એકરંગમાં જતનપૂર્વક સચવાતી દીકરી સાજી થઈ પરિવારમાં ભળે એ જ અમારી સેવાનું સર્ટિફિકેટ: દીપીકાબેન પ્રજાપતિ

 

અબતક, રાજકોટ

રાજકોટ ખાતે આજી ડેમ વિસ્તારના 80 ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે ગુજરાત ફોજીંગ કંપનીની પાછળ ભારતનગરમાં આવેલા એકરંગ માનસિક વિકલાંગ બહેનોની નિ:શુલ્ક સંસ્થામાં 8મી ડીસેમ્બર ના રોજ વિશ્ર્વ મનોવિકલાંગ (દિવ્યાંગ) દિવસની ઉજવણી કરવામાં આવેલ, એકરંગ સંસ્થાના સંકુલમાં મનોદિવ્યાંગ બાળાઓને વિવિધ યોગા કસરતો તથા જ્ઞાન ગમ્મત કરાવીને તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરીને વિશ્ર્વ મનોવિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે એકરંગ સંસ્થાના પ્રમુખ દિપીકાબેન પ્રજાપતિ દ્વારા સંસ્થાની મનોદિવ્યાંગ બાળઓને મોઢુ મીઠુ કરાવીને દરેક મનોદિવ્યાંગ બહેનોને સુંદર ભેટ આપી સન્માનીત કરવામાં આવેલ.એકરંગ માનસિક વિકલાંગ બહેનોની સંસ્થાના પ્રમુખ દિપીકાબેન પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે આપણે અન્ય કોઇ દિવસ કે તહેવાર ન ઉજવીએ તો ચાલશે પરંતુ આપણાં સમાજમાં તરછોડાયેલા અને હંમેશા સમાજ દ્વારા ધૃત્કાર અને તીરસ્કૃત પામતા મનોદિવ્યાંગ બાળકો સાથે આ સ્પે. દિવસની ઉજવણી ખાસ કરવી જોઇએ. આ બાળકોને કાંઇ જ નથી જોઇતુ હોતુ  તેઓને જરુર છે માત્ર પ્રેમ, હુંફ અને લાગણીની તેઓને જરુર છે. સન્માન ભર્યા જીવનની તેઓને જરુર છે આપના સાથ સહકારની મનોવિકલાંગના દિવસે સંકલ્પ કરવો જોઇએ. આપણા સમાજના આવા સ્પે. મનોદિવ્યાંગ બાળકો દિકરીઓને માટે પણ આપણે થોડો સમય ફાળવીશું સૌનો સાથ મનોદિવ્યાંગ બાળકોનો સર્વૌગી વિકાસ ને સાર્થક કરી એક સાચી દિશા તરફ લઇ જઇશું. આ સાથે દિપીકાબેને સંસ્થાની મનોદિવ્યાંગ દિકરીઓ તેમજ વિશ્ર્વના તમામ મનોદિવ્યાંગ ભાઇઓ-બહેનોના ઉજળા ભવિષ્ય માટે પ્રત્યન કરીએ.

દિપીકાબેનના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને બનાવવા માટે સેવાકીય ફરજ બજાવતા કાર્યકરોમાં હર્ષદ પ્રજાપતિ, હિરાબેન બારીયા, સ્વાતિ પરમાર, રાધા બારીયા, સંગીતા બારીયા ચંચળબેન કોળી શહેનાજબેન મુલદે તથા ફરીદાબેન બાંભણીયા સહીતના કાર્યકર્તાઓ હાજર રહીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.રાજકોટની એક રંગ ચીલ્ડન ડેવલોપમેન્ઠ ઇન્સ્ટીયુટની એક રંગ મા અત્યારે 10 વર્ષ થી લઇને 45વર્ષની દિવ્યાંગ બહેનો ઘરથી પણ વિશેષ રીતે સાચવામાં આવે છે. સંસ્થાની ફલશ્રુતી એ છે કે 10 વર્ષના સમયના દિવ્યાંગ બાળાઓની મનોસ્થીતી આરોગ્ય સતત સુધાતુ જાય છે. સંસ્થામાં નિસહાય સ્થીતીમાં આવેલી બાળામાં માંથી અત્યાર સુધી ચાર બહેનો સંપૂર્ણ પણે સાજા થઇ પરિવારમાં અને સમાજમાં પુન: સ્થાપીત  થવા આ સફળતા મેળવી છે. જે એક રંગનો આગવો રંગ ગણાય.

કોરોનાને પણ પગ મુકવા દેવાયો નથી

એકરંગના પ્રમુખ દિપીકાબેન ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક રંગમાં મનોવિકલાંગ દીકરીઓની જાળવણીમાં કોઇ કદાચ રહેતી નથી નિયમીત નિષ્ણાંત તબીબોના ચેકીંગ કેમ્પ, શારીરિક વ્યાપામ, દવા, સારવાર અને હુફ સાથે ચોવીસ કલાક દેખરેખમાં રહે છે. કોરોના સમય ગાળામાં સંસ્થામાં એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી એ સંસ્થાની સેવાનું જશ પત્ર છે.

એકરંગ જેવી સંસ્થાઓને સરકારમાંથી ગ્રાન્ટ મળવી જોઇએ

એક રંગ જેવી મનો દિવ્યાંગોની સંસ્થાઓને સંપૂર્ણ પણે સ્વાશ્રયધોરણે  સેવા પજ્ઞ ચલાવવો પડે છે. સરકારી સહાય મળે તો આ સેવા વધુ સારી રીતે થઇ શકે. એકરંગે સંપૂર્ણ  પણે દાતાઓના સહકારથી ચાલતી સંસ્થામાં 45 બહેનો ને રહેવા જમવા, આરોગ્યની જાળવણી  મનોદિવ્યાંગ  દુર થાય તેવી સારવાર અને 10 થી વધુ કર્મચારીઓની વહીવટી ખર્ચ સ્વાશ્રયી ધોરણે કરવામાં આવે છે આવી સંસ્થાઓને સરકારી સહાય મળવી જોઇએ.

‘એકરંગ’ સરકારી દિવ્યાંગ, મનોદિવ્યાંક સાચવતી સંસ્થાઓ કરતા સવાઇ

એકરંગમાં 45 દિવ્યાંગ બહેનોને જતન કરવામાં આવે છે. દિવ્યાંગોની સુપોષણ માટે સરકારી ધોરણે ચાલતા દિવ્યાંગ ગ્રહોમાં 30 ની જ સંખ્યા જાળવવામાં આવે છે. 30 થી વધુની સંખ્યાનું સારી રીતે જતન થઇ શકે તેવા માપ દંડ સામે એકરંગમાં શરુઆત થી જ 45 બાળકીઓને રાખવામાં આવે છે આમ દિવ્યાંગની સુશ્રેવા ના માપદંડ અને સપા કાર્યમાં એક રંગ સરખા સરકારી મનો દિવ્યાંગ સંસ્થા યજ્ઞો કરતા સવાઇ બની રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.