યોગ દિવસે દરેક જગ્યાએ તૈયારી ચાલી રહી છે. ત્યારે આ અવસરે બાબા રામદેવ ગુજરાતમાં અમદાવાદ ખાતે યોગ કરશે તો બીજી તરફ મોદી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોગ કરશે.

કેટલાક લોકો વિશ્વ યોગ દિવસને ધ્યાનમાં રાખીને વિશ્વ રેકોર્ડ બનાવમાં લાગી ગયા છે. સતત 53 કલાક સુધી યોગ કરીને ગિનીઝ બુકમાં નામ નોંધાવેલી યોગા શિક્ષિકા કે.પી રંજનાના નેતૃત્વમાં સતત 55 કલાક સુધી કઈ પણ ખાધા પીધા વગર 2000 આસન કરી રહ્યા છે. આ દરમિયાન 36 યોગા ટ્રેનર કે.પી રંજનાના નેતૃત્વમાં આ કામને પાર પાડી રહ્યા છે. આ યોગા મેરાથન કાલે બોપોરે બે વાગ્યે પૂરું થશે. આ પહેલા બીજા આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર કે.પી રંજનાએ સતત 53 કલાક યોગ કરીને વિશ્વવિક્રમ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.