દુધ સર્વોતમ આહાર છે દુધ જ તમારા શરીરને સશકત, સુરક્ષીત અને તંદુરસ્ત રાખે છે ” દુધ પીઓ આરામ સે જીઓ
દુધ એ માનવ શરીર માટે સર્વોચ્ચ ખોરાક: રાજેશ ડોબરીયા
યુનિટી પ્રાઈવેટ લીમીટેડ કંપનીનાં ડાયરેકટર રાજેશભાઈ ડોબરીયાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ૧લી જુન એટલે વર્લ્ડ મિલ્ક ડે તરીકે મનાવવામાં આવે છે તેના પરીપેક્ષમાં એ વાત કરવાનું મન થાય કે, જે સમયે શ્ર્વેતક્રાંતિ થઈ હતી ત્યારથી આજ સુધીમાં દુધનું ઉત્પાદન અને તેનું સેવન ઘણું ખરું વઘ્યું છે. જેનાથી લોકોને સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.
આ તકે એટલું જ કહેવાનું રહ્યું કે, લોકોએ દુધનું સેવન કરતા પહેલા થોડી ચીજવસ્તુઓનો ખ્યાલ રાખવો જોઈએ અને હંમેશા પેકેજ દુધનું જ સેવન નિયમિત અંતરાળમાં કરવું જોઈએ. કારણકે લોકો રો-મિલ્ક પીવાનું વધુ પસંદ કરતા હોય છે પરંતુ તે ખરાઅર્થમાં સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક માનવામાં આવે છે અને માનવ શરીરમાં રહેલી રોગપ્રતિકારક શકિતને પણ તે નાશ કરે છે.
જેથી લોકોએ દુધની ખરીદી કરતી પહેલા અનેક વખત વિચારી થોડુ ચીજવસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. અંતમાં તેઓએ પાઉડર મિલક વિશે જણાવતા કહ્યું હતું કે, પાઉડર મિલ્કમાં ફેટનું પ્રમાણ સહેજ પણ રહેતું નથી પરંતુ જો તેમાં કોઈપણ ચીજ-વસ્તુઓની મિલાવટ કરવામાં ન આવે તો રો-મિલ્કની સરખામણીમાં પાઉડર મિલ્ક ખરાઅર્થમાં સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે ત્યારે તેઓએ વર્લ્ડ મિલ્ક ડે નિમિતે લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, લોકોએ દુધનું સેવન પૂર્ણત: કરવું જોઈએ કારણકે દુધ પૂર્ણ આહાર છે.
રોગ પ્રતિકારક શકિત વધારવા દુધ ખુબ જ ઉપયોગી: સુકન્યા ચેટર્જી
વિશ્વ દુધ દિવસ નિમિતે યુનિટી પ્રાઈવેટ લીમીટેડનાં કવાલીટી કંટ્રોલ ઓફિસર સુક્ધયા ચેટર્જીએ અબતક સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ દિવસે હું ભારતનાં નાગરિકોને એટલી જ વાત કરવા માંગીશ કે દુધ માનવ શરીર માટે ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે લોકો તેનો ઉપયોગ કરતા ભુલી ગયા છે અને જે રીતે પાઉડર મિલ્ક પાછળ દોડી રહ્યા છે ત્યારે તે જોતા એવું લાગે છે કે, સમયનો અભાવ હોવાનાં કારણે તેઓ પાઉડર મિલ્ક તરફ દોડી ગયા હોય.
પાઉડર મિલ્ક તે ખરાબ નથી પરંતુ જયાં સુધી પેકેજ મિલ્ક મળે ત્યાં સુધી લોકોએ પાઉડર મિલ્કનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ દિન-પ્રતિદિન લોકો પાઉડર મિલ્કનો વધુ ઉપયોગ કરતા નજરે પડે છે. વધુમાં સુક્ધયા ચેટર્જીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દુધની જાળવણી પણ એટલી જ મહત્વની છે જો દુધની જાળવણી પૂર્ણત: શકય ન બને તો તેજ માનવ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેથી લોકો જયારે દુધનું સેવન કરતા હોય ત્યારે તેઓએ દુધની ચકાસણી કરવી મહત્વની બાબત બની રહે છે.
