૫ થી ૧૫ વર્ષનાં બાળકો દ્વારા અવનવા ૧૯૪૫થી લઈ અત્યાર સુધીના
સીકકા-નોટ તથા શંખ, સેવ વોટર સહિતના કલેકશનનું પ્રદર્શન
શહેરનાં યાજ્ઞીક રોડ ઉપર આવેલ રોટરી ડોલ્સ મ્યુઝીયમ ખાતે ૧૮મીમે વર્લ્ડ મ્યુઝીયમ ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેમાં ૫ થી ૧૫ વર્ષનાં બાળકો દ્વારા ૧૯૪૫થી લઈને અત્યારના સીકકા અને નોટનું કલેકશન, શંખનું કલેકશન, તથા સેવ વોટરનું કલેકશન ગોઠવવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ ૧૩ જેટલા બાળકો ભાન લેવામાં આવ્યો હતો. અને બાળકો કઈક નવુ શીખે નવું કાર્ય કરવા માટે ઉત્સુક રહે તે રોટરી ડોલ્સ મ્યુઝીયમ કલબનો હેતુ છે.
રોટરી ડોલ્સ મ્યુઝીયમનાં મીનાક્ષીબેન અગ્રવાલ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુકે ૧૮મીમે એટલે આખી દુનિયામાં ઈન્ટરનેશનલ મ્યુઝીયમડે તરીકે ઉજવાય છે. તો રોટરી ડોલ્સ મ્યુઝીયમ પહેલી વખત કલેકટીબલ્સનું એકઝીબીશનનું પ્લાન કરાયું છે. આજે રાજકોટના ૧૩ જેટલા બાળકો તેમનું કલેકશન લઈને આવ્યા છે. મ્યુઝીયમની અંદર તેના સેવવોટર, સીકકાનું કલેકશન, દરીયાના શીપનુંં કલેકશન છે, તેના બાળકો ૧૯૪૫થી લઈને અત્યાર સુધીના સીકકાનું અને નોટનું કલેકશન લઈને આવ્યા છે. ને ૭ થી ૮ સમુદ્ર કિનારાનાં સીપનું કલેકશન ગોઠવ્યું છે. આ મ્યુઝીયમનાં જે છોકરી સેવ વોટરનું કલેકશન લઈને આવી છે તેને એજયુકેશન મીનીસ્ટર ચુડાસમાં પાસેથી તેમણે એવોર્ડ પણ મેળવેલ છે. આ કાર્યક્રમમાં ૫ થી ૧૫ વર્ષના બાળકોએ ભાગ લીધેલ છે.
કુસુમ પ્રસાદએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેવો છેલ્લા ૬ મહિનાથી રોટરી ડોલ્સ મ્યુઝીયમમાં એડમીસ્ટેટરનું કામ કરે છે. ૧૮મીએ એટલે વર્લ્ડ મ્યુઝીયમ દિવસ તરીકે ઉજવાય છે. અને પહેલી વખત રોટરી ડોલ્સ મ્યુઝીયમ ખાતે એકજીબીશન રાખવામાં આવ્યુંતુ તેમાં ૫ થી ૧૫ વર્ષનાં બાળકો દ્વારા જુના સીકકા તથા નોટનું કલેકશન, સમુદ્ર કિનારાનાં શંખનું કલેકશન, તથા સેવ વોટરનું કલેકશન ગોઠવવામાં આવ્યું હતુ રોટરી ડોલ્સ મ્યુઝીયમનાં બાળકો નવી નવી પ્રક્રિયાઓ શીખે અને તેમને જાણવા મળે તે તેમનો હેતુ છે.
હેની શાહએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ એ આ મ્યુઝીયમમાં ભાગ લીધેલ છે. અને તેવો શંખનું કલેકશન લઈને આવ્યા હતા તેવોને આ મ્યુઝીયમ એકઝીબીશન ભાગ લેવાથી નવો અનુભવ થયો હતો ને ઘણુ બધુ શીખવા મળ્યું હતુ અને આ કાર્યક્રમમાં ભાગ લેવાથી તે પોતે ખૂબજ ખુશ છે.