પવર્તમાન ઉનાળાની ઋતુમાં માણસોની જેમ જ ઠંડા છાયડા અને પાણીની જરુર પક્ષીઓને પણ પડતી હોય સૌએ આ ક્ષેત્રે મદદરૂપ થવું: છેલ્લા દશકાથી આપણે પ્રકૃતિ અને જેવવિવિધતા સાથેનો સંપર્ક ગુમાવી દીધો હોવાથી શહેરમાં કે આપણાં ઘર આંગણામાંથી ચકલી ગયાબ થઇ ગઇ છે

ડિજિટલ ગેજેટસના વધુ ઉપયોગથી ચકલી આજે લુપ્ત થવાના આરે ઉભી છે. યુવા પ્રકૃતિ ઉત્સાહીઓને પક્ષીઓને પ્રેમ કરવા અને કાળજી લેવા આજનો દિવસ પ્રોત્સાહીત કરે છે

વર્ષોથી માનવી તેના ઘર આંગણાંના પશુ-પંખી સાથે જીવતો આવ્યો છે. આસપાસનું વાતાવરણ કે પર્યાવરણ સારુ હતું ત્યાં સુધી આવા પશુ-પંખીઓ ટકી શકયા હતા. છેલ્લા બે દશકાથી બગડતા પર્યાવરણે ઘણા પશુ-પંખીઓની જાતી લુપ્ત થવાના આરે આવી ગઇ છે. પહેલા તો બિલાડી, કુતરા, કાગડા, કાબર, પોપટ, ચકલી મોર જેવા વિવિધ પશુ-પંખી આપણી શેરીમાં આપણી સાથે વસવાટ કરતાં હતા, પણ ગ્લોબલ વોમિંગને કારણે તેના રહેઠાણો, પર્વાવરણ અને ખોરાક જેવી પાયાની જરુરીયાત  છીનવતા તેનો નાશ થતો ગયો કે તે તેનું અસ્તિત્વ ટકાવવા જજુમી રહ્યા છે.

આવી જ વાત એક ચકલી ની છે, આજે વિશ્ર્વ ચકલી દિવસ સમગ્ર:, વિશ્ર્વ ઉજવી રહ્યું છે. ત્યારે આપણા પર્યાવરણના સૌથી જુના સાથી તરીકે ચકલી આજે ભાગ્યે જ જોવા મળે છે, આ વર્ષની ઉજવણી થીમ આઇ લવ સ્પેરોઝ છે. ર1મી સદીના નવા યુગમાં ઇન્ફરમેશન ટેકનોલોજીના વિકાસ સાથે ડિજિટલ ગેજેટસનો વધુ ઉપયોગ  આ ચકલીની ઓરીજીનલ દુનિયા છીતવી લીધી જેમાં સૌથી વધુ વાંક માનવીનો જ છે. છેલ્લા દાયકાથી પ્રચાર-પ્રસાર થતો હોવાથી યુવા પ્રકૃતિ ઉત્સાહીઓનો પક્ષે પ્રેમ વધતા વધુ કાળજી કે ચકલીઓની સંભાળ લેવા જાગૃત થયા છે. પણ હવે મોડું થઇ ગયું છે. ઉનાળાની કાળ-ઝાળ ગરમી આપણી જેમ જ પક્ષીને છાંયડો અને પાણીની જરુરીયાત હોય છે તો આપણાં આંગણામાં તેને આ સગવડ આપીને માનવ ધર્મ બજાવીએ એ જ ચકલીને સાથ આપ્યા બરાબર ગણાશે.

આજે સમગ્ર દેશમાં ટચુકડી ચકલીની ઘણી વાતોને માળા, પાણીના કુંડા અપાશે પણ બાદમાં ફરી હતા ત્યાંને ત્યાં જ આવીને આપણે પર્યાવરણ સતત ખરાબ કરતાં જ જઇએ છીએ, આમને આમ ચાલ્યું તો ચકલી જેવા અનેક પક્ષીઓ લુપ્ત થઇ જશે. બધા જ પક્ષીઓ આપણાં પર્યાવરણના રક્ષણકર્તા છે. છેલ્લા દશકાથી આપણે પ્રકૃતિ અને જૈવ વિવિધતા સાથેનો સંપર્ક ગુમાવી દેતા આપણા શહેર ગામમાં હમણાં સુધી દેખાતી ચી… ચી… ચી…. કરતી ચકલી અદ્રશ્ય થઇ ગઇ છે. બાળ વાર્તામાં ચકલીનું પાત્ર આદીકાળથી આવે છે અને હા ચકો-ચકાની ખીચડીની વાત તો બધાને ખબર હશે. આપણાં ઘરની અંદર ભીંતે ટીંગાળેલા ફોટો પાછળ માળો બનાવતી ચકલી આજે સિમેનટ ના જંગલોમાં આવાસ છીનવાતા લુપ્ત થઇ ગઇ છે.