ડો. હિના પડિયા (ન્યુટ્રીશીયન)
બાળકોનાં પોષણને લઈને લોકોને ઘણાં પ્રશ્નો છે. દુધમાં કોઈ કવોલિટો નથી. હાલમાં સમયમાં તેથી કોઈ પોષણ મળતુ નથી. પહેલાનાં સમયમાં દુધ ચોખ્ખું અને વિટામીનથી ભરપુર હતુ એટલા માટે દુધનો આગ્રહ વધારે રાખતાં હતા. હાલનાં સમયમાં ભેળસેળવાળું દુધ વધતુ જવાથી કલોલીટી બગડી રહી છે જેના કારણે દુધને લઈને રોગો પણ થાય છે.
દુધ કરતાં દુધમાંથી બનતી પ્રોડકટ વધુ સારી છે દહિં, લસ્સી, છાશ, માખણ,પનીર વગેરેમાંથી સારૂ પોષણ મળે છે. તેથી બાળકને આ ડેરી પ્રોડકટ આપવી સારી છે.દુધનો પાવડર પણ ગુણવતાવાળો આપવાથી પણ સારા વિટામીન મળે છે. તો બાળકની ઉંમર પ્રમાણે અલગ-અલગ પાવડર આપી શકાય છે. જેનાથી બાળકની વજન ઉંચાઈ વધે છે બાળકની રોગપ્રતીકારક શકતી વધે છે. મગજનો વિકાસ થાય છે. તો આ બધી વસ્તુથી બાળકનું પોષણ થઈ શકે જરૂરી નથી કે બાળકને મીલ્ક આપવું
પ્રણવભાઈ દેસાઈ (મેનેજર-રાજકોટ ડેરી)
આ તકે રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના મેનેજર પ્રણવભાઈ દેસાઈએ જણાવ્યુ હતું કે આજે ગુજરાત જ નહિ જ પરંતુ ભારણ પણ ૨૦૦૦ની સાલથી દુધનું ઉત્પાદન કરવામાં પ્રથમ સ્થાને છે અને સ્વનિર્ભર છીએ. ઉત્પાદનની વાત કરીએ તો પશુ દીઠ દુધનું ઉત્પાદન થવું જોઈએ તેમાં આપણે ઘણાં બધાં પાછળ છીએ. આપણું એક પશુ ૩.૯ ની એવરેજ આપે છે જયારે ઈઝરાયલનું એક પશુ ૩૪-૩૫ લિટર દુધ આપે છે. તેના પ્રમાણમાં આપણે પ્રતિ પશુ દુધ ઉત્પાદન વધારા પર આપણે ખાસ ધ્યાન આપવાની જરૂર છે પશુપાલનના વ્યસાય તરીકેનું અસ્તિત્વ ખુબ સારૂ છે. પરંતુ આ વ્યવસાયમાં વૈજ્ઞાનિક અભીગમ કેળવવાની જરૂરીયાત છે.
પરંપરાગત પશુપાલન અને ઉત્પાદન ખર્ચ વધારીએ તો આ વ્યવસાય દુધની આવકમાંથી નફો ન મળે પણ વૈજ્ઞાનીક અભીગમ અપનાવી સારી ઓલાદના પશુ આપણે રાખીએ, ઉત્પાદન ખર્ચ ઘટાડવા સંપુર્ણ આહાર આપીએ, રોગ પ્રતિકારક શકિત વધે એ માટે સમયસર વેકસીનેશન અને દવાના ડોઝ આપીએ. આ બધી જ પ્રવૃતિઓનો પુરો લાભ લઈએ અને જરૂરી માહિતી માટે અમારા સંઘ તરફથી ચાલતા જે શિક્ષણ કાર્યક્રમો છે.
