મનુષ્યનો જન્મ થતાં જ માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે, જે અધિકારો કોઇ આપી કે છીનવી શકતું નથી. આવા અધિકારો માનવ અધિકારો તરીકે ઓળખાય છેઆપણે ઘણી વાર બોલતા હોય છીએ કે આ મારો અધિકાર છે તેને હું મેળવીને રહિશ પરંતુ શું તમને ખ્યાલ છે આપના અધિકાર આપણને કોના દ્વ્રારા મળ્યા?? તેને કયા દિવસે ઉજવામાં આવે છે.
૧૦ ડિસેમ્બરએટલે કે “માનવ અધિકાર દિવસ” આ દિવસ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજ્વવામાંઆવે છે. સંયુક્ત રાષ્ટ્રએ ૧૯૫૦માં ૧૦ ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસની ઘોષણા કરીહતી.તેનો ઊદેશ દેશના દરેક નાગરિકને પોતાનો અધિકાર મળી રહે તેના માટે આ દિવસ ઉજવામાં આવે છે.
આજે ૭૦ વર્ષ પૂરા થયા છે આ દિવસને ૭૦ વર્ષ પહેલા માનવ અધિકાર દિવસના ઘોષણા પત્ર જાહેર કરાયો હતો. નાગરિકની શાંતિ, પ્રતિષ્ઠા અને પોતાના અસ્તિત્વમાટેનો આ ઊદેશ આજે પણ આપણને મળી રહ્યો છે.
૨૮ સપ્ટેમ્બર ,૧૯૯૩ના રોજ હ્યુમન રાઇટ્સ એક્ટ સમગ્ર વિશ્વમાં અલગથી અમલમાં આવ્યું. આના પર ૧૨ ઓક્ટોબર, ૧૯૯૩ ના રોજ સરકારે રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનની રચના કરી હતી. આ કમિશન રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પણ કાર્ય કરે છે. જેમ કે વેતન, એચ.આય.વી એડ્સ, આરોગ્ય, બાળ લગ્ન, મહિલા અધિકાર વગેરે.
માનવઅધિકારએ માનવી સાથે થઈ રહેલ જુલમો રોકવા અને તેના સંઘર્ષોને એક નવી ઉડાન આપે છે.માનવઅધિકાર એટલે કોઈ પણ માનવી ની જિંદગી, આઝાદી, બરાબરી અને તેના સમ્માનનો અધિકાર તે જ માનવ અધિકાર.
જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ, રાજકીય અથવા અન્ય અભિપ્રાય, રાષ્ટ્રીય અથવા સામાજિક મૂળ, સંપત્તિ, જન્મ અથવા અન્ય સ્થિતિ જેવા કોઈ પણ પ્રકારનો ભેદભાવ વિના, માનવી પોતાનું જીવન જીવી શકે તેના માટે માનવઅધિકાર દિવસ ઉજવામાં આવે છે.