ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ એક એવી બુક છે. જેમાં આખા વિશ્ર્વનાં જેજે લોકોએ વિશ્ર્વ રેકોર્ડસને તોડી નવા રેકોર્ડસ સ્થાપ્યા છે જે તમામની નોંધ આ બુકમાં લેવાય છે. ત્યારે આ બુકમાં એવા પણ રેકોર્ડ નોંધાયા છે. જે કાં તો હાસ્યસ્પદ લાગે અથવા તો ચીત્રી ચડી જાય છે. તો ક્યારેક અનાયાસે પણ આ પ્રકારના રેકોર્ડ બની જતા હોય છે.
અજીબ પ્રકારના વર્લ્ડ રોકોર્ડસની વાત કરીએ તો તેમાં સૌ પ્રથમ એવા વ્યક્તિની જેને દરેક વસ્તુને ભોજન તરીકે લીધી છે. માઇકલ લોટીટો નામના વ્યક્તિએ લોઢાથી લઇને કાચ સુધીની દરેક વસ્તુના ખોરાક તરીકે ઉપયોગ કર્યો છે.
ત્યારબાદ આવે છે એવી સ્ત્રી જેને ૨૦૮ વર્ષથી તેનાં નખ કાપ્યા નથી જેને કદાર જનાવર જેવા નખ ધરાવતી સ્ત્રી કહી શકાય નેવાડાની રહેવાસી ક્રીસ્ટીન ગોલ્ટનએ ૨૮ વર્ષથી નખ કાપ્યા નથી. જેના કારણે ૧૨ ફુટ લાંબા નખ થયા છે અને દુનિયામાં સૌથી લાંબા નખનો રેકોર્ડ સર્જાયો છે.
ચહેરા અને આખા શરીર પર લાંબા ઘના વાળનો પણ વિશ્ર્વ રેકોર્ડ સર્જાયો છે. જેમાં મેક્સિકોના એક પરિવારને અદ્ભુત બિમારીના કારણે પરિવારના દરેક સભ્યોનુ આખુ શરીર વાળથી જ ઢંકાઇ ગયેલું છે.
વાત કરીએ બીમારીની જ તો એક એવી બીમારી છે જેમાં ચામડીની ખાલનો રેકોર્ડ સર્જાયો છે. જેમાં ઇંગ્લેન્ડની રહેવાસી ગેરી ટર્નર એક બીમારીથી પીડાતી હતી.
જેને ચામડીની બીમારી હતી જેમાં ચામડીની આખી ખાલ નીકડી જ જતી હતી અને તેણે દુનિયાની સૌથી લાંબી ચામડીની ખાલ ખેંચવાનો રેકોર્ડ સર્જયો છે.
અને હાસ્યસ્પદ રેકોર્ડ કહી શકાય તેવો રેકોર્ડ એટલે એક મહિલાએ ૫૭ વર્ષની ઉંમરે સૌથી મોટા સ્તન ધરાવતી મહિલા તરીકેનો રેકોર્ડ સ્થાપ્યો છે જેમાં તેના સ્તનનો વજન ૫૦ કિલો નોંધાયો છે.
તો આ હતા વિશ્ર્વના એવા રેકોર્ડ જેને કદાચ હાસ્યસ્પદ કહી શકાય અને એવા કેટલાક રેકોડ્સ જે ન ઇચ્છવા છતા જાત જાતની બીમારીઓના કારણે જગવિખ્યાત બની ગયા.