તેમાં આ બાબતે ટેક્નિકલ માર્ગદર્શન મળે તો આપણે આ બાબતે અવશ્ય પશુપાલન કરવુું ખુબ સારૂ ભવિષ્ય છે. ઘાસચારાની આપણે સમસ્યાઓ અનુભવીએ છીએ તેનું મુખ્ય કારણ એ છે કે જેટલો ઘાસચારો આપણે પેદા કરીએ છીએ તેના યુટીલાઈઝેશન કરતાં બગાડ તરફ આપણે વધારે છીએ સૌરાષ્ટ્ર એક જ વિસ્તાર એવો છે કે જયાં પશુને આખી નીણ ખવડાવવામાં આવે છે.
બે -ત્રણ ઈંચના કટકા કરીને પશુઓને આપણે ખવડાવીએ તો આટલા જ ઘાસચારાની અંદર આપણે જેટલા પશુઓ છે તે બધાંને નીણ ખવડાવી શકીએ તો સૌથી અગત્યની વસ્તુ ઘાસચારાને બચાવવાની છે. બીજા નંબરમાં ચોમાસામાં ઘાસચારો વરસાદને લીધે સારો થાય છે. પરંતુ ઉનાળામાં લીલો ચારો ન મળે. તેનો વિકલ્પ છે સાઈલેજ લીલા ચારાનો વૈજ્ઞાનીક ઢબે સંગ્રહ કરીએ સાઈલેજ બનાવીએ, સુકા ચારાનો સંગ્રહ કરીએ તો મને નથી લાગતુ કે ઘાસચારાનો પ્રશ્ર્ન રહે. તેમ છતાં રાજકોટ ડેરીએ કેન્દ્ર સરકારને એક પ્રોજેકટ રજુ કર્યો છે સાડા ત્રણ કરોડના ઘાસજારાના સુધાર જાતના બીયારણ માટે આપણે કાર્યવાહી ચાલુ કરી છે.
તો આવા સુધાર જાતના બીયારણો, ચાપ કટરમાં સહાય એવું બધું સંઘ આપે છે. ગુજરાત સરકાર આપે છે અને તેનાથી દુધ ઉત્પાદકોને આપણે ફાયદો કરાવી શકીએ રાજકોટ ડેરીની સ્થાપના ૧૯૫૬ માં યુનીસેફ સંસ્થાએ કરી હતી અને આજે આટલા વર્ષે સૌરાષ્ટ્રની આ સૌપ્રથમ સહકારી ધોરણે ચાલતો એક સંઘ ૨/૧૧/૮૮ થી કાર્યરત છે અને આ ડેરીમાં જે દુધ ઉત્પાદકો છે તેને સંઘ ઉપર ખુબ સારો વિશ્ર્વાસ છે સંઘ ઉત્તરોતર પ્રગતિના શીખર સર કરી રહ્યું છે.
નરેન્દ્રભાઈ શર્મા (ડેપ્યુટી જનરલ મેનેજર રાજકોટ ડેરી)
આ તકે રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘના ડેપ્યુટી જનરલ મેનેજર નરેન્દ્રભાઈ શર્માએ જણાવ્યું હતુ કે દુધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ‚રી છે. દુધમાં શરીરને જરૂરી બધા જ પોષકતત્વો મળી રહે છે. વર્લ્ડ મિલ્ક ડે ૧ જુનના દિવસે આપણે મનાવીએ છીએ. ૧ જુન ૨૦૦૧ માં ફુહ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને વર્લ્ડ મિલ્ક ડે મનાવવાનું ચાલુ કરેલુ તેનો ઉદ્ેશ એ હતો કે આપણે ત્યાં દુધને લઈને બધી જાણકારી બધાં જ લોકો પાસે નથી તેની જાણકારી મળી રહે. આ ઉપરાંત દુધ એક સંપુર્ણ આહાર છે.
