દેશના અમૂલ્ય વારસારૂપ કલાત્મક નમુનાઓ વિશે યુવાધન જાણે અને રક્ષણ કરે

લાઈવ પ્રોટ્રેટ કલબ  દ્વારા લાઈવ સ્કેચનું અનેરૂ આકર્ષણ: વોટસન મ્યુઝિયમ ખાતે  સોમવાર સુધી પ્રદર્શન

ગુજરાત સરકારશ્રીના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો દર્શાવવા અને સંસ્કૃતિના વારસારુપ કલાત્મક નમુનાઓના સંરક્ષણ પ્રત્યે જાગૃતી કેળવાય, લોકોનો કલા પ્રવ્રુતિમાં રસ ઉત્પન્ન થાય એ ઉદેશથી ” આંતર રાષ્ટ્રિય મ્યુઝિયમ દિન” ની ઉજવણી અંતર્ગત વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. doll muજે અનુસંધાને વોટસન મ્યુઝિયમ રાજકોટના ઉપક્રમે  આંતર રાષ્ટ્રિય મ્યુઝિયમ દિનની ઉજવણી અંતર્ગત રાજકોટના પ્રસિધ્ધ લાઇવ પોટ્રેટ ક્લબના 15 કલાકારો દ્વારા આજે  સવારે   લાઇવ સ્કેચ સાથે  અબાલ વૃધ્ધ સૌ ને પ્રિય એવા રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ  હતુ.  આ કાર્યક્રમમાં તૈયાર થયેલ સ્કેચ અને કલાકારોના અન્ય સ્કેચ, ચિત્રોનું પ્રદર્શન સોમવાર સુધી જાહેર જનતા માટે ખૂલ્લુ રહેશે. આ પ્રસંગે મ્યુઝિયમની મુલાકાતે આવેલ મુલાકાતીઓ માટે દરરોજ સાંજે  4 વાગે મ્યુઝિયમની ડોક્યુમેંટરી ફિલ્મ દર્શાવવામાં આવશે. વોટસન મ્યુઝિયમ રાજકોટના પરિસરમાં આયોજીત લાઇવ સ્કેચ કાર્યક્રમ અને તેના પ્રદર્શનનો લાભ લેવા રાજકોટની કલાપ્રિય જનતાને અનુરોધ કરાયો છે.

DSC 0802

વિશ્ર્વ મ્યુઝિયમ દિવસને કારણે આજ સવારથી પરિવારો સાથે યુવા વર્ગ સંગ્રહાલય જોવા પધાર્યા હતા. આ દિવસનો મુખ્ય હેતુ દેશના અમૂલ્ય સાંસ્કૃતિક કલાત્મક   વારસા વિષયક જાણકરી મેળવીને તેનું જતન કરે એવો છે. આપણા પ્રાચિન  સ્મારકો, મંદિરો  અને શિલ્પ  સ્થાપત્યજ આપણો ભવ્ય વારસો છે.

135 વર્ષ જુના વોટસન મ્યુઝિયમમાં છે, આપણો કલાત્મક વારસો: સંગીતાબેન રામાનુજ

રાજકોટ ખાતે આવેલ વોટસન મ્યુઝિયમ વિશે અબતક સાથે વાત કરતા  મ્યુઝિયમ કયુરેટર સંગીતાબેન રામાનુંજે જણાવ્યું કે આ સંગ્રહાલય  135 વર્ષ જુનુ છે. જેમાં ભારતની પ્રાચિન સંસ્કૃતિના કલાત્મક  વારસાનું  જતન કરાય છે.  રાજા-રજવાડાના યુગથી આપણા ગુજરાતની અસ્મિતા સાથે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી સંસ્કૃતિની અનેરી ઝલક જોવા મળે છે.

museum

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.