- હવે 21મી ડિસે. એટલે વિશ્ર્વ ધ્યાન દિવસ
- ગુજરાત રાજય યોગ બોર્ડ, હિમાલયન સમર્પણ ધ્યાન યોગ કેન્દ્ર આત્મીય યુનિ.ના સહિયારા પ્રયાસથી ‘પ્રથમ વિશ્ર્વ ધ્યાનદિન’ની ઉજવણી કરાશે
- ‘અબતક’ સાથેની મુલાકાતમાં આયોજકોએ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી અવિરત ચાલતા યોગ અને ધ્યાનની પ્રવૃત્તિને અંતર્ગત અને સંયુક્તરાષ્ટ્ર મહાસભા દ્વારા ઘોષિત વિશ્વ યોગ દિવસ 21 મી ડિસેમ્બર ના રોજ રાજકોટમાં યોજાનાર સામુહિક ધ્યાન શિવકૃપાનું દસ્વામીજીના સાંનિધ્યમાં વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત સાર્વજનિક રીતે : સામૂહિકધ્યાનનું આયોજન કરેલ છે.
21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત પ્રથમ “વિશ્વ ધ્યાન દિવસ” ની ઉજવણી આત્મીય કોલેજ ખાતે બ્રમ્હાલીન હરિપ્રસાદ સ્વામીજી ના આશીર્વાદ તેમજ આત્મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પૂ જ્યત્યાગ વલ્લાભ સ્વામી જી ના માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન તથા આત્મીય યુનિવર્સિટીના સંયુક્તઉપક્રમે એક કાર્યક્રમનું આયોજન થયેલ છે.
અબતક સાથેની મુલાકાતમાં હિમાલયન સમર્પણ ધ્યાન યોગના આચાર્ય ધીમંત ઢેબર, ગીતાબેન સોજીત્રા, પારૂલબેન દેસાઈ, દર્શનાબેન આહ્યા અને મીતાબેન તેરૈયાએ કાર્યક્રમની વધુ વિગતો આપી.
વિશ્વમાં જુદા-જુદા દેશો-પ્રદેશોમાં પોતાની સંસ્કૃતિઅને ધર્મને લઈને જુદા-જુદા ઉત્સવો, તહેવારો ઉજવાતા હોય છે. આ વિવિધતા સામે ધ્યાન અને યોગ એ એવી બાબત છે કે જે વિશ્વના દરેક લોકો ધર્મ, જાતિ, ભાષાના ભેદ વગર અપનાવી શકે છે. ભારત દેશના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જ્યારે તા.21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ છે.
21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવા હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ના પ્રણેતા સદગુરૂ શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ધ્યાનના અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 21 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, રમત-ગમત, યુવાઅને સાંસ્કૃતિકપ્રવૃત્તિ વિભાગ તથા શિવકૃપાનં દસ્વામી ફાઉન્ડેશન દ્વારા પણ સવારે કાર્યક્રમો યોજાશે અને સાંજેવિશ્વભરના લોકો સામૂ હિક ધ્યાનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સમર્પણ આશ્રમ ખાતે સાંજે 5 વાગ્યે ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. જેમાં વિશ્વના અનેક દેશોના લોકો ઓનલાઇન પણ જોડાઈ શકે એ માટે હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઓનલાઈન પ્રસારણની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.સમાજ
રાજકોટ ખાતે આત્મીય કોલેજના સભાખંડમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, શિવકૃપાનં સ્વામી ફાઉન્ડેશન તથા આત્મીય યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમનું સાંજે 4.00 વાગ્યા થી આયોજન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ’ગુરુતત્વ યુ ટ્યુબ ચેનલ દ્વારા ગુજરાતના કચ્છ સમર્પણ આશ્રમ, દાંડી સમર્પણ આશ્રમ, સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ તથા મધ્ય ભારત સમર્પણ આશ્રમ નાગપુ2 રાજસ્થાન સમર્પણ આશ્રમ અજમેર, ગોવા સમર્પણ આશ્રમ, શિવકૃપાનં સ્વામી મઠ, બેંગલોર સ્થિત દક્ષિણ ભારત આશ્રમ સહિત દરેક આશ્રમ ખાતે પણ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં સાધકો જોડાશે.
વધુ માંવધુ લોકો ધ્યાન માર્ગ અપનાવી પોતાના જીવનને સરળ અને સું દરબનાવે તે માટે ગુરુતત્ત્વટીમ અને સમર્પણ ધ્યાનયોગ પરિવારના સાધકો સહિત દરેક વ્યક્તિ પ્રયત્નશીલ છે.
વિશ્ર્વ યોગ દિવસની જેમ વિશ્ર્વ ધ્યાન દિવસ ઉજવાશે: આચાર્ય ધીમંત ઢેબર
અબતક સાથેની મુલાકાતમાં હિમાલયન સમર્પણ ધ્યાન યોગ કેન્દ્રના આચાર્ય ધીમંત ઢેબરએ જણાવ્યું હતુ કે, ભારત વિશ્ર્વગુરૂ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે યુનો દ્વારા દેશવાસીઓનાં સ્વાસ્થ્યને જાળવી રાખવા તેમજ વર્તમાન સમયમાં માનસીક તણાવને દૂર કરવા માટે 21 ડિસેમ્બરને વિશ્ર્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવશે જે વર્ષનો સૌથી ટુંકો દિવસ છે 30 વર્ષથી સમર્પણ ધ્યાન યોગ જન-જન સુધી ધ્યાનની મહતા પહોચાડી રહ્યું છે. ત્યારે આજની ઝડપી લાઈફમાં અનુકુલન સાધવું પણ જરૂરી છે તે માટે ધ્યાન એ અકસીર ઉપાય છે.
આ ઉપરાંત બાળકોને પણ અનેક તણાવ હોય છે ત્યારે તે તણાવને દૂર કરવા માટે ધ્યાન જરૂરી બની રહ્યું છે. માત્ર 30 મીનીટનાં ધ્યાન થકી શારીરીક રોગથી પણ બચી શકાય છે. તે અંતર્ગત હાલ 45 ધ્યાન કેન્દ્રો કાર્યરત છે. વિશ્ર્વને યુનોએ આપેલ ભેટનો સ્વીકારી ધ્યાનમાં જોડાઈને વિવિધ સમસ્યાથી બચી શકાય છે.