તેની અવેજીમાં કોઈ સંપુર્ણ આહાર છે. તેની અવેજીમાં કોઈ સંપુર્ણ આહાર નથી એ સિવાય બધાં જ લોકોએ જેટલું શકય બને તેટલું દુધ પીવું જોઈએ આપણે ત્યાં દુધ ગામડામાંથી આવતું હોય છે. એ દુધ ઉપર બધાં પ્રકારની પ્રોસેસ થઈ અને પેક થાય છે જે માર્કેટમાં દુધ ઉપલબ્ધ છે જે પેક દુધ છે તે ગર્વમેન્ટના એફએસએસઆઈ ના નિયમો મુજબ પ્રમાણીક હોય છે. તેથી આ દુધ બધાં જ લોકો માટે સારૂ રહે છે.
ખાસ કરીને આપણે ઘરમાં દુધમાંથી જે વસ્તુઓ બનાવીએ છીએ તેના માટે પેક કરેલ દુધનો જ ઉપયોગ કરવો જોઈએ તે જ કોઈ પણ વસ્તુને સારી બનાવી શકે છે. છુટક દુધનો ઉપયોગ તેમાં ન કરવો જોઈએ. રાજકોટ ડેરીએ સૌરાષ્ટ્રમાં એવો પ્લાન્ટ છે જે ફુલી ઓટોમેટેક પ્લાન્ટ છે જેટલું પણ દુધ આવે છે તે ગામડામાંથી ઠંડુ થઈ ટેન્કરમાં આવે છે. ત્યાંથી લઈ પ્રોસેસ થાય ત્યાં સુધી કોઈપણ માણસ દુધને ટચ ન કરે. પ્રોસેસીંગ દ્વારા દુધ મશીનના પાઈપો થકી પેશ્ર્સ્યુરાઈઝડ થઈ તૈયાર થાય છે જે ઓટોમેટેડ પ્રોસેસ છે જેમાં એડવાન્સ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.
દુધને પેશ્ર્સ્યુરાઈઝડ કરવાનો અર્થ એ છે કે દુધમાં ઘણા બધાં બેકટેરીયા એવા હોય છે જે હાનિકારક છે દુધની ન્યુટ્રીશન વેલ્યુ ખરાબ ન થાય તે પણ જોવાનું હોય છે. જેમાં દુધને એક સરટેઈન ટેમ્પરેચર સુધી ગરમ કરવામાં આવે છે. આ ટેમ્પરેચર ૭૨ થી ૭૬ સે. જેટલુ રહે છે. જેનાથી નોટ ડિઝાઈરેબલ બેકટેરીયા મરી જાય છે. એ પછી તેને તાત્કાલીક ઠંડુ કરી પેક કરવામાં આવે છે. જે માર્કેટમાં મળે છે. તો પેશ્ર્સ્યુરાઈઝડ દુધમાં બેકટેરીયા ન હોય. દુધએ ગામડામાંથી આવે છે. તેને તાત્કાલીક ઠંડુ કરવામાં ન આવે તો તે ખરાબ થઈ જાય છે.
આપણે ત્યાં ગામડાના જેટલા પણ દુધ ઉત્પાદકો છે તે બધાને અમે ટ્રેનિંગ આપીએ છીએ. જેથી કલીન મિલ્ક પ્રોડકશન થઈ શકે. તેઓ દુધને પ્રથમ તો ઠંડુ પાડે એ પછી પ્લાન્ટ પર મોકલવામાં આવે છે. આમ દુધ ઉત્પાદનથી લઈ વેચાણ સુધી બધી જ બાબતોની કાળજી રાખવામાં આવે છે. અંતમાં તેમણે જણાવ્યુ હતુ કે મારે દરેક ને એ જ વાત કહેવી છે કે દરેક પેશ્ર્સ્યુરાઈઝડ દુધ જ વાપરે ગર્વમેન્ટ એફએસએસઆઈ દ્વારા જે કવોલીટી આપે છે તે દુધ વાપરો દુધ એ સંપુર્ણ ખોરાક છે તો વધુમાં વધુ દુધ પીઓ.
