આજે ફેશન બની કૈંક નેતા તણી, યોજના-ભાષણોનો ઝપાટો, માનવી માનવી ના રહે તે છતાં માત્ર વાતો જ વાતો જ વાતો!….
આ કટાક્ષ કાવ્ય કોલેજ કાળમાં અર્ધી સદી પહેલા લેખાયું હતુ. એમાં કાવ્યતત્વ કેટલું છે તેની ભાંજગડમાં ન પડીએ તો પણ એ હજુ જીવંત રહી છે…
એક બીજા મોટા ગજાના કવિની કવિતા ઓચિંતો આવ્યો હરિનો ખેપિયો, લાવ્યો કાંઈ તાકીદના પયગામ… ઉપાડો ડેરાને તંબુ આત્મા ને વસુધાના વધાવો મુકામ… ઓચિંતો આવ્યો હરિનો ખેપિયો…
ભલે રે આવ્યો હરિના ખેપિયા, ભલે રે લાવ્યો તાકીદનો પયગામ… ઉભા ઉભ આવું‘ હું તારી સાથેમાં વસુધાના વધાવું મુકામ…. સાવરે ચોખ્ખા છે મારા ચોપડા, નથી કરવી કોઈ ભળ કે ભલામણ…. ભલે રે આવ્યો હરિના ખેપિયા !
માનવજીવનની વસ્તી વિકતાને આબેહુબ છતી કરતી આ કવિતાઓ આજના કોરોનાગ્રસ્ત દેશમાં અને સમાજમાં સમજવી બેશક અધરી નથી. આ ફેશન બની કૈંક નેતાતણી, એ હકીકતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.
રાજકીય ક્ષેત્રને આ ફેશને એટલી હદે ક્દરૂપું કરી મૂકયું છે કે અત્યારે આપણો આ દેશને એનાં સાચા રંગરૂપમાં ઓળખવો મુશ્કેલ બની ચૂકયો છે. જેટલા નેતાઓ છે એટલા ને બધાને હેવાનિયત તથા હલકટાઈનાં વાયરસ લાગૂ પડી ચૂકયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.નેગેટિવ-પોઝીટીવની તપાસમાં એમને કયું લેબલ લાગશે તે કહેવું તપાસનીશ અધિકારીની ભલામણ ઉપર નિર્ભર રહેવાનું છે.
કેટલા બધા ઉચ્ચ ડિગ્રીધારી અને ઉચ્ચ સત્તાધરી અધિકારીઓને મુખ્યમંત્રીએ નિષ્ફળ જાહેર કરીને, એમાં પોતાના હોમટાઉનની પ્રતિષ્ઠા જોખમાવાનાં ભયથી રાતોરાત બદલાવી નાખ્યા છે.
આમાં યોજનાઓ ભાષણોનાં ઝપટોની અને માત્ર વાતો ને વાતો કર્યા કરીને માનવ માનવ ન રહે એટલી હદે રાજકારણ જ ખેલ્યા કરવાનું આળ આખા તંત્ર ઉપર આવવાનો ઘાટ ઘડાતો રહે છે !
વિશ્ર્વશાંતિના ઓઠા હેઠળ આખા વિશ્ર્વમાં અને આપણા દેશમાં લડાઈ-તકરારો ચાલ્યા કરે છે. અને યુધ્ધો ખેલાતા રહ્યા છે.
આ નેતાઓમાં કોઈને કોઈના ઉપર વિશ્ર્વાસ કે ભોરોસો નથી. નાવય માત્ર માટે, હરકોઈ જે જન્મ્યા તે બધા જ માટે હરિનો ખેપિયો આવવાનો જ છે. તે ઓચિંતો જ આવવાનો છે. એમાં આવતા જ ‘ઉપાડો ડેરાને તંબુ આત્મા’ નિશ્ર્ચિત બની જશે. વસુધાના વર્ષો જૂના મુકામને વધાવીને, કોઈનેય કશી જ ભળભલામણની રાહ જોયા વગર ચાલી જ નીકળવાનું છે. હરિના ખેપિયા સિવાય કોઈ સાથી નહિ… જીંદગીભરનાં કર્મોના ચોપડાંના હિસાબકિતાબ પૂર્ણવિરામ કે અધૂરાં વિરામમાં નાનકડા અક્ષર જેટલોય ફેરફાર નહિ!..
ઈશ્ર્વરનાં તેડાંવેને અને કોરોનાની હડફેડે ચઢી જતા આવેલા તેડાવ સ્વર્ગ-નર્કનાં દ્વાર ગણના એનો નિર્ણય પાપ પૂણ્યનાં લેખાજોખા જ કરી શકે ! દોસ્તી અને વિશ્ર્વશાંતિ માટે કરોડો રૂપિયા ખર્ચાતા રહ્યા છે. ગરીબાઈ માઝા મૂકી રહી છે. મોંઘવારી અને ભૂખમરો આખી માનવજાત પ્રતિ રાક્ષસી ડોળા કાઢીને સતત પજવ્યા કરે છે. માનવતા મરી પરવારી હોવાની ચાડી ખાય છે.
નવરાત્રી અને દીપાવલી હવે બહુ દૂર નથી.
પાપનો ઘડો ફૂટવાની જ હવે રાહ જોવાય છે.
દેશભરની સરકારો પ્રજાના ભીતરી ઉકળાટને શમાવવાની છેતરામણી યોજનાઓને અને પ્રજાના ભીતરી ભડકાને ઠારવાની તરકટી યોજનાઓનાં ફટાકડા ફોડવામાં મશ્ગૂલ બની છે.
એક કવિએ તો એટલે સુધી હૈયાવરાળ કાઢી છે કે ગરીબડી મહિલાઓ પણ અત્યારે આ દેશમાં દુ:ખી દુ:ખી જ છે.
કવિએ લખ્યું છે કે, ઉભા ઉભાકરે ઝાડવા વાતું, અસ્તરી જાતની આબરૂ સારૂ, પડી જતી નથી કેમ મોલાતું ? આપણા ચાણકય તો પ્રજાને સુખી નહિ કરનાર નેતાઓને કડકમાં કડક શિક્ષા તથા સજા કરવાના મતનાં હતા તેમણે અહીં દર્શાવ્યું છે તેમ અસ્તરી નીતની આબરૂને ખાતર બધી જ મોલાતું ને પાડી નાખી હોત !
આ સમીક્ષા આટલેથી જ અટકી જતી નથી.
આપણે એ ન જ ભૂલવું જોઈએ કે, કોરોનાના રાક્ષસી ધમપછાડા હજુ ચાલુ જ છે. અસંખ્ય લોકો મોતનાં ખપ્પરમાં હોમાતાં રહ્યા છે. સ્મશાનો પર લાશોની ભીડ જામે છે. આવા કરૂણ દ્રશ્યો નિહાળીને કવિ લખે છે, મોટા ગજાના કવિ લખે છે. ઓચિંતો આવ્યો હરિનો ખેપિયો, લાવ્યો કાંઈ તાકીદના પયગામ, ઉપાડો રે ડેરા તંબુ આત્મા,ને વધુધાન વધાવો મુકામ… ઓચિંતો આવ્યો હરિનો ખેપિયો…
ભલે રે આવ્યો હરિના ખેપિયા,
ભલે આવ્યો તાકીદના પયગામ….
ઉભા ઉભ આવું તારી સાથમાં
વસુધાંનાં વધાવું મુકામ….
સાવરે ચોખ્ખા મારા ચોપડાં,
નથી રે કરવી કોઈ ભળ-ભલામણ
હવે તો હું અને આ ખેપિયો….
ભલે રે આવ્યો હરિનો ખેપિયો !…
આપણા આ જગતમાં કોણ નથી જાણતું કે હરિનો ખેપિયો
૫૦૦૦થી વધુ વર્ષ પહેલા વિરાટ અને ચમત્કારી પૂર્ણ વ્યકિતત્વના સમયગાળામાં શું શું અસાધરણ હતુ અને માનવ કેટલો મૂલ્યવાન હતો તેનું સંશોધન કરનાર જો કોઈ સંશોધક અત્યારની માનવજીવનની ઘટમાળ વિષે કાંઈ કહી શકે તેમ હશે તો તે અદભૂત અને અભૂતપૂર્વ ઘટના ગણાશે !
આપણી ભારતીય સંસ્કૃતિમાં દીપોત્સવીના તહેવાર અને વ્યાપારી આદાન પ્રદેશમાં એકબીજાને આવજો કહેતી વખતે અને છૂટા પડતી વખતે ‘બોલ્યું ચાલ્યું માફ કરજો’ અને ‘ભૂલ ચૂક લેવી દેવી’ની જે આદરભીની રીતભાત હતી તેનો આજે લોપ થયો છે. આપણે હિન્દુ એનું પરાવલોકન કરીએ તો મા જગદમ્બા, મા ભગવતી, મા શારદા, મા લક્ષ્મી અને મા સરસ્વતીની આપણે બધા પ્રસન્નતા પામશું.