આજે તમારા સારા નશીબ હોય તો તમને ચકલીના દર્શન થાય છે, પણ જો દેખાય તો તેને ખોરાક-પાણી આપજો કારણ કે સૌથી થોડી થોડી મહેનત ફરી ચકલીની  દુનિયાને આબાદ કરી દેશે જાુના જમાનામાં સવારે-બપોરે ને સાંજે ચકલીનો કલરવ પર્યાવરણની શોભા વધારતો હતો. શેરીમાં બિલાડી નીકળે ત્યારે ચકલીના ટોળાનો કલબલાટ સૌને ખબર આપી દેતો હતો. આજનો દિવસ ઘરની ચકલીઓના રક્ષણ માટે જ ઉજવાય છે. આજે વધુ રહેલા ઘ્વનિ પ્રદુષણ ને કારણે ચકલીઓ જોવા મળતી જ નથી.

આજનો દિવસ નેચર ફોરએવર સોસાયટી  ભારત દ્વારા ફ્રાન્સના ઇકો સીસ એકશન ફાઉન્ડેશન સાથે મળીને શરુ કરાઇ હતી. 2008માં ટાઇમ મેગેઝીન દ્વારા પર્યાવરણના હીરો તરીકે નામ અપાયું હતું. આ વર્ષની થીમમાં જ ચકલીનો પ્રત્યેના પ્રેમની વાત કરાય છે. લુપ્ત થવાના આરે ઉભી રહેલી ચકલીઓના રક્ષણ માટે સૌ ભારતવાસીઓએ કાર્ય કરવાની જરુર છે. તમારા સંતાનોને પક્ષીઓને ચણ, પાણી આપવાનું શિક્ષણ આપો જેથી આવનારુ વિશ્ર્વ ફરી તેના કલશોરથી ગુંજી ઉઠશે. આ દિવસ 2010 થી ઉજવાય છે. આપણાં પર્યાવરણના બધા જ પક્ષીઓ આપણા જીવન સાથે સંકળાયેલા છે. જંગલો પશુ-પંખીઓ છે તો આપણે છીએ એ વાત કયારેય ભૂલવી ન જોઇએ.

ચકલીએ સરળ, ગોળાકાર માથા અને ગોળાકાર પાંખો વાળા સુંદર પક્ષી છે. તેનો સુંદર અવાજ, કિલકિલાટ અને ચીચીનો અવાજ ચોતરફ સંભળાતો હતો. તે ફરી ગુંજતો થાય તેવા પ્રયત્નો કરવાનો સંકલ્પ એટલે જ આજનો દિવસ છે.

આપણી પૃથ્વી પર સર્વ વ્યાપક પક્ષીઓમાંની એક ‘ચકલી’ છે. તે આપણાં સૌથી જુના સાથીઓ પૈકીની એક છે, આપણી સાથે જ તેનો વિકાસ થયોને લુપ્ત પણ થઇ ગઇ. ચકલીનો ઘટાડો આપણી આસપાસના પર્યાવરણના સતત અધોગતિનું સુચક છે. જાપાનમાં ચકલી વફાદારીનું પ્રતિક અને મિત્રતા અને જાુથો માં રહેવાની વૃત્તિ માટે જાણીતી છે.

ચકલીઓ વિશે જાણવા જેવું

ટચુકડી ચકલી આપણા જીવનના પ્રારંભ કાળથી જ આપણાં ઘર-આંગણાનું પક્ષી છે. ચકલી ટોળા તરીકે ઓળખાતી વસાહતોમાં જ રહે છે. માદા કરતાં નર ચકલી મોટી હોય છે. જો ચકલીને ભય લાગે તો ઝડપી ગતિએ ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે. ચકલી પ્રકૃત્તિમાં પ્રાદેશિક નથી. તેઓ રક્ષાણાત્મક છે. અને માળો બનાવે છે, નર માદાને  આકર્ષવા માળો બનાવે છે. ચકલીએ સ્પેરો પરિવારનું પેસેરીડેનું પક્ષી છે.

જંગલી ચકલીનું આયુષ્ય 10 વર્ષથી ઓછુ ચાર-પાંચ વર્ષ ગણાય છે. ઘરની ચકલીઓની ઉડાન સતત ફફડાટ સાથે સીધુ હોય અને કલાકે 45.5 કિ.મી. ઉડી શકે છે. તેઓ વ્યાપક પણે વિવિધ પ્રકારના રહેઠાણોમાં જોવા વધુ મળે છે. જંગલો, રણ અને ઘાસના મેદાનોમાં બહુ ઓછી જોવા મળે છે. ગ્રામિણ વાતાવરણ વધુ જોવા મળતી ચકલી માનવ વસવાટ સાથે ગાઢ રીતે જોડાયેલ છે. ચકલીઓની અનેક પ્રજાતિઓ વિશ્ર્વભરમાં છે પણ વાતાવરણ પર્યાવરણ કે આબોહવા પ્રમાણે તેના કદ નાના મોટા અને કલરમાં પણ વિવિધતા જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.