હરિયાણાની માનુષી છીલ્લર બની વિશ્વ સુંદરી
મૂળ હરિયાણાની મેડિકલની વિદ્યાર્થી માનુષી છીલ્લરે વિશ્વ સુંદરી-2017નો ખિતાબ પોતાના નામે કર્યો છે. કુલ 108 દેશોની સુંદરીઓ આ સ્પર્ધામાં હતી. 20 વર્ષીય માનુષી છીલ્લરનેે મિસ વર્લ્ડ- 2016 વિજેતા પ્યુઅર્ટો રિકોની સ્ટેફની ડેલ વેલે તાજ પહેરાવ્યો. માનુષી છીલ્લર મિસ વર્લ્ડની 67 મી ટાઇટલહોલ્ડર બની છે.