World Rabies Day 2024 : દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં હડકવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી હડકવા વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે. જે એક જીવલેણ રોગ છે. હડકવા એક જીવલેણ વાયરસ છે જે મોટાભાગના કિસ્સાઓમાં મૃત્યુનું કારણ બને છે. હડકવા સામાન્ય રીતે શ્વાન સાથે સંકળાયેલા છે. કારણ કે તે સામાન્ય રીતે કૂતરાના કરડવાથી ફેલાય છે. પણ શું તમે જાણો છો કે હડકવા માત્ર કૂતરાના કરડવાથી નથી ફેલાતો, અન્ય કેટલાક કારણો છે જેના કારણે હડકવા ફેલાય છે. તો ચાલો આપણે વિશ્વ હડકવા દિવસ 2024 પર હડકવાના ફેલાવાના કારણો, તેના લક્ષણો અને નિવારણ વિશે જાણીએ.

ભારતમાં રખડતા કૂતરાને કારણે માનવ મૃત્યુનો દર વિશ્ર્વમાં સૌથી ઊંચો !

આજે વિશ્ર હડકવા વિરોધી દિવસ

પ્રાણીઓની લાળમાં તેના વાયરસ હોય છે : વિશ્ર્વમાં હડકવાથી થતાં મૃત્યુમાંથી 36 ટકા શ્ર્વાન કરડવાથી થાય: તેને ઝુનોટીક રોગ પણ ગણવામાં આવે છે: વિશ્ર્વનો સૌથી જાુનો રોગ હડકવા છે
દુનિયામાં સૌથી પ્રાચિન રોગમાં હરકવાનો ગણવામાં આવે છે. માનવ સમુદાયને પથ્થર યુગથી પ્રાણીઓ સાથે પનારો હોવાથી, અવારનવાર તેને કરડવાથી ઘટના બનતી હતી. પ્રાણીઓની લાળમાં તેના વાયરસ જોવા મળે છે. આજે તો તેની રસી શોધાઇ ગઇ હોવા છતાં વિશ્ર્વમાં દર નવ મિનિટે તેનાથી એક મૃત્યુ થાય છે. પ્રાણીઓના કરડવાના કુલ મૃત્યુ પૈકી 36 ટકા શ્ર્વાન કરડવાથી થાય છે. હકડવાએ એક જીવલેણ વાયરલ રોગ છે, જે મનુષ્યો સહિત સસ્તન પ્રાણીઓની કેન્દ્રીય ચેતાતંત્રને અસર કરે છે. હડકવા મુખ્યત્વે ચેપગ્રસ્ત પ્રાણીઓના કરડવાથી કે ખંજવાળ દ્વારા ફેલાય છે.

આજે વિશ્ર હડકવા વિરોધી દિવસ છે. આ વર્ષની ઉજવણી થીમ ‘રેબીસ સીમાઓ તોડવી’ જે હડકવા નિવારણ અને નિયંત્રણના પ્રયાસોમાં હાલની મર્યાદાઓથી આગળ વધવાની જરુરીયાત પર ભાર મુકે છે. ર007થી આ હડકવા નિવારણ પર ઘ્યાન કેન્દ્રીત કરવા વૈશ્ર્વિક સ્તરે તેની ઉજવણી થાય છે. તેનાથી દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં જયાં તબીબી સારવાર અને પશુ રસીકરણની પહોંચ મર્યાદિત છે. આજે તો લકો પોતાના પાલતું પ્રાણીને 11 પ્રકારના રોગો વિરોધી રસી મુકાવે છે. સરકારી તંત્ર દ્વારા પણ શેરીના કૂતરાઓને રસીકરણ કરવામાં આવે છે.

હડકવાએ અટકાવી શકાય તેવી બિમારી છે, તેમ છતાં વિશ્ર્વમાં દર વર્ષે 60 હજારથી વધુ મોત થાય છે. આ સમસ્યા મોટાભાગે આફ્રિકા અને એશિયાના દેશોના ગ્રામિણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આજે તેની જાગરૂકતા ફેલાવીને લોક શિક્ષણ વધારવું જોઇએ. આજે પણ લોકો સાપ કે કૂતરૂ કરડે ત્યારે ભુવા પાસે કે દોરા મંતરાવવા જાય એવી અંધશ્રઘ્ધા ર1મી સદીમાં જોવા મળે છે. આગામી 2030 સુધીમાં તેને નાબૂદ કરવાનું વૈશ્ર્વિક લક્ષ્યાંક રાખેલ છે.

