ગપ્પી માછલી વિતરણ, મેલેરિયા વર્કશોપ, રેલી, નિબંધ લેખન સ્પર્ધા, રેલી સહિતના કાર્યક્રમો યોજાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રપ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં રાજકોટના શહેરીજનોને મેલેરિયા રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્છર ઉત્૫તિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે આ વર્ષની થીમ Zero Malaria starts with meએટલે કે મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોતથી ને ઘ્યાીનમાં રાખી વોર્ડવાઇઝ વિવિઘ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં અંદાજીત ૫૦૮૭ લાભાર્થીઓને મેલેરિયા રોગ વિષયક માહિતી આ૫વામાં આવેલ તથા ૩૫૬ લાભાર્થીને ગપ્પી માછલી વિતરણ કરવામાં આવી હતી.
શાળાઓમાં મેલેરિયા વર્કશો૫માં ૨૩૫૪ વિદ્યાર્થીઓ અને ૪૧ શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં ૭૬ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લીધો હતો. નિબંધ લેખન સ્પર્ધામાં ૫૦ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લીધો હતો. રેલીમાં ૧૧૦વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લીધો હતો. સેનિટરી ઇન્સપેક્ટર કોલેજમાં મેલેરિયા વર્કશો૫ યોજાયો હતો.
આરોગ્યો કેન્દ્ર ખાતે મેલેરિયા વિષયક રંગોળી, પોસ્ટર, એલઈડી સ્ક્રીન તથા પત્રિકાના માઘ્યમથી આરોગ્ય શિક્ષણમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા મેલેરિયા વિષયક રંગોળી બનાવવામાં આવેલ તથા મેલેરિયા વિષયક પોસ્ટર, એલઈડી સ્ક્રીન તથા પત્રિકા વિતરણના માઘ્યમથી આરોગ્ય શિક્ષણ આ૫વાની કામગીરી કરવામાં આવેલ છે.
વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી માટે માન. કમિશનર બંછાનિઘી પાની તથા નાયબ કમિશનર સી. બી. ગણાત્રાની સુચના અન્વયે આરોગ્ય અઘિકારી ડો. પી. પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ નાયબ આરોગ્ય અઘિકારી ડો. મનીષ ચુનારા, ડો. હિરેન વિસાણી, બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડ તથા તમામ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર તથા સ્ટાફ, મેલેરિયા ઇન્પેકટર ભરતભાઇ વ્યાસ, દિલી૫દાન નાંઘુ, પિનાકીન ૫રમાર તથા તમામ સુપિરીયર ફિલ્ડ વર્કર અને ફિલ્ડ,વર્કર આશા તથા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ.