ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ BWFની (બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન) વર્લ્ડ ફાઇનલ્સના ગ્રુપ સ્ટેજમાં ચાઈનીઝ તાઇપાઇની તાઈ ઝૂ યિંગને 14-21, 21-16 અને 21-18થી હરાવી સતત બીજો મુકાબલો જીત્યો છે. તાઈ ઝૂ યિંગે પહેલી ગેમમાં લીડ છતા મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઝૂ યિંગને આ મુકાબલા માટે ફેવરિટ માનવામાં આવી રહી હતી અને તેણે પહેલી ગેમમાં સિંધુને સતત ક્રોસમાં રમાડી 21-14થી માત પણ આપી હતી.
પહેલી ગેમમાં મળેલી માત છતાં સિંધુએ હાર
સ્વીકારી ન હતી. તેણે બીજી ગેમ 21-16થી જીતીને શાનદાર રીતે કમબેક કર્યું હતું. તે બાદ ફાઇનલ ગેમમાં ફરી એક
વખત ઝૂ યિંગ પોતાની આગવી રમત દેખાડી હતી. તેણે 11-6ની લીડ સાથે ઔપચારિકતા પુરી કરીને મેચ જીતી જશે તેવું
જણાતું હતું। તેવામાં ભારતની સિંધુએ બરાબરની ટક્કર આપી હતી.