વર્લ્ડ રેડ ક્રોસ(World Red Cross Day)દિવસ દર વર્ષે 8 મે ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે, તેના સ્થાપક જોન હેનરી ડિનેંટનો જન્મ થયો હતો. હેનરીનો જન્મ 8 મે 1828ના રોજ થયો હતો. તેનો જન્મદિવસ વર્લ્ડ રેડ ક્રોસ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેનું મુખ્ય ઉદેશ્ય માનવ સેવા છે. આ સંસ્થાને વર્ષ 1917, 1944 અને 1963ના વર્ષોમાં શાંતિ માટેનું નોબેલ એનાયત કરવામાં આવ્યું છે. આ સંગઠન યુદ્ધ અને શાંતિ સમયે વિશ્વભરના દેશોની સરકારો વચ્ચે સંકલન કરે છે. માનવતાવાદી સંગઠન અને માનવતાને મદદ કરવા માટે તેના અભૂતપૂર્વ યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 8 મેના રોજ યાદ કરે છે.
પ્રથમ રેડક્રોસ દિવસ 8 મે1948ના રોજ હેનરી ડિનેંટના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1901માં તેને શાંતિનું નેબલ પ્રાઈઝ મળ્યો હતો. રેડ ક્રોસ સંગઠને જે રીતે વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે મહત્વ પૂર્ણ કામ કર્યા છે. કોઈ પણ દેશનો પક્ષ લીધા વિના લાંબા ઇતિહાસમાં માનવતા પ્રત્યે નિષ્ઠા દર્શાવી છે.
રેડ ક્રોસ સોસાયટીનું મુખ્ય લક્ષ્ય મુશ્કેલીઓ અને યુદ્ધના સમયમાં મુશ્કેલીઓમાં લોકોને મદદ કરવાનું છે. યુદ્ધને કારણે ઘાયલ સૈનિકોને સહાય અને સારવાર આપવી એ તેના મુખ્ય લક્ષ્યોમાંનું એક છે. જ્યારે આ સંસ્થા બ્લડ બેંકથી માંડીને વિવિધ પ્રકારની આરોગ્ય અને સામાજિક સેવાઓ માટે પોતાની ભૂમિકા નિભાવી રહી છે. માનવ સેવાને મૂળભૂત કાર્ય ગણાતી આ સંસ્થા મહામારી જેવી દુર્ઘટનામાં પીડિતોને પણ મદદ કરે છે. સફેદ પટ્ટા પર રેડ ક્રોસ માર્ક આ સંસ્થાની નિશાની છે, જેમાં ખોટા ઉપયોગ માટે દંડ લાદવાની જોગવાઈ છે અને દોષિત વ્યક્તિની સંપત્તિ પણ જપ્ત કરી શકે છે.
ભારતમાં રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના વર્ષ 1920માં સંસદીય અધિનિયમ મુજબ કરવામાં આવી હતી. રેડ ક્રોસ સોસાયટીની ભારતમાં 700થી વધુ શાખાઓ છે. રેડ ક્રોસ સોસાયટીના સિદ્ધાંતોને 1934માં 15મી આંતરરાષ્ટ્રીય પરિષદમાં માન્યતા આપવામાં આવી હતી, ત્યારબાદ તેનો અમલ વિશ્વભરમાં કરવામાં આવ્યો હતો. વિશ્વના 210 દેશો આ સંસ્થા સાથે જોડાયેલા છે.