બાળકોનાં વિકાસ માટે દુધ કેટલુ જરૂરી
દુધ એક સંપુર્ણ આહાર બાળક જન્મથી જ માતાનું દુધ આપવું જોઈએ. છ મહિના સુધી તો પાણી પણ નહિં માત્ર માતાનું દુધ જે મનુષ્ય માત્ર માટે અતિ મહત્વનું છે. જેનાથી રોગપ્રતિકારક શકતી, સુરક્ષા અને આરોગ્યની દૃષ્ટીએ ખુબ જ અગત્યનું છે.સૌથી પહેલી વાત ગુજરાતમાં માતાનું ધાવણ ૫-૬ દિવસ પછી શરૂ થાય છે જયારે ગાયનું દુધ બાળકને આપવામાં આવે છે તે ન થવું જોઈએ માત્ર ને માત્ર માતાનું દુધ જ આપવામાં આવવું જોઈએ
દુધ કરતાં ડેરી પ્રોડકટ આપવી બાળકને જેવી કે દુધમાંથી બનતી માખણ, મીસરી, દહિં બાળકના છ મહિના પુરા થયાં બાદ ડેરી પ્રેાડકટ જ આપવી. તેમાં પણ ખાસ કરીને પનીર જ આપવું અને જો બજારનું દુધ આપવું હોય તો તેમાં પણ ખાસ કરીને ફોર્ટીફાઈડ મીલ્ક જ આપવું જેથી વિટામીન્સ અને મીનરલ્સની ઉણપ બાળકમાં ન રહે.
બાળકને ચા-ફોફી તો ૨ વર્ષ સુધી નહિં જ બાળકને ચુરમું, રોટલો, રોટલી, દાળમાં ક્રશે કરીને ગુજરાતી ખાણું આપવું ‘ આજે મીલ્ક ડે’ છે પરંતુ આપણે પીતા નહિ પરંતુ ખાતા શીખવાનુ છે ચાવતા શીખવાનું છે. રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, હાર્દિક પંડયા જે હેલ્ધી છે તો બેલેન્સ ખોરાક રાખવાની જર છે.
અમૃતા હોસ્પિટલ-પાયલ રામાણી
હાલમાં લોકો માતાના દુધ કરતાં બાળકને બજારમાં દુધ પર આધારીત કરી દેવામાં આવ્યા છે. જે પહેલાના જમાનામાં હતુ કે બાળક માતાના દુધ પર જ મોટાં થતાં હતા તેની કયાંક કચાસ જોવા મળે છે એટલે કોઈપણ બાળક જન્મે અને માતા સંકલ્પ કરે તો ૯૬ થી ૯૮% બાળકો માતાનાં દુધ પર મોટાં થઈ શકે અને આરોગ્ય બાળકનું જળવાઈ રહે.
બધા લોકો એવો પ્રયત્ન કરે તે બાળક માતાનાં દુધ પર જ પેલા બે વર્ષ મોટુ થાય જેથી બાળક સુરક્ષીત અને આરોગ્યપ્રદ રહે અને સૌથી સારૂ આનો કોઈ ખર્ચ નથી અને માતાની પોતાની લાગણી છે.
