 43 રને હરાવ્યું હતું.  હવે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે.

પલ્લેકેલેમાં રમાયેલી બીજી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  ભારતીય ટીમે 3 બોલમાં 6 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ આવ્યો હતો.  આવી સ્થિતિમાં ડકવર્થ લુઈસ નિયમના કારણે ભારતનો ટાર્ગેટ 8 ઓવરમાં 78 રનનો થઈ ગયો છે.  આ પછી ભારતીય ટીમે માત્ર 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમ માટે ઓપનર યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 30 રન બનાવ્યા હતા.  આ દરમિયાન 2 સિક્સ અને 3 ફોર ફટકારી હતી.  જ્યારે સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 રન અને હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 22 રન બનાવ્યા હતા.  આ સીરીઝમાં પ્રથમ મેચ રમી રહેલા સંજુ સેમસન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.  શ્રીલંકા તરફથી મહિષ તિક્ષિના, મથિશા પાથિરાના અને વાનિન્દુ હસરાંગાએ 1-1 વિકેટ લીધી હતી.  સૂર્યાએ આ મેચ માટે પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો હતો.  વાઇસ કેપ્ટન અને ઓપનર શુભમન ગિલને પડતો મૂકવામાં આવ્યો હતો.  તે ઘાયલ છે.  તેને પીઠના દુખાવાની ફરિયાદ છે.  ગીલની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને તક મળી છે.  શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ પણ એક ફેરફાર કર્યો છે.  દિલશાન મધુશંકાની જગ્યાએ રમેશ મેન્ડિસને એન્ટ્રી આપવામાં આવી હતી.

ભારતને મ્હાત આપી શ્રીલંકાની મહિલા ટીમ એશિયા કપમાં ચેમ્પિયન

મહિલા એશિયા કપ 2024માં શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની છે. કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુ (61) અને હર્ષિતા સમરવિક્રમાની (અણનમ 69) અડધી સદીની મદદથી શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપની ફાઇનલમાં ભારતને મહિલા ક્રિકેટ ટીમ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. શ્રીલંકાની મહિલા ટીમ પ્રથમ વખત એશિયા કપમાં ચેમ્પિયન બનવા સફળ રહી છે.   સુકાની ચમારી અથાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાની શાનદાર ઇનિંગ્સના કારણે શ્રીલંકાએ ભારતને આઠ વિકેટે હરાવીને પ્રથમ વખત મહિલા એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું.  166 રનના ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકાએ શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ચમારીએ 49 બોલમાં 61 રનની ઈનિંગ રમીને ટીમને મેચમાં પરત લાવી દીધું હતું.  બાદમાં, હર્ષિતે 51 બોલમાં 69 રનની અણનમ ઈનિંગ રમી અને આઠ બોલ બાકી રહેતા તેની ટીમને જીત તરફ દોરી ગઈ.  તેના સિવાય કવિશા દિલહારીએ પણ 16 બોલમાં 30* રન બનાવ્યા હતા.  સાત વખતનું ચેમ્પિયન ભારત તેનું આઠમું ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.