હિન્દુસ્તાન કૃષિ પ્રધાન સાથે પશુપાલનનું મહત્વ ધરાવતો દેશ છે. દેશના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન કરતો વર્ગ વધુ જોવા મળે છે. આજે વિશ્વ દૂધ દિવસ છે, જે નિમિતે પશુ પાલન કરતા લોકોથી લઈ મિલ્કની કંપનીઓ સુધી બધાને આવરી લેવામાં આવે છે. દૂધએ માનવજીવનની શરૂઆતથી જ આપણી સાથે જોડાયેલી છે. દિવસની શરૂઆતથી લઈ રાત સુધી દૂધનો અવારનવાર ઉપીયોગ કરીયે છીએ. તો ચાલો આજે વિશ્વ દૂધ દિવસ નિમિતે દૂધના ફાયદા, તેમાં જોવા મળતા પોષકતત્ત્વ અને દૂધ દિવસના ઇતિહાસ વિશે જાણીયે.

વિશ્વ દૂધ દિવસનો ઇતિહાસ
Milk H
આ દિવસની ઉજવણી વર્ષ 2001માં શરૂ કરવામાં આવી હતી. તેની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. વર્ષોથી 70 થી વધુ દેશો વર્લ્ડ મિલ્ક ડેમાં ભાગ લઈ રહ્યા છે. આ દેશોમાં દૂધના મહત્વને સમજવા માટે ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે.

આ દિવસનો ઉદેશ્ય અને મહત્વ

વિશ્વ દૂધ દિવસ પાછળનો મહત્વનો ઉદ્દેશ એ છે કે લોકો જીવનમાં દૂધ અને ડેરી ઉત્પાદનોના મહત્વ વિશે જાગૃત થાય. પોષણનો મુખ્ય સ્ત્રોત હોવા ઉપરાંત, દૂધ અને ડેરી ઉત્પાદનો વિશ્વભરના લગભગ એક અબજ લોકોની આજીવિકાનું સાધન છે. ડેરી ઉત્પાદનોનું બજાર વૈશ્વિક અર્થવ્યવસ્થાનું ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. આ દિવસ ભારત માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે ભારત વિશ્વભરમાં દૂધ ઉત્પાદનમાં સૌથી મોટો દેશ છે.

દર વર્ષે વિશ્વ દૂધ દિવસે વિવિધ દેશોમાં ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. લોકોને દૂધ પ્રત્યે જાગૃત કરવા રેલીઓ કાઢવામાં આવે છે, પરંતુ કોરોનાને કારણે હાલમાં આવી કોઈ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવતું નથી. વિશ્વ દૂધ દિવસ પર નિશ્ચિતપણે ઓનલાઇન ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું.

ભારતમાં ક્યારે ઉજવાય છે મિલ્ક ડેNational Milk Day
સમગ્ર વિશ્વમાં જ્યાં 1 જૂને વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ભારતમાં, 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ પણ ઉજવવામાં આવે છે. 26 મી નવેમ્બર 2014ના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી પ્રથમવાર કરવામાં આવી હતી. આ દિવસ ભારતમાં વ્હાઇટ ક્રાંતિના પિતા તરીકે ગણવામાં આવતા ડો. વર્ગીઝ કુરિયનના માનમાં ઉજવવામાં આવે છે. ડો. વર્ગીઝ કુરિયનનો જન્મ 26 નવેમ્બરના રોજ થયો હતો, જેના કારણે આ દિવસને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વર્લ્ડ મિલ્ક ડે 2021ની થીમ

આ વર્ષે વિશ્વ દૂધ દિવસની થીમ ‘પર્યાવરણ, પોષણ અને સામાજિક-આર્થિક સશક્તિકરણની સાથે ડેરી ક્ષેત્રમાં ટકાઉપણું’ પર છે. થીમનો ઉદ્દેશ એ છે કે, ‘નિયમિતપણે આહારમાં દૂધ અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવા અંગે જાગૃતિ ફેલાવી જેથી લોકોનું આરોગ્ય વધુ સારી રીતે થઈ શકે અને દૂધનો યોગ્ય રીતે ઉપયોગ થાય.Milk
દૂધમાં જોવા મળે આ પોષક તત્ત્વો

દૂધમાં ઘણાં પોષક તત્વો જોવા મળે છે. જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં વિટામિન-E, D, K અને A જોવા મળે છે. દૂધમાં મેગ્નેશિયમ, આયોડિન, ફોસ્ફરસ, કેલ્શિયમ, રાયબોફ્લેવિન પણ જોવા મળે છે. આ બધા કારણોથી જ બાળકના ખોરાકમાં દૂધને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.