૧૦ ઓગષ્ટ એટલે “વિશ્વ સિંહ દિવસ”. આ દિવસની વન વિભાગ દ્રારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ “બીગ કેટ રેસ્ક્યુ” દ્વારા સ્થાપવામાં આવ્યો છે. લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે. સિંહો પેન્થેરા જીનસની મોટી બિલાડીઓ પૈકી એક છે અને ફેલિડે પરિવારના સભ્ય છે. સિંહો પેન્થેરા જીનસની મોટી બિલાડીઓ પૈકી એક છે અને ફેલિડે પરિવારના સભ્ય છે. સિંહ વાઘ પછી બીજી સૌથી મોટી જીવંત બિલાડી છે. વાઇલ્ડ લાયન્સ હાલમાં ભારત અને સબ-સહારા આફ્રિકામાં અસ્તિત્વ ધરાવે છે.

ગુજરાતના ગીર પ્રદેશમાં આવેલ જંગલ એટલે “સિંહનું સરનામું”. અહીં રહેતા સિંહને “એશિયાઇ સાવજ” તરીકે ઓળખવામાં આવે છે. એશિયાઇ સિંહ ગુજરાતનું જ નહીં પણ ભારત દેશનું ગૌરવ છે. ગુજરાતના એક માત્ર ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાઇ સિંહ કુદરતની અમૂલ્ય ભેટ છે. આ સિંહને નિહાળવા વિશ્વભરમાંથી અનેક લોકો સાસણગીરની મુલાકાતે આવે છે. રાજ્યની સરકાર દ્વારા પ્રથમ વખતે સપ્ટેમ્બર 1965માં 1265.1 ચોરસ કિલોમીટર વિસ્તારને સાસણ અભયારણ્ય તરીકે જાહેર કર્યો હતો. ત્યારબાદ 1412.1 ચોરસ કિલોમીટર જેટલો વ્યાપ વધારવામાં આવ્યો હતો.

હવે જૂનાગઢ ના રાજા સિંહ વિષે થોડું જાણીએ :

સિંહ હંમેશા 10-15ના ટોળાકામાં જોવા મળે છે.

નર સિંહનું વજન 150 થી 250 કિલો અને માદા સિંહનું વજન 120થી 180 કિલો હોય છે.

સિંહની કુલ લંબાઈ 2.82 થી 2.87 મીટર હોય છે.

સિંહના ખભાની ઉંચાઈ 107 સેન્ટીમીટરથી લઇને 120 સેન્ટીમીટર હોય છે.

એક નર સિંહની ગર્જના 8 કિ.મી. સુધી સંભળાય છે.

સિંહ 12 થી 13 વર્ષ જીવી શકે છે.

સિંહ 81 kmph ની ઝડપે દોળી શકે છે.

સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે.

એક સમયે સિંહો ગીરમાં જ જોવા મળતાં હતા. આજે 1800 ગામડાઓમાં સિંહો આંટાફેરા કરતાં જોવા મળે છે. 1913માં લુપ્ત થયેલી આ પ્રજાતીના 20થી પણ ઓછા સિંહો નોંધાયા હતા. જે આજે 523ની સંખ્યા પાર કરી ચુક્યા છે.

જિલ્લા પ્રમાણે સિંહની સંખ્યા :

world-lion-day:-the-roar-of-lionતો આવો આપડે સૌ વિશ્વ સિંહ દિવસ પાર ગુજરાતના સાવજને બચાવવાનો સંકલ્પ લઇ તેનું રક્ષણ કરી ગુજરાતનું ગૌરવ અને અસ્મિતામાં વધારો કરી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.