પ્રાણી કરડે તો તાત્કાલીક પ્રાથમીક સારવારમાં 10 થી 1પ મીનીટ સુધી સાબુ અને વહેતા પાણીથી ઘાને સાફ કરવો, જે વાયરસના વાયરલ લોડ ઘટાડવાનું કામ કરશે, જે ચેપું જોખમ ઘટાડવામાં મદદ કરશે. ઘા સાફ કર્યા બાદ એન્ટિસેપ્ટિકમાં આયોડીન સોલ્યુશન કે આલ્કોહોલ આધારીત જંનુનાશકથી ઘાને વધુ જંતુ મુકત કરો, જે બેકટેરિયલ ચેપને રોકવામાં મદદ કરશે. જો ડંખ ઊંડો હોય અને લોહી નીકળતું હોય તો રકતસ્ત્રાવ બંધ કરવા માટે સ્વચ્છ કપડાં કે પાટો બાંધી હળવું દબાણ કરો, જો રકતસ્ત્રાવ બંધ ન થાય તો તાત્કાલીક તબીબી સારવાર મેળવી અતિ જરૂરી છે.

જો પ્રાણીથી હડકવા થવાની સંભાવના હોય તો તરત જ હડકવા વિરોધી રસીની શ્રેણી શરુ કરવી જે રોગને રોકવામાં અત્યંત અસરકારક છે. આ વર્ષે 18 મો વિશ્ર્વ હડકવા દિવસ ઉજવાય રહ્યો છે. હડકવા અને વિશ્ર્વાસનું નિર્માણ કરે છે, જે ઝુનોટીક રોગો માટેની સિસ્ટમ સાબિત કરવા માટે નિર્ણાયક છે. 2030 સુધીમાં કૂતરા મઘ્યસ્થી માનવ હડકવાના મૃત્યુને નાબૂદ કરવા માટે વૈશ્ર્વિક યોજનાનો એેક ભાગ છે.
હડકવા સીમાઓ ભંગ સંદર્ભેની આંકડાકીય માહીતીમાં 100 ટકા મૃત્યુ દર સાથે, હડકવાથી વૈશ્ર્વિક સ્તરે દર વર્ષે 60 હજાર મૃત્યુ થાય છે. જેમાંથી 40 ટકા બાળકો હોય છે. અમેરિકાએ શ્ર્વાન દ્વારા ફેલાતા માનવ હડકવાના બનાવોમાં 1983માં ત્રણસો કેસોની તુલનામાં લગભગ 98 ટકા જેટલો ઘટાડો કરવામાં સફળતા મેળવી છે. ચાલુ વર્ષમાં ફકત પાંચ કેસ નોંધાયા છે. આજે લોકો બિલાડી, ડોગ, બર્ડ અને માછલીઓ સાથે ગાય, ભેંસ, બકરી, ગધેડા, ઘોડા જેવા વિવિધ પ્રાણીઓ પાળે છે. યુવા ધનમાં પણ આનો ક્રેઝ વધુ જોવા મળે છે. ત્યારે શ્ર્વાનથી હડકવા થવાના કિસ્સા સૌથી વધુ જોવા મળે છે.
પ્રાણીઓના કરડવાથી, ખાસ કરીને જંગલી પ્રાણીઓના ઘામાં બેકટેરીયા દાખલ થઇ શકે છે, જે ટિટાનસનું જોખમ વધારે છે. ચાર હજારથી વધુ વર્ષોથી હડકવા માણસો અને પ્રાણીઓને એક સરખુ પીડિત કરે છે. આ વર્ષની હેસટેગમાં જીરો બાય 30 રાખવામાં આવેલ છે. વિશ્ર્વના પ્રત્યેક નાગરીકે આ હડકવા વિરોધી ઝુંબેશમાં જોડાઇને તેના રસીકરણની જાગૃતિ પ્રસરાવવાની જરુરી છે. આજનો દિવસ તેની રસીના શોધક લુઇસ પાશ્રવરની મૃત્યુની વર્ષ ગાંઠ નિમિતે સમગ્ર વિશ્ર્વમાં ઉજવાય છે.

હડકાયા કુતરાના હુમલાથી વિશ્ર્વમાં 99 ટકાથી વધુ માનવ મૃત્યુ

હડકવાએ જીવલેણ રોગ છે, અને તેનાથી મૃત્યુ થવાના ચાન્સ વધી જાય છે. હડકાયા કુતરાના હુમલાથી વિશ્ર્વમાં 99 ટકાથી વધુ મૃત્યુ માનવ મૃત્યુ થયા છે, જે પૈકી 95 ટકા તો એકલા આફ્રિકા અને એશિયામાં થયા છે. એશિયા ખંડમાં દર વર્ષે 31 હજારથી વધુ માનવ મૃત્યુ પૈકી સૌથી વધુ આપણા દેશમાં ર0 હજારથી વધુ મોત થાય છે, જેની પાછળ લોકોની અજ્ઞાનતા અને અંધશ્રઘ્ધા પણ જવાબદાર છે. ભારતમાં રખડતા કૂતરાને કારણે માનવ મૃત્યુનો દર વિશ્ર્વમાં સૌથી ઉંચો છે.