“માહી નુ દુધક્રાંતીમાં યોગદાન
“માહિ નુ સૌરાષ્ટ કચ્છમાં યોગદાન ખુબ મહત્વનુ છે. ” માહિ સૌરાષ્ટ્ર કચ્છનાં ખેડુતો માટે જીવાદોરી સમાન છે. ૨૦૦૫-૨૦૦૬ પહેલાની પરિસ્થિતીને આખી ચેન્જ કરી નાખી છે. આજે માહિ ૬૪૦ રૂ. પ્રતિ કિલો ફેટ ભાવ આવે છે. ૧૦ ફેટનું દુધ ગણીએ તો ૬૪ રૂ. લિટરના ભાવે પડે છે. ખેડુતોને એ સીવાય ગ્રાહકો છે. તેના માટે પણ માહિ એ એક અનોખો ભરોસો ઉભો કર્યા છે. “માહિ એ ફોર્ટીફાઈડ મીલ્ક એટલે કે વિટામીન એ અને ડી સાથેનું દુધ લોન્ચ કરી અને ગ્રાહકોને આપ્યુ છે અને લોકો તેનો આનંદ લઈ રહ્યા છે.
ફોર્ટીફિકેશન દુધ એટલે શુ ?
ફોર્ટીફિકેશન મીલ્ક એટલે માનો કે આપણે નમક ખાતા હતા ત્યારબાદ આયોડાઈડ નમક આવ્યું એટલે નમકમાં બીજુ કાંઈ નહિ ફોર્ટીફિકેશન ઓફ આયોડાઈડ છે. તેવી જ રીતે દુધમાં પણ દુધ તો છે જ પણ વિટામીન એ અને ડી મળે છે અને તેનું ફોર્ટીફિકેશન કરવામાં આવ્યું છે. એટલે તેને ફોર્ટીફિકેશન દુધ નામ આપવામાં આવ્યું છે. નાના બાળકોને ઘુંટણના દુ:ખાવા તેમજ ચશ્માના નંબર આવી જવા તે માત્રને માત્ર વિટામીન એ અને ડી ની ઉણપથી થાય છે. આ પ્રકારનું દુધ આપવાનું કારણ એક સામાજીક જવાબદારીનો ભાગ છે. લોકો નીરોગી રહે અને સ્વસ્થ જીવન જીવે તે માત્ર પહેલ છે.
“માહિ નું કેટલું ઉત્પાદન
“માહિ દરરોજ ૮.૫૦ લાખ લિટર દુધ સૌરાષ્ટ્ર કચ્છના ૨૭૦૦ ગામડાંઓમાંથી એકઠું કરવામં આવે છે અને તેમાંથી ૩.૫૦ લાખ લીટર દુધનું દરરોજ વેચાર કરવામાં આવે છે.
કેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે
પેરસ્યુરાઈઝડ દુધ, એમોજીનાઈઝ દુધ છે. તેમજ પેરસ્યુરાઈઝડ દુધમાં પણ અલગ-અલગ સ્ટાન્ડર્ડ છે. ફોર્ટીફીકેશન મીલ્ક છે સાથે-સાથે હેલ્થ કોન્સીયસ માટે ‘ લો ફેટ મીલ્ક’ પણ આપવામાં આવેછે અને ભવિષ્યમાં લોકોના આરોગ્યની જે કાંઈ પણ માંગ હશે તે પ્રમાણે “માહિ લોકોને પીરસતું રહેશે.
દુધ સિવાય “માહિ નું યોગદાન
“માહિ એ પોતાના કેટલ ફિલ્ડ પ્લાન ઉભો કર્યો છે એ પ્લાનમાં પશુઓને સમતોલ પશુ આહાર મળી રહે તે માટે ૨૦૦ કેટ્રીક ટન આહારનું પ્રોડકશન થાય તેવો એક પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જેનાથી પશુઓને સાદો આહાર અને આરોગ્ય મળી રહે તે માટેનું પ્રયાસ છે.
માહિ દુધ અને પ્રોડકટ
“માહિ દુધ સીવાય છાશ, મસાલા છાશ, કઢી છાશ, દહિં, પાઉચ દહિં, મટકા દહિં, ધી માં અલગ અલગ ૫૦૦ ગ્રામથી લઈ ૧૫ લીટર સુધી અવેલેબલ છે , મીલ્ક પાવડર પણ ૫૦૦ અને ૧ કિલોના પેકિંગમાં છે “માહિ ફેલવર્ડ મીલ્ક પણ આપ્યું છે.
