પાંચ લાખ નવા કાર્યકર્તાઓને ‘ત્રિશુલદીક્ષા’ આપવામાં આવશે
બાબરી ધ્વસને ૬ ડિસેમ્બરે ૨૫ વર્ષ પૂર્ણ થશે. તેની પહેલા જ ઉત્તર પ્રદેશમાં બે લાખ જેટલા બજરંગદળના યુવા કાર્યકર્તાઓને ‘ધર્મયોધ્ધા’ બનવાની તાલીમ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આપવામાં આવશે જેના માટે કાર્યકર્તાઓને ‘ત્રિશુલદિક્ષા’ અર્પણ કરાશે. આ પગલુ ધર્મઝનૂનીઓ સામે સજજતા કેળવવા માટે ભરવામાં આવશે. ધર્મની રક્ષા માટે યોધ્ધાઓને તાલીમનું બીડુ ઝડપી વિશ્ર્વ હિન્દુ પરિષદે શંખનાદ કર્યો છે. આ અંગે માહિતી આપતા પશ્ર્ચિમી ઉત્તરપ્રદેશનાં વિશ્ર્વ હિન્દુ પરિષદના ધર્મપ્રસાર ઈનચાર્જ રાકેશ ત્યાગીએ જણાવ્યું હતુ કે આ યોધ્ધાઓ હિંદુ ધર્મને રક્ષા પ્રદાન કરશે જો કોઈ મંદિર હટાવવાની ગાયોની હત્યાની કે હિન્દુ ધર્મ પર હુમલો કરવાની કામગીરી જેવી કે લવજેહાદ જેવા કાર્યો કરશે તો તેની સામે આ યોધ્ધાઓ કામગીરી કરશે. ‘ત્રિશુલ દિક્ષા’ મા ત્રિશુલનું મહત્વ રહેલું છે. ત્રિશુલએ વિશ્ર્વાસ અને શિવની શકિતનું પ્રતિક છે. વિશ્ર્વ હિન્દુ પરિષદના જોઈન્ટ જનરલ સેક્રેટરી સુરેન્દ્રજૈને જણાવ્યું હતુ કે ‘ત્રિશુલદિક્ષા’નાં કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજવામાં આવશે. જે તે રાજયનાં સમુહો દ્વારા નિર્ધારીત સમયે આ કાર્યક્રમો યોજવામાં આવશે વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે આ કાર્યક્રમ દ્વારા હિન્દુઓ કોઈ પણ પ્રકારનાં પ્રહારો ચલાવી નહી લે તેવો સંદેશ આપવામાં આવશે. ત્યાગીએ દાવો કર્યો હતો કે ત્રિશુલ એ કોઈ શસ્ત્રનું નહી પણ હિન્દુધર્મની રક્ષા માટેનું પ્રતિક છે. હાલ સમય આવી ગયો છે કે હિન્દુ યુવાનો આગળ આવી પોતાના ધર્મની રક્ષા કરે. બજરંગદળનાં રાષ્ટ્રીય ક્ધવીનર મનોજ વમાએ જણાવ્યું હતુ કે કેટલાક સમુહો દ્વારા સભ્યપદની નિમણુંક મેળવાયા બાદ ૧૯ નવેમ્બરથી ૬ ડીસેમ્બર સુધીમાં ‘ત્રિશુલદીક્ષા’ના કાર્યક્રમો યોજવામાં આવશે જેના પગલે પાંચ લાખ નવા કાર્યકર્તાઓને ઉતરપ્રદેશમાંથી હિન્દુત્વની તાલીમ આપવામાં આવશે