તમારી સુંદરતામાં તમારા નખ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. નેલપોલિશથી રંગેલા નખથી તમારી સુંદરતા વધુ વધે છે. મોટાભાગની યુવતીઓને પોતાના ડ્રેસ સાથે મેચ થતી નેલપોલિશ કરવાનો શોખ હશે. આનાથી તમારી આંગળીઓની સુંદરતામાં ચાર ચાંદ અચૂક લાગી જાય છે. કેટલાક લોકોને નેલપોલિશ પસંદ હોતી નથી તો પણ તેમણે એમના નખની સુંદરતા તરફ તો ધ્યાન આપવું જ જોઇએ. નખને રંગવા તમારી સ્ટાઇલ ન હોય તો તમે તેને શેપમાં કરી લાઇટ કલરની નેઇલપોલિશ પણ કરી શકો છો.
નેલપેન્ટ લગાવવાથી નખ સુંદર લાગે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. હા નેઇલ પોલીશ કેન્સરનું કારણ બની શકે છે. આ વાત એક સંશોધન દ્વારા કહેવામા આવી છે. આ સંશોધન અનુસાર જે જેલ નેલ પોલીશમાં ઉમેરવામાં આવે છે તે સૂર્યની ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે અને આ કિરણો ત્વચાના કેન્સર જેવા જીવલેણ રોગોને જન્મ આપે છે. નેલપોલિશમાં સ્મૂથ ફિનિશિંગ માટે, ટાઇલૂન નામનું એક કેમિકલ પણ ઉમેરવામાં આવે છે, જેનો ઉપયોગ પેટ્રોલમાં થાય છે જે કારને બળતણ કરે છે. યુરોપના ઘણા દેશોમાં પણ આ કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ છે. નેલપોલિશમાં સ્પિરિટિનો ઉપયોગ કરવામાં આવે છે જે ફેફસાં માટે ખૂબ જ હાનિકારક છે.
જો તમે આ હાનિકારક નેલપોલિશ કેવી રીતે ઓળખવી તે જાણવા માંગો છો, તો પછી ખરીદતી વખતે, ધ્યાનમાં રાખો કે પ્રોડક્ટ લેબલ ટાઇલૂન,ફોર્માલ્ડીહાઇડ અને ડિબ્યુટિલ જેવા કેમિકલનો ઉપયોગ તો થયો નથી ને !!
આટલું ધ્યાન રાખો
1)સારા પ્રોડક્ટની નેલપોલિશ જ યુઝ કરવી
2)નેલપોલિશ દૂર કરવા માટે હમેશા નેલરૂમુવરનો ઉપયોગ કરવો
3)નેલપોલિશ પર કરવામાં આવેલી નેલઆર્ટ તમારા નખને આકર્ષક લુક આપી શકે છે
જો નેલ્સમાં વધુ સમય માટે હાથમાં ટકાવી રાખવા માંગતા હોય તો ડીટરજન્ટ અને સાબુનો ઉપયોગ કર્યા પછી, દરરોજ નેલ્સ પર મસાજ ક્રીમ લગાવો. ક્રીમ લગાવ્યા પછી, તેને રૂથી હળવા હાથે સાફ કરવું જોઈએ,રાત્રે સૂતા પહેલા હથેળીને કોઈ સારા તેલથી હળવા હલાવીને માલિશ કરવી જોઈએ.