દુધ એક સંપુર્ણ આહાર
દુધ ધરતી પરનું એક અમુલ્ય અમૃત છે. મનુષ્યની જીવન જ‚રીયાતનું એક અંગ છે. ઋષીમુનીઓના કાળથી દુધ એક પુર્ણ પીણૂં ગણવામાં આવે છે. કારણ કે તેમાં દરેક જાતના વિટામીન તેમજ મીનરલ્સ મળે છે.
દુધના ગુણધર્મો કયા કયા
દુધમાં દરેક પ્રકારના વિટામીન અને મીનરલ્સ છે. જે આપણા શરીરમાં જોઈતા હોય છે. એટલે દુધનું મહત્વ ખાસ કરીને શાકાહારી લોકો માટે મહત્વનું છે.
દુધ પરથી ભરોસો ઉઠી રહ્યો છે
ખુબ સાચી વાત છે. દુધ પરથી ભરોસો એટલે ઉઠી રહ્યો છે. કે લોકોને આજે ખાતરી નથી કે જે દુધ હું લાઉ છું તે ખરેખર સંપુર્ણ છે કે નહિં લેભાગુ તત્વો તેમજ લાલચુ લોકો દ્વારા દુધ જેવા તત્વમાંથી પણ કમાણીનું સાધન બનાવી લીધું છે. ભેળસેળવાળા દુધનું પ્રમાણથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. પરંતુ માહિ મીલ્ક પ્રોડયુસર કંપની લિમીટેડના અધિકારી તરીકે એક સાચી રીતે અને પ્રમાણીક રીતે દુધ ઉત્પાદક કંપની પર ભરોસો કરવો હિતવહ છે.
પેરસ્યુરાઈઝડ મીલ્કમાં ગુણતત્વો નાશ પામે છે તેવી માન્યતા
આ તદ્ન ખોટી માન્યતા છે. દુધને પેરસ્યુરાઈઝડ કરવું એલ દુધની ગુણવતા વધારવાની વાત છે. પેરસ્યુરાઈઝડ નો મતલબ એ છે કે દુધને એક તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. જેથી દુધમાં રહેલા હાનીકારક તત્વો બળીને નાશ પામે અને અચાનક ૪ ડિગ્રી સુધી ઠંડુ કરવામાં આવે છે. જેથી બીજા કોઈ નુકશાનકારક તત્વો હોય તો તે નાશ પામે અને ગુણવતા જળવાઈ રહે.
દુધની ગુણવતા માટે પશુઓની કાળજી
સૌરાષ્ટના ગામડાંઓમાં લોકા પશુઓનું ખુબ ધ્યાન રાખે છે. લોકો મગફળીના ભુસાનું તેમજ કપાસીયાના ખોળને પશુઓને ખવડાવે છે. કુવામાં હોય તે અવાળામાં આવે એ રીતે પશુ જે ખાસે તેવું જ તમને આપશે. તે ખુબ જ મહત્વનું છે. ” માહિ મીલ્ક પ્રોડયુસર કંપની દુધ વિતરકોને તેમજ ગામડાંઓમાં જાગૃતી કાર્યક્રમ દરમીયાન શિક્ષીત કરીએ છીએ. જેથી સા‚ અને શુધ્ધ દુધ ઉત્પાદન કરી શકાય અને સમાજને સા‚ કવોલિટી દુધ મળે.
