શિક્ષણને પ્રાધાન્ય આપવા યુવાનો લાકડી મૂકી પેન પકડવાનો નિર્ધાર કરશે
૨૬ નવેમ્બરને વિશ્ર્વ માલધારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશભરનાં માલધારીઓ દ્વારા આ દિવસે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાય છે. જેના ભાગપે રાજકોટ માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૬ નવેમ્બરે વિશાલ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા મોટી સંખ્યામાં માલધારી યુવાનો ટુ વ્હીલર સાથે જોડાશે. આ રેલી નકલંક મંદિર, બેડીનાકાથી શરૂ થઈ શહેરના વિવિધ માર્ગો, વિસ્તારોમાં ફણી દિવાનપરામાં મચ્છુ માતાજીનાં મંદિરે પૂર્ણ થશે.
અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતુ કે બાઈક રેલી દ્વારા સમગ્ર સમાજને લાકડી મૂકી પેન પકડવાનો તેમજ શિક્ષણને પ્રાધાન્ય આપી કુરીવાજો અને વ્યસનને તીલાંજલી આપવાનો સંદેશ આપવામાં આવશે.
આ રેલીમાં ખાસ કરીને ટ્રાફીકના નિયમોનું પાલન થાય અને રેલીમાં જોડાનાર તમામ યુવાનો સ્વયંશિસ્તમાં વાહન ચલાવે તેની કાળજી રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની આશકલાઈ ચલાવી લેવામા નહી આવે આ રેલી ૨૬ નવેમ્બરે સોમવારે બપોરે ૨.૩૦ વાગ્યે રાણીમાં ડીમા ઠાકર નકલંક મંદિર, બેડીનાકાથી પ્રારંભ થશે. જેમાં આશરે ૧૦૦૦ જેટલા બાઈકરો જોડાશે.
રેલી બેડીનાકા, કેસરીપુલ, હોસ્પિટલ ચોક, જયુબેલી ચોક, ચૌધરી હાઈસ્કુલ, બહુમાળી ભવન, જીલ્લા પંચાયત, કિશાનપરા, રૈયારોડ, હનુમાનમઢી, રૈયા ચોકડી, કે.કે.વી. સર્કલ, કાલાવડ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ અંડરબ્રીજ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞીક રોડ, માલીવીયા ચોક, ત્રિકોણબાગ, સર લાખાજીરોડ, સાંગણવા ચોક, રાજશ્રી ટોકીઝ, દિવાનપરા પોલીસ ચોકી પાસે થઈ દિવાનપરામાં મચ્છુ માતાજીના મંદિરે પૂર્ણ થશે.
આ રેલીનું ધરમ ટોકીઝ, જિલ્લા પંચાયત, બ્રહ્મસમાજ ચોક સહિતના સ્થળોએ સ્વાગત કરવામાં આવશે. રેલીને સફળ બનાવવા ભીખાભાઈ પડસારીયા, રાજુભા, જુંજા, રણજીતભાઈ મુંધવા, ભરતભાઈ ધોળકીયા, કરણ ગમારા, જીજ્ઞેશભાઈ સભાડ, ગોપાલભાઈ સરસીયા, ગેલાભાઈ સભાડ, કવાભાઈ ગોલતર, જાદવભાઈ ધોળકીયા, બીજલભાઈ ચાવડીયા, નિલેશભાઈ સોરીયા, વિજયભાઈ સામળકા, રમેશજુંજા, લાખાભાઈ સાટીયા, હેમતભાઈ મુંધવા, હિરેનભાઈ ફાંગલીયા, ગોપાલભાઈ ગોલતર, ધીરજભાઈ મુંધવા, નારણભાઈ વકાતર, જીજ્ઞેશભાઈ કિહલા, મુનાભાઈ દોળકીયા, બીજલભાઈ સાટીયા, મીઠાભાઈ જોગરાણા જહેમત ઉઠાવી રહ્યા છે.