11 જુલાઈ એટ્લે વિશ્વ વસ્તી દિવસ. સમગ્ર વિશ્વમાં વસ્તીના વિસ્ફોટને રોકવા અને વધતી વસ્તી સામે જાગૃતિ લાવવા માટે આ દિવસે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો દ્વારા લોકોને આ બાબતની ગંભીરતા વિષે ખ્યાલ આપવામાં આવે છે. વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે કારણ કે કુદરતી અને માનવસર્જિત બંને સંસાધનો મર્યાદિત છે અને મર્યાદિત વસ્તીને જ સમાવી શકે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં વસ્તીના મુદ્દાના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાની પહેલ છે. બાળ લગ્ન, લિંગ સમાનતા, માનવ અધિકારો, ગરીબી, માતૃત્વ આરોગ્ય અને કુટુંબ નિયોજનના મહત્વ જેવા સામાજિક મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા માટે પણ આ દિવસ મનાવવામાં આવે છે.
ક્યારેય વિચાર્યું કે, અત્યારે આખી દુનિયાની વસ્તી કેટલી છે? માહિતી અનુસાર, વિશ્વની વસ્તી હાલમાં 7.96 અબજ છે અને 2030માં તે વધીને લગભગ 8.5 અબજ થવાની ધારણા છે. આ બધા આકડા વર્લ્ડ મીટરનો છે. જે દરેક સેકેંડની વસ્તી ગણતરી કરે છે. કેમ કે દર મિનટે વિશ્વમા એક બાળક જન્મ લે છે. આ મીટર લોકો અવસાન પણ પામે છે પણ તે જન્મદરથી બહુ ઓછો છે. યુએનના અંદાજ મુજબ, વિશ્વની વસ્તી 2023 સુધીમાં 8 અબજ, 2037 સુધીમાં 9 અબજ અને 2057 સુધીમાં 10 અબજ સુધી પહોંચવાની શાકયતાઓ છે.
લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શકતા નથી, કે ભવિષ્યમાં આપણા જ વિકાસમાં અવરોધ સર્જી શકે છે. ચીનની વાત કરીએ તો ચીન સામ્રાજ્યવાદી દેશ છે. અહીં લોકો પર કેટલી રીતે પ્રતિબંધ મુકીને વસ્તીવધારા પર કાબુ મેળવવાનાં પ્રયત્નો કરાઈ રહ્યા છે. ભારત લોકતાંત્રીક દેશ છે. સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબુ મેળવવો અશક્ય છે. આ વાત સ્વીકારવી જ રહી કે અનાજની તંગી દિવસેને દિવસે વધી રહી છે., અનાજની સાથે સાથે જળ સંકટ પણ વધી રહ્યો છે. વધતી જતી વસ્તીને કારણે પ્રદૂષણને પણ વેગ મળી રહ્યો છે, જેને પગલે જમીનની ફળદ્રુપતામાં ઝડપીથી ઘટાડો થઈ રહ્યો છે ઉપરાંત પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે.
જો આપણે સમય રહેતા સભાનતા દાખવી વધતી વસ્તીને રોકવા પ્રયત્ન નહી કરીએ તો એક દિવસ ભૂખમરો અને જળ સંકટનો સામનો કરવો પડશે. વસ્તી વધારાને નાથવા દરેક વ્યક્તીએ સભાનતા દાખવી પડશે. ભગવાન આપણને બાળક આપે છે આ માનસિકતાને આપણે છોડવી પડશે નહિતર આવનારા સમય પરીસ્થિતિ વધારે કથળી શકે છે. દેશના કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ સંસદમાં 2018-19ની આર્થિક સમીક્ષા રજુ કરતા કહ્યું હતુ કે, આવનારા દસ વર્ષ દરમિયાન દેશની વસ્તીમાં ઘટાડો જોવા મળશે. તેમજ 2031થી 2041 સુધીમાં લગભગ શૂન્ય થઇ જશે.
વિશ્વની વધતી વ્સ્તિનું એક કારણ એ પણ છે કે શરેરાશ મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે. અધ્યતન ટેક્નોલૉજીથી સરેરાશ મૃત્યુ આંક સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. વિશ્વમાં જેટલી તેજીથી વસ્તી વધી રહી છે, તેટલી જ તેજીથી ખેતી માટે અને રહેણાંક માટે જમીન ઓછી થઈ રહી છે. લોકો માટે ખોરાકની અછત થવા લાગી છે. જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ-તેમ પીવા લાયક પાણીનો સ્ત્રોત પણ ઓછો થવા લાગ્યો છે. જંગલોની કપાઈ રહ્યા છે અને જંગલી પ્રાણીઓ શહેર તરફ દોરાઈ રહ્યા છે. જો એવી રીતે જ વસ્તી વધતી રહેશે તો માણસો રહશે ક્યાં ?