ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બધા જ રાજકારણીઓના ગુજરાતમાં આંટા ફેરા વધ્યા છે થોડા સમય પહેલા જ નરેન્દ્ર મોદી જસદણ આવ્યા હતા ત્યારબાદ તેઓ અહેમદાબાદ પણ ગયા હતા. હવે તેઓ ફરી એક વખત વડોદરાની મુલાકાત લેવાના છે. તેઓ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન પણ કરશે અને ત્યારબાદ ભવ્ય રોડ શો કરશે તેની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પીએમ મોદી જયારે વડોદરાના પ્રવાસે છે ત્યારે આ દરમિયાન ચાની લારી – ગલ્લા વાળા ધંધો બંધ રાખી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તાઓ તથા ત્યાં આવનાર તમામને એક લાખ કપ ચા નિઃશુલ્ક પીવડાવી એક નવો જ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવશે.
પીએમ મોદીને આવકારવા ચાની લારીવાળા હજારો કાર્યકરોને ની:શુલ્ક ચા પીવડાવશે. પીએમના આવવાની ખુશીમાં વડોદરાવાસીઓ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ અંગે વધુ માહિતી આપતા નેશનલ એસો. ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયાના ગુજરાતના પ્રમુખ,અરવિંદ સિંધા એ જણાવ્યું કે વડોદરાના ચાની લારી – ગલ્લા વાળાને અપીલ કરી છે કે, આપણા લોક પ્રિય ચા વાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.18મીએ વડોદરાના પ્રવાસે આવનાર છે. ત્યારે તેમને આવકારવા તમામ લારી ગલ્લા એસો.ને કુટુંબ સાથે લેપ્રસી ગ્રાઉન્ડ પર હાજર રહેશે.
પ્રમુખે વધુમાં જણાવતા કહ્યું છે કે પીએમ મોદીના આવવની તડામાર તૈયારીઓ ખુબ જ જોર શોરથી ચાલી રહ્યું છે. કાર્યકર્તાઓ માટે બનાવવાની ચામાં જરૂરી વસ્તુઓની તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. જેમાં 10,000 લીટર દૂધ વપરાશે અને 1000 લીટરના મોટા તપેલા એવા 100 તપેલા અને 100 થી વધુ કિટલીમાં ચા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બરોડા ડેરી પણ દૂધ આપીને સહયોગ કરશે. બરોડા ડેરીનું આ એક ખૂબ મોટું યોગદાન રહેશે.
પીએમ મોદી વડોદરા આવવાના છે ત્યારે તેમના પધારવાની ખુશીમાં વડોદરાના ચા વાળા કિરણ મહિડા જાતે જ ચા બનાવશે અને ૧ લાખ લોકોને ચા પીવડાવશે. તેઓ 1 લાખ લોકોને ચા પીવડવાની સેવા માટે ખૂબ જ ઉત્સાહી છે.