હડકવા શું છે?

World Rabies Day: Rabies is spread not only by dog ​​bites, but also by these causes

હડકવાનાં કારણો, નિવારણ અને લક્ષણો વિશે જાણતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે હડકવા શું છે. હડકવા એ એક જીવલેણ વાયરસ છે. જે ચેપગ્રસ્ત કૂતરા અથવા પ્રાણીઓની લાળમાં હોય છે અને આ પ્રાણીઓના કરડવાથી ફેલાય છે. એકવાર હડકવાના લક્ષણો વ્યક્તિમાં દેખાવાનું શરૂ થાય, ત્યારબાદ તે મોટાભાગના કિસ્સાઓમાં મૃત્યુનું કારણ બની શકે છે.

હડકવાના કારણો

World Rabies Day: Rabies is spread not only by dog ​​bites, but also by these causes

હડકવા ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી અથવા ખંજવાળથી ફેલાય છે. તેમજ જ્યારે ચેપગ્રસ્ત પ્રાણીની લાળ વ્યક્તિની ચામડીના સીધા સંપર્કમાં આવે છે ત્યારે માનવીને પણ હડકવા થઈ શકે છે. કૂતરાના કરડવા ઉપરાંત, હડકવા બિલાડી, ગાય, બકરી, ચામાચીડિયા, રેકૂન્સ, શિયાળ, વાંદરાઓ અને કોયોટ્સમાં પણ જોવા મળે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં, હડકવા ચેપગ્રસ્ત કૂતરાઓના કરડવાથી અથવા ખંજવાળને કારણે થાય છે. હડકવાથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારા પાલતુને રસી અપાવવી અને રખડતા કૂતરાથી અંતર જાળવવું.

હડકવાના લક્ષણો

હડકવાના લક્ષણો સામાન્ય રીતે ઝડપથી દેખાતા નથી. જ્યારે કોઈ વ્યક્તિને ચેપગ્રસ્ત પ્રાણી કરડે છે અથવા હડકવાના સંપર્કમાં આવે છે. ત્યારે વાયરસ લક્ષણો પેદા કરતા પહેલા શરીરમાંથી મગજમાં જાય છે, ત્યારે જ લક્ષણો દેખાય છે. હડકવા વ્યક્તિના શરીરમાં 1 થી 3 મહિના સુધી સુષુપ્ત રહી શકે છે. હડકવાના લક્ષણો વિશે વાત કરીએ તો, તેની પ્રથમ નિશાની તાવ છે.

હડકવામાં ધ્યાન રાખવા જેવી બાબતો

World Rabies Day: Rabies is spread not only by dog ​​bites, but also by these causes

ગભરાટ

પાણી ગળવામાં મુશ્કેલી અથવા પ્રવાહી પીવાનો ડર

તાવ આવવો

ગંભીર માથાનો દુખાવો

દુઃસ્વપ્નો અને અતિશય લાળ

નિદ્રાધીનતા

આંશિક લકવો પણ હડકવાનું લક્ષણ હોઈ શકે છે.

હડકવા નિવારણના પગલાં શું છે?

World Rabies Day: Rabies is spread not only by dog ​​bites, but also by these causes

જો કોઈ વ્યક્તિને કૂતરા, રખડતા પ્રાણી અથવા ચેપગ્રસ્ત પ્રાણીએ કરડ્યું હોય. તો તેણે તાત્કાલિક આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. આરોગ્ય વ્યાવસાયિક તપાસ કરશે અને પછી સારવારની જરૂર છે કે કેમ તે નક્કી કરશે. આને રોકવા માટે, હડકવા માટે પરીક્ષણ કરાવો અને જે પ્રાણીએ વ્યક્તિને ડંખ માર્યો હોય તેની પણ તપાસ કરાવો. આ સિવાય હડકવાથી સંક્રમિત જાનવર કરડે, ખંજવાળ આવે કે તેની લાળ ત્વચાના સીધા સંપર્કમાં આવે તો તરત જ હડકવાની રસી લો. જંગલી પ્રાણીઓથી દૂર રહો, તમારા ઘરની નજીક ચામાચીડિયાને આવવા ન દો અને તમારા પાલતુને હડકવા સામે રસી અપાવો. પાળતુ પ્રાણી હડકવાથી સંક્રમિત કોઈપણ પ્રાણીના સંપર્કમાં ન આવે તેની ખાતરી કરવા માટે, તમારા પાલતુને ઘરની અંદર રાખો અને તેને ફક્ત તમારી દેખરેખ હેઠળ બહાર લઈ જાઓ.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.