પશુપાલનના વ્યવસાયનું અસ્તીત્વ
અત્યારે વાત કરીઅે તો અત્યારે દુષ્કાળની પરિસ્થિતી છે. વરસાદની અનીશ્ર્ચીતતા છે તેવા સમયમાં ખેડુતો માટે એકમાત્ર જીવન નિર્વાહનું સાઘન ખેડુતો માટે પશુપાલન છે. ૨૦૦૫ ની પરિસ્થિતી જોઈએ તો જે રીતે ખેડુતોનું શોષણ થતું હતુ. જેમાં લીધે ખેડુતો પશુપાલનથી દરુ થતા હતા જેવી રીતે ” માહિ એ પોતાના ઓપરેશન હાથ ધર્યા છે. ખેડુતોને પોષણક્ષમ ભાવો મળ્યા છે તેના લીધે ખેડુતોનું પ્રોત્સાહન વધ્યુ છે. જો ભારતની વાત કરીએ તો દુધ ઉત્પાદનમાં ભારત શ્રેષ્ઠ છે અને દિનપ્રતીદિન પ્રગતી કરે છે.
ઘાસચારાને લઈને અસરો
દુષ્કાળની પરીસ્થિતીમાં ગુજરાત સરકાર કેમ્પ અને જાગૃતિ ફેલાવી રહી છે. પરંતુ હજુ તેને વધારવાની જ‚રીયાત છે. ખેડુતોને માઈગ્રેશન કરવાની જ‚રીયાત ન પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ઘાસચારોની અછતને કારણે અવ્યવસ્થા સર્જાય છે. પરંતુ જો ઘાસચારોની સગવડ પુરતી મળી રહે તો ઘણી બધી તકલીફો દુર કરી શકાય છે.
દુધની ફેટ અને ગુણવતા વચ્ચેનો તફાવત
ફેટ એ દુધનો ઘટક છે. ગુણવતા માત્ર ફેટ પર નથી દુધમાં જે એસેનેટ કહેવાય કે જે ફેટ સીવાયના ઘટક છે કે જેમાં વિટામીન મીનરલ્સ અવેલેબલ છે. માત્ર ફેટ મહત્વનું નથી પરંતુ ગુણવતા પણ એટલી જ મહત્સની છે. ફેટ સાથે એસએનએફ સોલીડ નોટ ફેટ આ બેનેથી દુધ બને છે અને તેને સાંકળામાં આવે છે.
દુધના પાવડરની માન્યતા
દુધના પાવડરની લઈને લોકોની ઘણીબધી ગેરમાન્યતા છે પરંતુ સારી કંપનીનો સારો દુધનો પાવડર લેવામાં આવે તો તેમાં કોઈ ગભરાવવાની જ‚ર નથી. “માહિ પણ આ પાવડર બજારમાં આવે છે. એવી જગ્યા કે જયાં દુધ અવેલેબલ નથી ત્યાં આ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.
દુધ નુકશાનકર્તા છે તેવ પણ એક માન્યતા
તદ્ન ખોટી માન્યતા છે જો દુધ નુકશાન કરતું હોય તો ઋષીમુની કાળથી દુધ અટકી ગયુ હોય અને કૃષ્ણ ભગવાન પણ દુધ અને માખણથી જ મોટાં થયા છે. જો ભગવાને આનો ઉપયોગ કર્યો છે તો આપણે ગભરાવવાની જ‚ર જ નથી.
દુધની વિતરણ વ્યવસ્થા
“માહિ નો જુનાગઢ તેમજ કચ્છમાં પ્લાન્ટ છે. તેમજ ગુજરાતના બીજા શહેરોમાં પણ પ્લાન્ટ સ્થાપવાની તૈયારી ચાલુ છે. આ પ્લાન્ટોમાંથી દુધનું વિતરણ કરવામાં આવે છે.
જેવુ પ્લાન્ટમાંથી દુધ નીકળે છે તેવું જ તેને ૪ થી ૫ ડિગ્રી સુધી ઠંડુ કરી અને આઈસોલેટેડ વાહનોમાં રાખી અને ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચાડવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુટર ગ્રાહકો સુધી પહોંચાડે છે. જયાં અંતર વધારે લાગે છે ત્યાં રેફ્રિઝરેટર વાહનોમાં દુધ અને દુધની પ્રોડકટ પહોંચાડીએ છીએ જેથી તેની ગુણવતા જળવાઈ રહે.