જૈનમ દ્વારા આયોજીત કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, પોલીસ કમિશનર  સહિતના મહાનુભાવોએ નવકાર મંત્રના જાપ જપ્યાં

શહેરમાં ગઇકાલે બીએપીએસ મંદીર હોલ, કાલાવડ રોડ ખાતે વર્લ્ડ નવકાર ડે ની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ નવકાર ડે અંતર્ગત સમુહમાં લાખો નવકાર મંત્ર ઉચ્ચારવામાં આવ્યા હતા.જૈમન  આયોજીત  આ કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચર્ય, પોલીસ કમિશ્નરસહીતના મહાનુભાવોએ નવકાર મંત્રના જાપ જપ્યા હતા.

world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day

નવકાર જાપની આરાધનામાં હજારો જૈન-જૈનેતરો જોડાયા હતા. દિવ્યાંગોએ પણ મુનિ ભગવંતોની નિશ્રામાં થયેલી નવકાર જાપની આરાધનામાં ભાગ લીધો હતો. નવકાર જાપમાં આવેલ શ્રાવકોની પ્રભાવના પણ કરવામાં આવી હતી. જાપમાં જોડાનાર ભાવિકો માટે આવવા-જવા માટે બસની પણ સુંદર વ્યવસ્થા કરવામા આવી હતી. સમુહ નવકાર જાપ સૌરાષ્ટ્રભરમાં કરવામાં આવ્યા હતા. જાણે નવકાર જાપનો ગગનચૂંબી નાદ ગુંજી ઉઠયો હતો. સમુહ નવકાર જાપમાં મુનિ ભગવંતો જેમાં યશોવિજયજી મહારાજ, સુશાંત મુનિ મહારાજ, હીરાબાઇ મહાસતીજી સહીતના ભગવંતોની પ્રેરક ઉ૫સ્થિતિ રહી હતી. નવકાર જાપમાં જૈન સમાજના ચારેય ફિરકાઓના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં શ્રાવકોએ ભાગ લીધો હતો.

વિશ્વશાંતિના પદની આરાધના કરવામાં આવે તો આત્માનું કલ્યાણ થાય: જયોતિન્દ્ર મહેતા

world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day
world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day

‘અબતક’સાથેની વાતચીતમાં જયોતિન્દ્રભાઇ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નમસ્કાર

મહામંત્ર આજે ગુણોને નમસ્કાર છે. ધર્મ, સંપ્રદાયને નમસ્કાર નથી જેનામાં બધા જ સરસ પ્રકારના ગુણો છે. એના પ્રમાણેથી પાંચ પદો છે ગુણો છે. અરિહંત પરમાત્મા એટલે જેમણે રાગ, દ્રેષ, અપમાનને દુર કર્યા છે. તેમણે અરિ એટલે શત્રુને દૂર કર્યા છે.પાંચે પાંચ વિશ્વ શાંતિના પદની આરાધના કરવામાં આવે તો ઘણુ બધુ આત્માનું કલ્યાણ થાય.

પર્યુષણ પર્વ દરમિયાન રાજકોટમાં અદભુત અવસર ઉજવાયો: અંજલીબેન રૂપાણી

world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day
world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day

‘અબતક’ સાથેની વાતચીતમાં અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે આજે રાજકોટમાં પર્યુષણ પર્વ દરમ્યાન એક અદભુત અવસર ઉજવાયો છે. આજે વિશ્વભરમાં ૧૨૫ કરોડથી વધુ જાપ થયાં છે.

બધા જ ફીરકાઓના આગેવાનો ઉપરાંત જૈન-જૈનતરો મોટી સંખ્યામાં જાપ કરવા પહોચ્યા હતા. બીએપીએસ સ્વામીનારાયણ મંદીર હોલમાં ૭૦૦૦ થી વધુ લોકો જોડાયા હતાં.

જૈન-જૈનેતરો એકી સાથે નવકાર મંત્રના જાપ જપે તે મોટી વાત: રશ્મીકાંત મોદી

world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day
world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day

અબતક સાથેની વાતચીત દરમિયાન રશ્કીકાંત  મોદીએ જણાવ્યું હતું કે જય  જીનેન્દ્ર આજરોજ જૈનો-જૈનતરોતરો એક સાથે નવકાર મંત્રના જાપ જપે તે મોટી વાત છે. નવકાર મંત્રના સિઘ્ધાંત પ્રત્યેક જીવ સમજે તો વિશ્વશાંતિ ઓટોમેટીક આવશે. અશાંત જીવને શાંત કરે છે.

દરેક ફિરકાઓ સહીત અનેક લોકો મંત્રના જાપ જપે તેનાથી મોટી ઉર્જા ઉત્પન્ન થાય અને તે ઉર્જાથી વિશ્વ શાંતિ ચોકકસ આવશે એવી અમોને શ્રઘ્ધા છે.

સમુહ જાપની આરાધનાથી ખુબ જ શાંતિ વ્યાપશે: વિભૂતિ વોરા

world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day
world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day

અબતક સાથેની વાતચીતમાં વિભૂતિ વોરાએ જણાવ્યું હતું કે આજે આખા વિશ્વમાં કરોડો નવકાર મંત્રના જાપ થયાં છે. વિશ્વભરના નાના મોટા શહેરોમાં સમુહ જાપની આરાધના કરાઇ છે. ત્યારે આ સમુલ જાપથી ખુબ જ શાંતિ વ્યાપશે તેવી શ્રઘ્ધા વ્યકત કરી હતી.

નવકાર મંત્રના જાપ માટે અભૂતપૂર્વ આયોજન કરાયું: જયેશભાઇ શાહ

world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day
world-navakar-day-celebrated-with-millions-of-innovations-chanting-for-world-peace-world-navkar-day

અબતક સાથેની વાતચીત દરમિયાન સોનમ કલોક લિમિટેડના જયેશભાઇ શાહઅ જણાવ્યુ: હતું કે જય જીતેન્દ્ર આજે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદીર હોલમાં એક ભવ્ય શરુઆત નવકાર દિવસની થઇ છે. આ તકે પાંચ હજારથી વધુ લોકો હાજર રહી શકે તેવી અમને આશા હતી. પરંતુ તેના કરતા સાત હજારથી વધુ વ્યકિતઓ નવકાર મંત્રમાં જોડાયા છે. ખુબ જ અભૂતપૂર્વ આયોજન થયેલ છે. આવતા વર્ષે પણ આવું જ ભવ્ય આયોજન થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.