રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા હવે માણી શકશે સુરતી નાનખટાઈ,ખારી અને કેકનો સ્વાદ ઘરઆંગણે: અતુલ બેકરી ટૂંક સમયમાં ન્યુ જર્સીમાં પોતાનું આઉટલેટ શરૂ કરશે

રંગીલા રાજકોટવાશીઓ હંમેશના સ્વાદના શોખીન રહ્યા છે.ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રની સ્વાદ પ્રિય જનતા માટે સુરતની નામાંકિત અતુલ બેકરીના બે આઉટલેટનો આજે રાજકોટમાં આરંભ કરવામાં આવ્યો છે.અતુલ બેકરીકે જે બેકરીની પ્રોડેકટ્સમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.

અતુલ બેકરીમાં બ્રેડ,કેક,નાનખટાઈ જેવી અવનવી વેરાયટીઓ મળે છે.અતુલ બેકરીનો રાજકોટમાં અમીનમાર્ગ પર અને નાણાવટી ચોકમાં અતુલ બેકરીના એમડી અતુલભાઈ વેકરીયાના હસ્તકે આજ રોજ કરવામાં આવ્યો છે.અતુલ બેકરી કે જે વૈસ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ધરાવે છે જેનું ટૂંક સમયમાં જ ન્યુ જર્શી ખાતે શુભારંભ કરવામાં આવવાનું છે.

“ખુશિયાં ચાહે છોટી હો યા બડી હર ખુશિયોંકા ભાગ બનેગી અતુલ બેકરી – અતુલભાઈ વેકરિયા

અતુલભાઈ વેકરિયા અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે શરદ પૂનમના દિવસે અતુલ બેકરી ગુજરાત ની સફર સાર કરતા આજે રંગીલા   અને સ્વાદિલા એવા રાજકોટ માં પોહચી છે તેમજ તે જણાવે છે કે અતુલ બેકરીની એક બ્રાન્ચ અમીનમાર્ગ અને એક નાણાવટી ચોક એમ બે આઉટલેટના શુભારંભ કરવામાં આવ્યા છે.તેમજ આજના દિવસે અતુલ બેકરી નું  સુરત માં ત્રીજું અને ન્યૂજર્સી માં ચોથું આઉટલેટ એમ શરદપૂનમ ના દિવસ ના ચાર ઓપનિન્ગ કરવામાં આવ્યા છે.

તે આગળ વાત કરતા જણાવે છે કે તેઓ રાજકોટ ની જાનતા માટે ખુબ આધુનિક અને હાઈજેનિક યુનિટ લઇ ને આવ્યા છે.તેઓ જણાવે છે કે અતુલ બેકરી એ સંપૂર્ણ વેજીટેરીયન બેકરી છે તેમજ તે દાવો કરતા જણાવે છે કે અતુલ બેકરી ની ક્રિયેટીવીટીને હજુ સુધી કોઈ પણ માત આપી શક્યું નથી તેમજ યુ. એસ. એફ. ડી. એ. અપૃવ્ડ  ગુજરાત ની પહેલી બેકરી છે તેમજ 13 કરતા વધારે વર્લ્ડ રેકોર્ડ ધરાવતી એશિયા ની પ્રથમ બેકરી છે તેઓ ની ફેમસ આઈટમ માં ખરી નાનખટાઈ તેમજ માખણિયા બિસ્કિટ જેવી ચીજવસ્તુ નું વેચાણ થાય છે તેમજ તે કહે છે કે ખુશિયાં ચાહે છોટી હો યા બડી હર ખુશી કે પાર્ટ બનેગી અતુલ બેકરી.

ક્વોલિટી અને હાઈજેનીક પ્રોડક્ટ્સ માત્ર અતુલ બેકરીમાં:ભાવેશભાઈ(ગ્રાહક)

અતુલ બેકરીના જુના ગ્રાહક ભાવેશભાઈએ અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે તેઓના ઘરમાં કોઈ પ્રસંગ હોઈ કે કોઈ ખુશીની વાત હોઈ છે ત્યારે હંમેશના અતુલ બેકરીના નાનખટાઈથી જ મોં મીઠું કરે છે અને જો  પ્રસંગોપાત સુરત જતા હોઈ ત્યારે  તેઓ અતુલ બેકરી માંથી જાથાબંધ આઇટમો લઇ આવતા હોઈ છે પણ હવે તેમને ખુશી છે કે અતુલ બેકરીનું હવે રાજકોટ આગમન થયું છે ત્યારે તેમને ઘર આંગણેથી જ અતુલ બેકરીની અવનવી પ્રોડકટસ મળી રહશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.